Sony એ જાહેર કરી એપ્રિલ PS Plus લાઇનઅપ : Tomb Raider Remastered અને SAO ગેમ્સ સામેલ

આ ત્રણેય ગેમ્સ 7 એપ્રિલથી રમી શકાશે

Sony એ જાહેર કરી એપ્રિલ PS Plus લાઇનઅપ : Tomb Raider Remastered અને SAO ગેમ્સ સામેલ

Photo Credit: Hexworks/CI Games

લોર્ડ્સ ઓફ ધ ફોલન 2023 માં રિલીઝ થયું .

હાઇલાઇટ્સ
  • ત્રણેય ગેમ્સ 7 એપ્રિલથી ઉપલબ્ધ થશે
  • Sony દ્રારા Play Station Plus માટેનું નવું ગેમ્સ લાઈનઅપ જાહેર
  • એપ્રિલનો PS Plus લાઇનઅપ વિવિધ પ્રકારના ગેમર્સ માટે કંઈક ખાસ
જાહેરાત

એપ્રિલ મહિનામાં Sony દ્રારા Play Station Plus માટેનું નવું ગેમ્સ લાઈનઅપ જાહેર કરવામાં આવ્યું છે , જેમાં ગેમર્સ માટે ત્રણ અલગ-અલગ પ્રકારના ટાઇટલ્સ  સામેલ છે . આ મહિને એક્શન , એડવેન્ચર અને કો-ઓપ ગેમિંગનો મિક્સ જોવા મળશે . આ ત્રણેય ગેમ્સ 7 એપ્રિલથી ઉપલબ્ધ થશે અને આના સભ્યો 4 મે સુધી તેને પોતાની લાઈબ્રેરીમાં એડ કરી શકશે . એકવાર ગેમ્સ એડ કર્યા પછી , તે PS Plus ના સબ્સ્ક્રિપ્શન  સાથે સતત રમી શકાશે . માર્ચ મહિનાની ગેમ્સ જેમ કે PGA Tour 2K25 અને Monster Hunter Rise 6 એપ્રિલ સુધી ઉપલબ્ધ રહેશે , તેથી ગેમર્સ પાસે તેને ક્લેઇમ કરવાનો હજુ થોડો સમય  છે .

Lods of the Fallen :

Lods of the fallen એક ડાર્ક ફેન્ટસી એક્શન-આરપીજી  છે જે સોલ્સલાઈક ગેમપ્લે માટે જાણીતી છે . ખેલાડીઓ પોતાના પાત્રને કસ્ટમાઈઝ કરી શકે છે અને  ભયાનક દુનિયામાં શક્તિશાળી દુશ્મનોનો સામનો કરે છે . આ ગેમની ખાસ વાત એ છે કે તેમાં બે વિશ્વ જીવન અને મરણ એકબીજા સાથે જોડાયેલા છે , જેને એક ખાસ જાદુઈ ફાનસ દ્રારા ઍક્સેસ કરી શકાય છે . આમાં થર્ડ-પર્સન કોમ્બેટ અને મેજિકલ ક્ષમતાઓ સાથે ગેમ ચેલેન્જિંગ  અનુભવ આપે છે . આ ટાઇટલ PS5 યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે .

lords of the fallen lords of the fallen

Lords of the Fallen ની 2026માં સિક્વલ આવશે .
Photo Credit: Hexworks/CI Games

Tomb Raider I-III Remastered

Tomb Raider I-III  Remastered ગેમિંગના ક્લાસિક યુગને ફરી જીવંત બનાવે છે . Lara Croft સાથેના આ એડવેન્ચર ગેમ્સમાં સુધારેલા વિઝ્યુઅલ્સ અને નવી  સુવિધાઓ આપવામાં આવી છે . ખેલાડીઓ ઓરિજિનલ અને મોડર્ન ગ્રાફિક્સ વચ્ચે સ્વિચ કરી શકે છે , તેમજ ક્લાસિક અને આધુનિક કંટ્રોલ્સમાંથી પસંદગી કરી શકે  છે . આ કલેક્શન PS4 અને PS5 બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે અને નવા તથા જૂના ગેર્મ્સ બંને માટે આકર્ષક બની રહેશે .

tr remastered tr

Tomb Raider I-III Remastered  માં સારું વિઝ્યુઅલ્સ આપેલ છે .
Photo Credit: Aspyr

Sword Art Online Fractured Daydream

Sword Art Online :Fractured Daydream લોકપ્રિય Sword Art Online પરથી પ્રેરિત એક કો-ઓપ એક્શન ગેમ છે . તેમાં 20 સુધીના પાત્રો સાથે ટીમ બનાવીને  ખેલાડીઓ મોટા દુશ્મનો અને બોસ સામે લડી શકે છે . ગેમમાં સિંગલ - પ્લેયર સ્ટોરી મોડ , 20- પ્લેયર કો-ઓપ રેઇડ્સ અને ખુલ્લા વિશ્વમાં એક્સપ્લોરેશન  જેવી સુવિધાઓ છે . આ ગેમ ખાસ કરીને મલ્ટિપ્લેયર અનુભવને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે અને PS5 પર ઉપલબ્ધ રહેશે .
 

આ રીતે એપ્રિલનો PS Plus લાઇનઅપ વિવિધ પ્રકારના ગેમર્સ માટે કંઈક ખાસ લાવે છે 
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »