Photo Credit: Lava
લાવા યુવા 4 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન 50-મેગાપિક્સલના મુખ્ય કેમેરા અને 8-મેગાપિક્સલના સેલ્ફી શૂટર સાથે આવે છે. 6.56-ઈંચની HD+ સ્ક્રીન સાથે 90Hz રિફ્રેશ રેટ ધરાવતો આ ફોન યૂનિસોક T606 પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં 5,000mAhની શક્તિશાળી બેટરી છે, જે 10W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોન બે સ્ટોરેજ ઓપ્શનમાં ઉપલબ્ધ છે: 4GB RAM + 64GB અને 4GB RAM + 128GB. Android 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લાવા યુવા 4 યુઝર્સને ઝડપી અને મસબૂત પરફોર્મન્સની ખાતરી આપે છે.
લાવા યુવા 4 ની કિંમત 6,999 રૂપિયા (4GB + 64GB) છે, જ્યારે 4GB + 128GB વેરિઅન્ટ માટે કિંમત 7,499 રૂપિયા છે. આ સ્માર્ટફોન ત્રણ કલર ઓપ્શનમાં આવે છે: ગ્લોસિ બ્લેક, ગ્લોસિ પર્પલ અને ગ્લોસિ વ્હાઇટ. આ ડિવાઇસ હાલમાં માત્ર ઓફલાઇન રિટેલર્સ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે. લાવા કંપનીના જણાવ્યા અનુસાર, તેઓ ગ્રાહકોને ખાસ રિટેલ અનુભવ અને સકારાત્મક વેચાણ પછીની સેવા પૂરી પાડવા માટે “રિટેલ-ફર્સ્ટ સ્ટ્રેટેજી” પર કામ કરી રહ્યા છે.
લાવા યુવા 4માં 6.56-ઈંચની HD+ ડિસ્પ્લે છે, જે પરફેક્ટ વિઝ્યુઅલ અનુભવ આપે છે. પ્રોસેસિંગ માટે તેમાં યૂનિસોક T606 ચિપસેટનો ઉપયોગ કરાયો છે. ફોટોગ્રાફી માટે, આ ફોન 50-મેગાપિક્સલ પ્રાઈમરી રિયર કેમેરા અને 8-મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપે છે. ફોનની ડિઝાઇનમાં ગ્લોસિ બેક ફિનિશ છે, જે તેને આકર્ષક લુક આપે છે. સિક્યોરિટી માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઉમેરવામાં આવ્યું છે.
આ ફોનને વધુ સારો બનાવતા ફીચર્સમાં 5000mAh બેટરીનો સમાવેશ થાય છે, જે લાંબા સમય સુધી ચાલે છે. લાવા યુવા 4 સાથે એક વર્ષની વોરંટી અને ફ્રી હોમ સર્વિસિંગ પણ મળે છે.
જાહેરાત
જાહેરાત