એમેઝોન દ્વારા સોમવારથી દિવાળી સ્પેશિયલ સેલ શરૂ કરાયું છે. આ સેલ દિવાળી સુધી ચાલવાની શક્યતા છે.
Photo Credit: OnePlus
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025: ખરીદદારો એક્સચેન્જ ડીલ્સ અને નો-કોસ્ટ EMI વિકલ્પોનો લાભ મેળવી શકે છે
આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ઈ-કોમર્સ જાયન્ટ દ્વારા ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 સાથે જ સોમવારથી દિવાળી સ્પેશિયલ સેલ શરૂ કરાયું છે. આ સેલ દિવાળી સુધી ચાલવાની શક્યતા છે. સેલમાં તમે OnePlus, Samsung અને Apple જેવી ટોચની બ્રાન્ડના સ્માર્ટફોન 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. તેમાં નવા સ્માર્ટફોન તેમજ લોકપ્રિય બંનેમાં ઓફર ચાલી રહી છે. તમારે જો તમારા ફોનમાં અપગ્રેડ જોઈતું હોય તો આ શ્રેષ્ઠ સમય છે. Appleનો iPhone 15 જેની કિંમત રૂ. 69,900 છે તે આ ડિસ્કાઉન્ટ હેઠળ રૂ. 47,499 માં ઓફર કરવામાં આવે છે.SBI ક્રેડિટ કાર્ડ ધારકો વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, ગ્રાહક આ સાથે એક્સચેન્જ ડીલ્સ, નો-કોસ્ટ EMI વિકલ્પો અને એમેઝોન પે ઑફર્સનો લાભ લઈ શકે છે.મિડરેન્જ સેમસંગ ગેલેક્સી A56 5G એમેઝોન પર હાલમાં રૂ. 40,999 માં મળી રહ્યો છે. જેની મૂળ કિંમત રૂ. 52,999 છે. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર પણ વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે.
આજે એમ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025માં રૂ. 50,000 થી ઓછી કિંમતના સ્માર્ટફોન પર ચાલી રહેલી ઓફર્સ રજૂ કરી છે. જેમાં, સેલ હેઠળ
OnePlus 13s જેની કિંમત રૂ. 57,999 છે તે હાલમાં રૂ. 47,999 માં ખરીદી કરી શકાશે iPhone 15 ની કિંમત રૂ. 69,900 છે તે ડિસ્કાઉન્ટેડ ભાવે રૂ. 47,499માં મળી રહ્યો છે. iQOO Neo 10 તેનો ભાવ રૂ. 40,999 થઈ ઘટાડીને રૂ. 33,998 કરાયો છે. Samsung Galaxy A56 5G જેનો ભાવ રૂ. 52,999 છે તે હાલમાં સેલમાં રૂ. 40,999માં ખરીદી શકાશે. Realme GT 7 રૂ. 48,999 ને સ્થાને રૂ. 39,998 માં,
Vivo V50e 5G જેની કિંમત રૂ. 35,999 છે તે ડિસ્કાઉન્ટેડ ભાવે રૂ. 28,999માં મળશે. OnePlus 13R જેનો ભાવ રૂ. 44,999 છે તે હાલમાં રૂ. 35,999માં લઈ શકાશે. સેલમાં લેપટોપ, પીસી, ફ્રીજ, ટીવી સહિતની ઈલેક્ટ્રોનિક્સની આઈટમ સેલમાં તમે ઘણા ઓછા ભાવે ખરીદી શકો છો. અગાઉ અમે તમારી સમક્ષ ડબલ-ડોર રેફ્રિજરેટર, એર કન્ડીશનર અને રોબોટિક વેક્યુમ ક્લીનર્સ પર ચાલી રહેલી ઓફર્સની જાણકારી આપી છે. આ ઉપરાંત તીસ હજારથી ઓછી કિંમતના સમાર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ છે.
જાહેરાત
જાહેરાત