Photo Credit: Alcatel
અલ્કાટેલ V3 પ્રો 5G કાળા અને લીલા રંગમાં આવવાની ટીઝ કરવામાં આવી છે
Alcatel V3 5G સિરીઝ ભારતમાં 27 મે તારીખના રોજ લોન્ચ થવા જઈ રહી છે. Alcatel V3 Ultra 5G મોડેલ લાઇનઅપના ભાગ રૂપે આવશે તેનું કન્ફર્મેશન મળ્યું છે. હવે, TCL કોમ્યુનિકેશન દ્વારા સંચાલિત ફ્રેન્ચ મોબાઇલ બ્રાન્ડે ઓફિશિયલી Alcatel V3 Pro 5G અને V3 ક્લાસિક 5G વેરિઅન્ટ્સનું શો અપ રાખ્યું છે. આવનારા સ્માર્ટફોન્સની ડિઝાઇન, કલર્સ અને મેન ફીચર્સ તેમના લોન્ચ પહેલા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ડીવાઈસ માત્ર ફ્લિપકાર્ટ દ્વારા દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ કરાશે.Alcatel V3 Pro 5G, V3 ક્લાસિક 5G કરાયા જાહેર,ફ્લિપકાર્ટ એપ પર લાઇવ માઇક્રોસાઇટમાં કંપની દ્વારા જાહેર કરાયું કે Alcatel V3 Pro 5G બ્લેક અને ગ્રીન કલરમાં આવશે. જ્યારે હેન્ડસેટમાં TCL ની માલિકીની NXTPAPER ટેકનોલોજી સાથે 6.7-ઇંચ ડિસ્પ્લે આવશે જે 120Hzના રીફ્રેશ રેટની હશે. જે સામાન્ય રીતે રેગ્યુલર, ઇન્ક પેપર, મેક્સ ઇન્ક અને કલર પેપર મોડ્સને સપોર્ટ કરી શકશે.
Alcatel દ્વારા કન્ફર્મેશન અપાયું છે કે V3 Pro 5Gની ડિસ્પ્લે લાઈટ સ્કાઈ બ્લ્યુ અને એન્ટી ગ્લેર સુવિધાઓ જેવી આઈ પ્રોટેક્શનને સપોર્ટ કરશે. તે અનુકૂલનશીલ કલર ટેમ્પ્રેચર અને બ્રાઇટનેસ તેમજ નાઇટ લાઇટ મોડ સાથે આવશે.
Alcatel V3 ક્લાસિક 5G વ્હાઈટ શેડમાં આવી શકે છે. જેમાં NXTPAPER ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hzના રિફ્રેશ રેટ સાથે આવશે તેમજ તેમાં “સેમ કલર અને શાર્પ કોન્ટ્રાસ્ટ”નો સપોર્ટ હશે. હેન્ડસેટમાં 5,200mAh બેટરી આપવામાં આવી છે જે 18W ચાર્જિંગ સાથે આવશે. જે મીડિયાટેક ડાયમેન્સિટી 6300 SoC પર કાર્યરત હશે.
ઓપ્ટિક્સ માટે તેમાં 50MPનો પ્રાથમિક રીઅર કેમેરા અને 8MPનો સેલ્ફી કેમેરો મળશે. જે બંને ફોન બોક્સમાં ચાર્જર અને પ્રોટેક્શન કવર સાથે આવશે.
Alcatel V3 અલ્ટ્રા 5G શેમ્પેન ગોલ્ડ, હાઇપર બ્લુ અને ઓશન ગ્રે કલર્સમાં આવે તેનું કન્ફર્મેશન મળ્યું છે. ડીવાઈસનું પ્રો અને ક્લાસિક વેરિઅન્ટ્સની જેમ અલ્ટ્રા વર્ઝનમાં પણ NXTPAPER ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જેમાં 6.8 ઇંચની ફુલ HD+ સ્ક્રીન હશે અને જેના મેક્સ ઇન્ક મોડમાં ફોન માત્ર એક જ ચાર્જ પર સાત દિવસ સુધી ચાલશે તેવો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.
કેમેરાની વાત કરીએ તો તેમાં Alcatel V3 અલ્ટ્રા 5G માં 108MPનો પ્રાથમિક રીઅર સેન્સર, 8MP અને 2મો કેમેરા સેન્સર છે. ફોન 8GB RAM અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજને સપોર્ટ સાથે આવશે. જેમાં 5,010mAh બેટરી હશે જે 33Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનમાં DTS X સાઉન્ડ સાથે ડ્યુઅલ સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ડીવાઈસમાં ફિઝિકલ સિમ સાથે eSIM માટેનો સપોર્ટ હોવાનું કન્ફર્મેશન મળ્યું છે. ચાર્જર અને પ્રોટેક્શન કવર સહિત અલ્ટ્રા વેરિઅન્ટ સ્ટાયલસ સાથે બજારમાં આવશે.
Alcatel V3 5G સિરીઝ ભારતમાં 27 મે તારીખના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે અને જે ફક્ત ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી થઈ શકશે.
જાહેરાત
જાહેરાત