Photo Credit: Vivo
Vivo X200 Pro એ ભારતમાં કંપનીનો વર્તમાન ફ્લેગશિપ સ્માર્ટફોન છે
Vivoમાં નવો ઉમેરો થવા જઈ રહ્યો છે Vivo X200 FE થશે ટૂંક સમયમાં લોન્ચ. માહિતી મુજબ જાણવા મડયું છે કે આ ફોન 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે જે 1.5K OLED સ્ક્રીન સાથે જોવા મળશે. ફોનની સુરક્ષા માટે મોબાઈલ ફોનમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આવશે અને હેન્ડસેટ ડાયમેન્સિટી 9300+ ચિપસેટનો ઉપયોગ કરે તેવું બની શકે છે જેમાં ના બિન-બનાવેલા સંસ્કરણનો ઉપયોગ થાય એવી શક્યતાઓ છે. Vivo X200 FE ના બે Stock keeping unit માં લોન્ચ થશે તેવી શક્યતાઓ છે.
શક્યતાઓ મુજબ આ જુલાઈમાં લોન્ચ થશે એ સાથે આ ફોનમાં બે પ્રકારના કલર ઓપ્શન્સ પણ જોવા મળશે. કયા કયા કલરમાં મળી રહેશે આ ફોન તે અંગેની માહિતી હજુ સુધી ધ્યાનમાં આવી રહી નથી.Vivo X200 FE ની અંદાજિત કિંમત ભારતમાં જોવા જઈએ તો 50,000 થી 60,000 રૂપિયા સુધીની હોય શકે છે.
Vivo X200 FEમાં ઓપ્ટિક્સ માટેની વાત કરીએ તો તેમાં હેન્ડસેટ Zeiss-બ્રાન્ડેડ આવેલ છે જે ટ્રિપલ રીઅર કેમેરા યુનિટસાથે આવશે એવી શક્યતાઓ છે સેન્સર જોવા જઈએ તો 50-MP નો કેમેરા આવશે જેમાં Sony IMX921 પ્રાથમિક સેન્સર જોવા મળશે અને 8-MP નો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ જોવા મળશે અને 50-MP સુધીનો Sony IMX882 3x ટેલિફોટો સેન્સર પણ જોવા મળશે જેની સાથે તેમ સેલ્ફી અને વિડીયો કોલ માટે 50-MPનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા જોવા મળશે.
Vivo X200 FEની ડિસ્પ્લે જોવા જઈએ તો તે 120Hz રિફ્રેશ રેટ સાથે 6.31-ઇંચની LTPO OLED સ્ક્રીન હોવાની જાણકારી મળી રહી છે.ફોનમાં અંડર-ડિસ્પ્લેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આવેલ છે તે સાથે આ ફોન ધૂળ અને પાણીથી રક્ષણ આપશે જેની રેટિંગ IP68 + IP69 સુધીની છે. મોબાઇલ ફોનનું વજન જોવા જઈએ તેનું અંદાજિત વજન 200 ગ્રામ સુધીનું હશે. Vivo જણાવે છે કે તેનો આ ફોન હેન્ડસેટ સાથે ત્રણ વર્ષનો OS અને ચાર વર્ષનો સુરક્ષાની અપડેટ્સ આપશે. તે સાથે એવી પણ માહિતી મળી રહી છે કે આ ફોનમાં ચાર્જિંગ માટે 90W સુધીનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે જે 6,500mAh બેટરી પેક સાથે આવશે.
ફોનની ચિપસેટ MediaTek Dimensity 9300+ સાથે જોવા મળશે અને તેના પાવર માટે મદદ કરશે. ચીની OEM દ્વારા એવી શક્યતાઓ છે જેનાથી અઘોષિત બિન-બનાવેલા સંસ્કરણ જોવા મળશે જેની ડાયમેન્સિટી 9400e રહેશે એ સાથે આ ફોનમાં આધુનિક યુગને આવરી લે તેવી કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI ની સુવિધાઓ પૂરી પાડશે જેનાથી AI મોસમી પોટ્રેટની સુવિધા ચીન માટે વિશિષ્ટ કામ કરી રહી છે.
જાહેરાત
જાહેરાત