Appleનું નવો બજેટ લેપટોપ MacBook Neo લોન્ચ કર્યો છે . તેમાં A18 pro ચિપ અને 13 ઈંચનું Liquid Retina ડિસ્પ્લેના સાથે 16 કલાકની બેટરી લાઈફ મળેલ છે .
Photo Credit: Apple
Appleનું MacBook Neo 11 માર્ચથી વેચાણમાં ઉપલબ્ધ રહેશે .
Appleએ બુધવારે તેના નવા બજેટ ફ્રેન્ડલી લેપટોપ તરીકે MacBook Neo લોન્ચ કર્યો છે . આ નવા લેપટોપમાં 13 ઈંચનું Liquid Retina ડિસ્પ્લે સાથે A18 pro ચિપ આપવામાં આવી છે .આ ચિપ iPhone 16 Pro અને iPhone 16 Pro Maxમાં પણ જોવા મળી હતી . Blush ,Citrus , Indigo અને Silver એમ ચાર કલર વિકલ્પમાં આ નવો MacBook Neo જોવા મળશે .આ સ્માર્ટફોનમાં Magic Keyboard સાથે Touch Id સપોર્ટ અને મલ્ટીટચ ટ્રેકપેડ આપવામાં આવ્યો છે . Appleએ આ દાવો કર્યો છે કે એક વખત ચાર્જ થયા પછી આ લેપટોપ 16 કલાક ચાલે છે .
ભારતમાં MacBook Neoની કિંમત અને ઉપલબ્ધતા :
ભારતમાં MacBook Neoની શરૂઆતની કિંમત 69,900 રૂપિયા રાખવામાં આવી છે . જેમાં 8GB યૂનિફાઇડ અને 256GB સ્ટોરેજ મળે છે જયારે 512GB સ્ટોરેજ માટેની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે .વિધાર્થીઓ માટે આ લેપટોપ 10,000 રૂપિયા સુધીની એજ્યુકેશન ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે .અમેરિકામાં તેની કિંમત $599(લગભગ 55,200)થી શરૂ થાય છે જયારે વિધાર્થીયો માટે તેની કિંમત $499(લગભગ 46,000)રાખવામાં આવી છે . આ લેપટોપ તમને Blush ,Citrus , Indigo અને Silver એમ ચાર રંગોમાં મળી રહેશે .
MacBook Neo માટેની પ્રિ ઓર્ડર આજથી શરુ થઇ ગઈ છે જયારે તેનો સત્તાવાર વેચાણ 11 માર્ચથી Appleની વેબસાઈટ અને અધિકૃત રિટેલર્સ દ્રારા શરૂ થશે.
MacBook Neo ફીચર્સ :
MacBook Neoમાં Appleનો A18 પ્રો ચિપ આપવામાં આવે છે . આ ચિપ સામાન્ય કાર્યોમાં Intel Core Ultra 5 ચિપવાળા Windows PC કરતા 50 ટકા વધુ ઝડપી છે અને કેટલાક AI કાર્યોમાં ત્રણ ગણું ઝડપી પ્રદર્શન આપે છે. આ લેપટોપમાં 8GB યૂનિફાઇડ અને 256GB સ્ટોરેજ મળે છે જયારે 512GB SSD સ્ટોરેજ મળે છે MacBook Neoને વધુ RAM સાથે અપગ્રેડ કરી શકાતું નથી . આમ 13 ઈંચનું Liquid Retina ડિસ્પ્લે મળે છે જે 219ppi પિક્સેલ ડેન્સિટી આપે છે .
MacBook Neo Appleના નવીનતમ macOS Tahoe પર ચાલે છે . તેમાં 1080પ Face Time HD વેબકેમ , Voice Isolation અને Wide Spectrum માઈક્રોફોન મોડ્સ સાથે ડ્યુઅલ સ્પીકર્સ છે . ઑડિયો માટે આ લેપટોપમાં Dolby Atmos અને Spatial Audio સપોર્ટ સાથે ડ્યુઅલ સ્પીકર્સ આવે છે .
વાત કરીએ કનેક્ટિવિટીની તો Wi-Fi 6E અને Bluetooth 6 સપોર્ટ મળે છે .પોર્ટસમાં USB 3.0 Type-C પોર્ટ અને USB 2.0 Type-C પોર્ટ અને 3.5mm હેડફોન મળે છે. MacBook Neo માં 36.5Wh બેટરી છે જેને 20W USB Type-C એડેપ્ટર દ્રારા ચાર્જ કરી શકાશે . Apple કંપની અનુસાર આ લેપટોપમાં 11 કલાક સુધી વેબ બ્રાઉઝિંગ અને 16 કલાક સુધી વિડીયો સ્ટ્રીમિંગ કરી શકાશે .
આ લેપટોપનું માપ 297.5*206.4*12.7mm છે અને તેનું વજન 1.23kg છે.
જાહેરાત