ભારતમાં Vivo નું નવું વર્ઝન V50 Elite લોન્ચ થવા જઈ રહ્યું છે. ફોનની લોન્ચિંગ તારીખ જોવા જઈએ તો આ મહિનામાં લોન્ચ થશે એવી શક્યતાઓ છે.Vivo નું Vivo V50 મોડેલ જે ફેબ્રુઆરી 2025માં લોન્ચ કરવામાં આવ્યું હતું જેનો રિઅર કેમેરા પિક આકારનો છે આ સાથે તેમાં આવેલ એલિટ એડિશનને ગોળાકાર રીઅર કેમેરા જોવા મળશે જે આ લેટેસ્ટ મોડલમાં જોવા મળશે એ સાથે Vivo V50 Elite આ નવા વેરિયન્ટમાં આધુનિક સુવિધાઓ જોવા મળશે તે સાથે તેમાં લેટેસ્ટ વર્ઝન પણ જોવા મળશે જેનાથી આ ફોન હાલના ફોનને ટક્કર આપી શકશે માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે આ વર્ષના એપ્રિલ મહિનામાં Vivo V50e પણ લોન્ચ કરવામાં આવ્યો હતો આ મોડેલમાં તેના અમુક સમાન ફિચર્સ જોવા મળી શકે છે.
Vivo નું નવું V50 Elite Edition ભારતમાં 15 મેના રોજ IST બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું, કંપનીએ X પોસ્ટમાં માહિતી સાથેના વિડિયોમાં, આવનારા હેન્ડસેટ તેમજ પાછળના કેમેરા મોડ્યુલની નીચે, પાછળની પેનલ પર "Elite Edition" એમ્બોસ્ડ જોવા મળે છે એ સાથે કેમેરો જોવા જઈએ તો કેમેરા આઇલેન્ડ ગોળાકાર છે, જે બેઝ Vivo V50 ના પીલ-આકારના મોડ્યુલથી થોડુક અલગ હશે.
એ સાથે ફોનની કિંમત જોવા જઈએ તો દરેક સ્ટોરેજ માટે અલગ અલગ રહેશે જેમાં 8GB + 128GB સુધીની સ્ટોરેજ માટે ₹34,999, 8GB + 256GB માટે ₹36,999, 12GB + 512GB માટે ₹40,999 સુધીની રહેશે એ સાથે ફોનમાં અલગ અલગ કલર વિકલ્પો પણ જોવા મળશે જેમકે રોઝ રેડ, સ્ટેરી બ્લુ અને ટાઇટેનિયમ ગ્રે વગેરે
આ V50 Elite વર્ઝનમાં vivo V50 સીરીઝ માં આવેલ મોડેલ ના સમાન વર્ઝન સાથે જોવા મળશે. સુરક્ષા માટે ફોનમાં IP68 અને IP69 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ્સ મળી રહેશે. જેમાં 120Hz સુધીના રિફ્રેશ રેટ જોવા મળશે તેમજ બ્રાઈટનેશ માટે 500 nits પીક લોકલ બ્રાઈટનેસના અને એ સાથે 6.77-ઈંચની પૂર્ણ-HD+ ક્વાડ-વક્ર AMOLED ડિસ્પ્લે જોવા મળે છે. જે Snapdragon 7 Gen 3 SoC તેમજ 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે એ સાથે બેટરીની વાત કરીએ તો 6,000mAh બેટરી, તેમજ Zeiss-બેક્ડ 50-MP નો ડ્યુઅલ રીઅર કૅમેરા યુનિટ અને એ સાથે 50-MP નો સેલ્ફી શૂટર કેમેરા મળી રહેશે.
હેન્ડસેટની વાત કરીએ તો તેમાં Android 15-આધારિત FuntouchOS 15 જોવા મળે છે જે 12GB સુધી LPDDR4X RAM આપશે અને સ્ટોરેજ સપોર્ટ જોવા જઈએ તો 512GB સુધી UFS 2.2 ઓનબોર્ડ નો રહેશે.
જાહેરાત
જાહેરાત