32MPના ફ્રન્ટ કેમેરા સાથે ભારતમાં આવૈ શકે છે motoનો નવો ફોન

32MPના ફ્રન્ટ કેમેરા સાથે ભારતમાં આવૈ શકે છે motoનો નવો ફોન

Photo Credit: Motorola

મોટો જી પાવર 5G (2025) (ચિત્રમાં) જાન્યુઆરીમાં યુએસમાં રજૂ કરવામાં આવ્યું હતું

હાઇલાઇટ્સ
  • Moto G86 Power 5Gમાં 50MPના કેમેરા સાથે Sony Lytia 600 સેન્સર મળી શકે છે
  • એન્ડ્રોઇડ 15 આધારિત હેલો UI સાથે આવી શકે છે ડિવાઇસ
  • Moto G86 Power 5G 33W ટર્બોપાવર ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે
જાહેરાત

Moto કંપનીનું નવું મોડેલ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે જે છે Moto G86 Power 5G. હાલમાં મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પર આ મોડલના પ્રમોશન માટે તસવીરો મૂકવામાં આવી છે. એ સાથે ફોનમાં ચિપસેટ, કેમેરા, ડિસ્પ્લે, બેટરી અને ચાર્જિંગ સ્પષ્ટીકરણો સહિત તેની ઘણી મુખ્ય સુવિધાઓ જોવા મળશે એવી પણ માહિતી સામે આવી રહી છે Motorola એ આ જાન્યુઆરી મહિના દરમિયાન Moto G Power 5G (2025) મોડેલ સાથે Moto G 5G (2025) મોડેલ રજૂ કર્યું હતું.જાણો Moto G86 Power 5G ની ડીઝાઈન તેમજ તેના ફિચર્સ ,હાલમાં મળેલ માહિતીમાં Moto G86 Power 5Gની વાયરલ તસવીરોમાં તેનું હેન્ડસેટ ચાર રંગમાં જોવા મળે છે. જેમાં ક્રાયસન્થેમમ (આછો લાલ), કોસ્મિક સ્કાય (લવંડર), ગોલ્ડન સાયપ્રસ (ઓલિવ લીલો), અને સ્પેલબાઉન્ડ (વાદળી રાખોડી) રંગોનો સમાવેશ થાય છે. એ સાથે તેમાં ઇકો લેધર બેક પેનલ આપવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે લવંડર ઓપ્શનમાં ફિનીશિંગ કોઈ ફેબ્રિક જેવું લાગે છે. ડિવાઇસના બે અન્ય વેરિયન્ટ્સ માટે પાછળનુંપેનલપણ અલગ આપવામાં આવ્યું છે.

ફોનની પાછળની પેનલમાં સ્લીમલેસ, સહેજ ઊંચા લંબચોરસ સાઈઝના રીયર કેમેરા બંપ જોવા મળશે. વોલ્યુમ રોકારની સાથે પાવર બાતન જમણી બાજુએ મૂકવામાં આવ્યા છે. જ્યારે ડિવાઇસના ટોપઉપર “ડોલ્બી એટમોસ” બ્રાન્ડિંગ દર્શાવવામાં આવ્યું છે.

Moto G86 Power 5Gના ફીચર્સ

રિપોર્ટ્સ દ્વાર વધુમાં જાણવા મળ્યું છે કે, ફોનમાં 2712x1220નું પિક્સેલસ રિઝોલ્યૂશન, 120Hzનો રિફ્રેશ રેટ અને કોર્નિંગના ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે 6.67 ઇંચની પોલેડ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. સાથે એવું કહેવાય છે કે તેમ મીડિયાટેક ડાયમેન્સિટી 7300 SoC અને 8GB કે 12GB રેમ આપવામાં આવી હોય શકે છે. જ્યારે 128GB અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ હોય શકે છે. જે એન્ડ્રોઇડ 15 આધારિત હેલ્લો UI પર કાર્યરત રહેશે.

તાજેતરમાં જ લીક થયેલી વિગતો અનુસાર ડિવાઇસમાં f/1.88 એપરચર અને OIS સપોર્ટ સાથેનો 50MP નો કેમેરા આપવામાં આવી શકે છે જે Sony Lytia 600 પ્રાઇમરી સેન્સર સાથે આવી શકે છે. જેની સાથો સાથ f/2.2 એપરચર સાથે 8MP નો મેક્રો કેમેરો આવી શકે છે. આ ઉપરાંત હેન્ડસેટના આગળના ભાગમાં f/2.2 એપરચર સાથેનો 32MPનો ફ્રન્ટ કેમેરો આપને મળી શકે છે. ફોનના બેઝ વેરિયંટમાં પ સેમ સુવિધાઓ હોય શકે છે જેની વિગતો તાજેતરમાં જ લીક થઈ હતી.

સોર્સનું માનીએ તો ડિવાઇસની અંદર 6270mAhની બેટરી આપવામાં આવી છે જે 33Wના ટર્બોપાવર ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. જેનું કદ 61.21 x 74.74 x 8.65mm અને વજન લગભગ 198g હોઈ શકે છે. પાણી અને ડસ્ટથી સુરક્ષિત રાખવા ડિવાઇસમાં IP68 અને IP69નું રેટિંગ આપવામાં આવ્યું છે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »