રેમની કિંમત અંગેના ઘણા રમૂજી મીમ્સ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે, પરંતુ મેમરી સપ્લાયની અછતના પરિણામો કંઈ પણ હોઈ શકે છે. એવી પણ એક ચર્ચા છે કે હવે 16GB રેમ ધરાવતા ફોન આવતા જ બંધ થઈ જશે અને પુન: 4GB રેમવાળા બજેટ ફોન પરત આવશે.
આવતા વર્ષે ૧૬ જીબી રેમવાળા ફોન લુપ્ત થઈ જશે અને આપણે ૪ જીબી રેમવાળા બજેટ ફોન પાછા જોવા મળશે.
રેમની કિંમત અંગેના ઘણા રમૂજી મીમ્સ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે, પરંતુ મેમરી સપ્લાયની અછતના પરિણામો કંઈ પણ હોઈ શકે છે. એવી પણ એક ચર્ચા છે કે હવે 16GB રેમ ધરાવતા ફોન આવતા જ બંધ થઈ જશે અને પુન: 4GB રેમવાળા બજેટ ફોન પરત આવશે. આપણે પહેલાથી જ Oppo, Vivo, Samsung જેવા કેટલાક ફ્લેગશિપ સ્માર્ટફોન જોયા છે જેમાં તેમણે પુરોગામીઓની સરખામણીમાં કિંમતોમાં વધારો થયો છે. સેમસંગ ભારતમાં તેના મિડ-રેન્જ લાઇનઅપના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, કિંમતોમાં વધારો એ સમસ્યાનો ઉકેલ નથી. પ્રાઇસ સેન્સિટિવ બજારોમાં, સ્માર્ટફોન ઉત્પાદકો ભાવ વધારાને બદલે ખર્ચ ઘટાડવાનું પસંદ કરશે. આથી, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્ત્રોત માને છે કે હવે 4 GB રેમ ફોન વધુ જોવા મળશે, જ્યારે 16 GB ડિવાઈઝ જોવા દુર્લભ થઈ શકે છે.
આ અંગેના કેટલાંક અહેવાલો પણ આવી રહ્યા છે અને તે 12 GB રેમ ધરાવતા ડિવાઇઝમાં 40% ઘટાડો થશે અને તેનું સ્થાન 6 GB રેમ તેમજ 8 GB રેમ ધરાવતા ફોન લેશે.
આ ઝડપથી વિકસતા ડેટાસેન્ટરોમાંથી હાઇ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સ (HBM) અને GDDR5 DRAM ચિપ્સની વધતી જતી માંગની સીધી અસર છે.
NVIDIA, Google અને Microsoft જેવી મોટી ટેક કંપનીઓ AI માટે જરૂરી હાઇ-બેન્ડવિડ્થ મેમરી (HBM) ચિપ્સ મોટી માત્રામાં ખરીદી રહી છે.
સેમસંગ અને માઇક્રોન જેવા મેમરી ચિપ ઉત્પાદકો તેમના ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો ગ્રાહક-ગ્રેડ રેમ ને બદલે AI-લક્ષી ચિપ્સ (HBM, DDR5) તરફ વાળી રહ્યા છે, જેમાં વધુ નફો મળે છે.
આ પુરવઠાની અછતને કારણે 2025 માં DRAM (રેમ) અને NAND ફ્લેશ (સ્ટોરેજ) ના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને 2026 માં તે વધુ વધવાની ધારણા છે.
જાહેરાત
જાહેરાત