Photo Credit: AI+
AI+ Nova 5G માં Unisoc T8200 ચિપસેટ હોવાની અપેક્ષા છે
AI+ Nova 5G, Pulse સ્માર્ટ ફોન ભારતમાં 8 જુલાઈએ લોન્ચ થવાના છે તેવી માહિતી મળી રહી છે. આ ફોન Unisoc T7250 chipset થી ચાલશે તેવી ધારણા છે. AI+ સ્માર્ટફોન બ્રાન્ડની માલિકી NxtQuantum Shift Technologiesના ઓનર માધવ શેઠ ધરાવે છે, જે આગામી સપ્તાહે તેના ફોન ભારતમાં લોન્ચ કરશે. પ્રથમ બે મોડેલ AI+ Pulse અને Nova 5G ફ્લિપકાર્ટ પર મળી રહેશે. ફ્લિપકાર્ટ અને AI+ દ્વારા લોન્ચ અગાઉ ફોનની ડિઝાઇન અને સ્પેસિફિકેશન અંગેનું ટીઝર પણ બહાર પાડ્યું છે. Nova 5G અને Pulse સ્માર્ટફોનમાં 5,000 mAh battery અને 50-megapixel રેર કેમેરા યુનિટ આપવામાં આવ્યું છે. The AI+ Nova 5G માં Unisoc T8200 chipset દ્વારા તેની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો છે. AI+એ આ લોન્ચની જાહેરાત X હેન્ડલ દ્વારા કરી છે. આઠ જુલાઈએ બપોરે 12.30 વાગે AI+ Pulse અને Nova 5G લોન્ચ કરાશે. આ ફોનની કિંમત રૂ. 5000થી શરુ થશે અને તે ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિન્ટ્સ અને શોપસી હેઠળ વેચવામાં આવશે.
આગામી સપ્તાહે આવી રહેલા AI+ના સ્માર્ટફોન અંગે ફ્લિપકાર્ટે એક સમર્પિત વેબપેજ બનાવ્યું છે અને તેમાં દર્શાવેલા ટીઝર પર નજર રાખીએ તો, Pulse અને Nova 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી રેર કેમેરા, 1TB સુધી વધારી શકાય તેટલો સ્ટોરેજ અને 5,000mAh બેટરી આપવામાં આવી છે. દર્શાવ્યા પ્રમાણે નોવા 5G બ્લેક, બ્લુ, ગ્રીન, પિન્ક, અને પર્પલમાં મળશે.
AI+ Pulse અને Nova 5Gમાં સિંગલ ફ્લેશ સાથે ડ્યુઅલ રેર કેમેરાની સગવડ છે. જ્યારે, ફ્રન્ટમાં આપણે વોટરડ્રોપની સ્ટાઈલ સેલ્ફી કેમેરા જોઈ શકીએ છીએ. કંપની દ્વારા આ ફોનની. હજુ વધુ વિગતો બહાર પાડી નથી. જો કે, દેબાયન રોય(@Gadgetsdata) ના કહેવા પ્રમાણે Nova 5માં 6nm Unisoc T8200 ચિપસેટ આપવામાં આવી છે જયારે, Pulse 4Gમાં, 12nm Unisoc T7250 ચિપસેટ હોઈ શકે છે.
NxtQuantum Shift Technologies એ મે મહિનામાં AI+ બ્રાન્ડ લોકો સમક્ષ રજુ કરી હતી. AI+ સ્માર્ટફોનનું ઉત્પાદન, તેની ડિઝાઇન અને એન્જીનીયરીંગ સંપૂર્ણપણે ભારતીય હોવાનો દાવો કરવામાં આવે છે. માધવ શેઠ અગાઉ રીઅલમી ઇન્ડિયાનાં સીઈઓ તરીકે પણ કામગીરી બજાવી ચુક્યા છે.
જાહેરાત
જાહેરાત