Photo Credit: Motorola
મોટોરોલા રેઝર 60 અલ્ટ્રાનું ગ્લોબલ વેરિઅન્ટ એન્ડ્રોઇડ 15-આધારિત હેલો UI પર ચાલે છે
ટુંકસમયમાં ભારતમાં લોન્ચ થશે Motorolaનું એક નવું વર્ઝન Motorola Razr 60 Ultra. જેની જાહેરાત lenovo બ્રાન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર કરી. માહિતી મુજ્બ જાણવા મળ્યું છે કે 24 એપ્રિલ ના રોજ ક્લેમશેલ-સ્ટાઇલ ફોલ્ડેબલ ફોન Razr 50 Ultra વૈશ્વિક બજારોમાં લોન્ચ થયેલા જેમાં ફિચર્સ જોઈએ તો ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ, 50-મેગાપિક્સલ ડ્યુઅલ રીઅર કેમેરા આવેલ હતા એ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સપોર્ટ પણ છે. આ હેન્ડસેટના ભારતીય વેરિઅન્ટમાં પણ સમાન ઇન્ટરનલ ફીચર્સ જોવા મળી શકે છે એવી ધારણા કરવામાં આવી છે.
Motorola Razr 60 Ultraના કલર વિકલ્પોની વાત કરીએ તો તેમાં લાલ,લીલા અને લાકડાના થીમ જેવા કલરના વિકલ્પો જોવા મળી શકે છે. એ સાથે Razr 60 Ultra ના વૈશ્વિક વેરિઅન્ટ જોવા જઈએ તો તેમાં Pantone Rio Red, Pantone Scarab, Pantone Mountain Trail અને Pantone Cabaret કલર જોવા મળશે.ફોનનું પ્રોસેસર ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 એલીટ દ્વારા ચાલશે જેમાં 16GB સુધી LPDDR5X રેમ જોવા મળશે એ સાથે 512GB સુધી UFS 4.1 સ્ટોરેજ પણ આવશે. માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે ક્લેમશેલ-શૈલીના ફોલ્ડેબલ ફોનમાં સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ આવેલી છે. આ ફોનમાં આધુનિક યુગનું AI ફીચર્સ પણ જોવા મળશે જે કંપનીના ઇન-હાઉસ AI સ્યુટમાં આવશે. હાલમાં જોવા જઈએ આ ફોનમાં લિસ્ટ સ્ટુડિયો, ઇમેજ સ્ટુડિયો અને લુક એન્ડ ટોક જેવી નવી અનેક સુવિધાઓ પણ જોવા મળશે.
Motorola Razr 60 Ultra એ 68W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે અને તેમ 30W નો વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ પણ મળી રહેશે બેટરી જોવા જઈએ તો 4,700mAh સુધીની બેટરી ક્ષમતા મળી રહેશે. ઓપ્ટિક્સ માટે આ મોબાઈલ ફોન 60 અલ્ટ્રા ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે આવશે જેમાં f/1.8 એપરચર, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને 50-mp નો પ્રાથમિક કેમેરા અને f/2.0 એપરચર સાથે 50-mp નો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ જોવા મળશે. ફોનમાં આંતરિક સ્ક્રીન પર f/2.0 એપરચર સાથે 50-mp નો ફ્રન્ટ કેમેરા જોવા મળશે જે સેલ્ફી અને વિડીયો કોલ માટે ઉપયોગી થશે.
Motorola Razr 60 Ultraની ડિસ્પ્લે જોવા જઈએ તો અલ્ટ્રામાં 7-ઇંચ જે 1.5K (1,224 x 2,992 પિક્સેલ્સ) સાથે આવશે અને પોલેડ LTPO આંતરિક ડિસ્પ્લે છે જે 165Hz રિફ્રેશ રેટ સાથે જોવા મળશે અને પીક બ્રાઇટનેસ જોવા જઈએ તો 4,000 nits સાથે 4-ઇંચ (1,272 x 1,080 પિક્સેલ્સ)પોલેડ LTPO કવર સ્ક્રીન જોવા મળશે. સ્ક્રીનમાં પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ પણ આવશે જે સિરામિક દ્વારા રક્ષણ આપશે.
જાહેરાત
જાહેરાત