Photo Credit: Honor
Honor 400 એ ચીન-વિશિષ્ટ Honor 300 નું કથિત અનુગામી છે
ટૂંક સમયમાં લોન્ચ થશે Honor 400 લોન્ચ જે Honor 400 Lite તેમજ તેના Pro મોડેલ સાથે જોડાશે જેમાં થોડું અપગ્રેડેશન જોવા મળશે માહિતી મુજબ જાણવા મળ્યું છે કે Honor 400 6.55-ઇંચ 120Hz તેમજ AMOLED સ્ક્રીન સાથે આવશે અને ચિપસેટ જોવા જઈએ તો તે સ્નેપડ્રેગન 7 Gen 3 હશે અને 200-મેગાપિક્સલનું મુખ્ય સેન્સર જે ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે આવી શકે છે.ચાલો જાણીએ Honor 400 કિંમત અને તેના ફિચર્સ,Honor 400 ની અંદાજિત કિંમત જોવા જઈએ તો દરેક સ્ટોરેજ મુજબ અલગ અલગ હોય શકે છે જેમાં 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે EUR 499 (આશરે રૂ. 47,700) હોઈ શકે છે જેમાં 256GB કન્ફિગરેશન મળી રહેશે જેની કિંમત હજુ સુધી જાણવા મળી નથી. આ મોબાઈલ ફોન કાળા તેમજ સોના/ગ્રે રંગમાં જોવા મળશે. જાણકારી મુજબ હેન્ડસેટની કિંમત એમ પણ 8GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે EUR 468.89 (આશરે રૂ. 45,000)સુધીની હશે. ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ જે f/1.9 અપર્ચર તેમજ 200MP નો મુખ્ય કેમેરા જે 112-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે જોવા મળશે અને 12-MPનો અલ્ટ્રા-વાઇડ-એંગલ શૂટર આવશે જેની મદદથી સેલ્ફી,વિડીયો કોલ કરી શકાશે. અને f/2.0 અપર્ચર તેમજ 50-MPનો આવશે ફ્રન્ટ કેમેરા.
Honor 400 માં માં 2.63GHz સુધીનું ઓક્ટા-કોર સ્નેપડ્રેગન અને ચિપસેટ જોઈએ તો એ 7 Gen 3 ની હશે એ સાથે તેમાં 8GB RAM અને 512GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ પણ મળી રહેશે જે એન્ડ્રોઇડ 15 પર આધારિત MagicOS 9.0 સાથે આવશે. રિફ્રેશ રેટ જોવા જઈએ તો 120Hz સુધીનો છે અને 5,000 nits પીક સાથે બ્રાઇટનેસ મળી રહેશે.
સ્ક્રીન વિકશે જોઈએ તો 6.55-ઇંચની વિવિડ AMOLED સ્ક્રીન મળશે એ સાથે પેનલમાં ફ્રન્ટ કેમેરા માટે હોલ-પંચ કટઆઉટ મળશે જે 156.5 X 74.6 X 7.3mm કદ હશે અને તેનું વજન અંદાજિત 184g સુધીનું હોય શકે છે.
આધુનિક યુગમાં AI ખૂબ જ પર પ્રચલિત છે જે આ Honor 400માં મળી રહેશે જેમાં Google ના Circle to Search, Gemini, AI Summary, AI Superzoom, AI Portrait Snap, AI Eraser જેવા અનેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધા સપોર્ટ મળશે જેનાથી જીવન ઘણું સરળ થઈ જશે.
Honor 400 66W સુપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,300mAh બેટરીમળી રહેશે. ફોન ધૂળ અને પાણીના પ્રવેશ સામે IP65-રેટેડ બિલ્ડ સાથે રક્ષણ આપશે.
જાહેરાત
જાહેરાત