Photo Credit: Realme
Realme C75 5G લિલી વ્હાઇટ, મિડનાઇટ લિલી અને પર્પલ બ્લોસમ શેડ્સમાં આવે છે
ભારતમાં Realme કંપની દ્વારા હાલમાં જ C75 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ પર કાર્યરત છે. ડિવાઇસ 6GB સુધીની RAM અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં 45Wના વાયર્ડ ચાર્જિંગ સાથે 5Wનું રિવર્સ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં આપને 6000mAhની બેટરી આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં આપને 32MPનો ડ્યુઅલ રીયર કેમેરો અને 8MPબો ફ્રન્ટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યું છે. ફોનને ડસ્ટ અને પાણીથી રક્ષણ આપવા માટે IP64 રેટિંગ અને શોકથી રક્ષણ આપવા માટે મિલીટરી gres MIL-STD 810H પ્રમાણપત્ર છે. ફોન એન્ડ્રોઇડ 15 આધારિત Realme UI 6 પર કાર્યરત છે.
ભારતમાં Realme C75 5Gના કિંમતની વાત કરીએ તો 4GB + 128GBના વેરિયન્ટ માટે 12,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 6GB + 128GB મેમરીવાળા વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. હાલ ડિવાઇસ ફ્લિપકાર્ટ, રિયલમી ઈન્ડિયા ઈ-સ્ટોર અને કેટલાક ઑફલાઇન રિટેલ સ્ટોર્સમાંથી ફોનની ખરીદી થઈ શકશે. સ્માર્ટફોન વિલી વ્હાઇટ, મિડનાઇટ લીલી એ પર્પલ બ્લોસમ કલર્સમાં માર્કેટમાં આવશે.
ફોનમાં આપને ડ્યુઅલ સીમ આપવામાં આવ્યા છે. જેમાં 6.67 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 120Hzના રિફ્રેશ રેટ સાથે આવશે જેની સાથે 180Hzનું ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે સાથે 625nitsની પિક બ્રાઇટનેસ આપવામાં આવી છે.
કેમેરાની વાત કરીએ તો તેમાં 32 MPના GalaxyCore GC32E2 પ્રાથમિક સેન્સર અમે ક્લિયર સેકન્ડરી સેન્સર સાથે ઓટો ફોકસ અને /1.8 અપર્ચર સાથેના કેમેરા સાથે આવશે. ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપાવામાં આવ્યો છે. સાથે જ તેમ AI આધારિત ઇમેજિંગ અને એડિટિંગ ટૂલ્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
ડિવાઇસમાં આપને 6000mAhની બેટરી આપવામાં આવી છે જે 45Wના વાયર્ડ અને 5Wના રિવર્સ ચાર્જિંગના સપોર્ટ સાથે આવશે. હેન્ડસેટ ડસ્ટ અને પાણીથી સુરક્ષા આપવા માટે IP64નું રેટિંગ આપવામાં આવ્યું છે. તેમ MIL-STD 810H મિલીટરી ગ્રેડ શોક પ્રૂફનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે તેમ સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, WiFi, બ્લૂટૂથ 5.3, GPS, GLONASSથી લઈને USB TypeC પોર્ટ આપવામાં આવ્યા છે. ફોનનાઈ સાઇઝની વાત કરીએ તો તે ૧૬૫.૭૦×૭૬.૨૨×૭.૯૪ મીમીની છે જ્યારે વજન લગભગ 190ગ્રામ જેટલું છે.
જાહેરાત
જાહેરાત