50MP કેમેરા અને Snapdragon 8 Elite સાથેનો OnePlus 13s ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ

Amazon Prime Day Saleનું આજે અંતિમ દિવસ છે

50MP કેમેરા અને Snapdragon 8 Elite સાથેનો OnePlus 13s ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ

Photo Credit: OnePlus

OnePlus 13sમાં 50 મેગાપિક્સલ કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • Amazon Prime Day Saleનો આજે અંતિમ દિવસ છે
  • OnePlus 13sમાં 6.32 ઇંચની LTPO ડિસ્પ્લે
  • OnePlus 13sનો 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ Amazon પર રૂપિયા 49,999મા
જાહેરાત

Amazon Prime Day Saleનો આજે અંતિમ દિવસ છે અને સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે . જો તમે OnePlusનો મિડ - રેન્જ સ્માર્ટફોન OnePlus 13s ખરીદવાનું વિચારી રહ્યા છો , તો આ સારો મોકો બની શકે છે . 50MP કેમેરા , શક્તિશાળી Snapdragon પ્રોસેસર અને 5,850mAh બેટરી જેવા ફીચર્સ ધરાવતો આ સ્માર્ટફોન હાલમાં Amazon પર લોન્ચ કિંમત કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે . ચાલો જાણીએ તેના પર મળતી ઓફર્સ , અસરકારક કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે .

OnePlus 13sની કિંમત અને ઓફર્સ :

OnePlus 13s નો 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ Amazon પર રૂપિયા 49,999માં લિસ્ટેડ છે . જો ગ્રાહકો Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરે તો તેમને 5 ટકા સુધીનું કેશબેક મળી શકે છે , જેના કારણે અસરકારક કિંમત વધુ ઘટી શકે છે . આ સ્માર્ટફોન ગયા વર્ષે જૂનમાં રૂપિયા 54,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે હાલ તે લોન્ચ કિંમત કરતાં અંદાજે રૂપિયા 5,000 સસ્તો મળી રહ્યો છે .


OnePlus 13sના  ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

OnePlus 13sમાં 6.32 ઇંચની LTPO ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2640x1216 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . પરફોર્મન્સ માટે તેમાં Qualcomm Snapdragon 8 Elite ઓક્ટા - કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે . આ સ્માર્ટફોન Android 15 આધારિત OxygenOS 15 પર કાર્ય કરે છે .

પાવર માટે તેમાં 5,850mAhની બેટરી આપવામાં આવી છે , જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે . ફોનની લંબાઈ 150.8mm , પહોળાઈ 71.7mm , જાડાઈ 8.2mm છે અને તેનું વજન 185 ગ્રામ છે .

ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં ડયુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા ( f /1.8 )અને 50MPનો ટેલિફોટો કેમેરા ( f /2.0 ) સામેલ છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા ( f /2.0 ) આપવામાં આવ્યો છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 50MP કેમેરા અને Snapdragon 8 Elite સાથેનો OnePlus 13s ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ
  2. Samsung થી Xiaomi સુધીના 43 ઇંચ સ્માર્ટ ટીવી સસ્તા , જાણો બેસ્ટ ડીલ્સ
  3. Prime Day સેલમાં OnePlus Pad 2 લોન્ચ કિંમત કરતાં લગભગ રૂપિયા 11 હજાર સસ્તું
  4. Realme થી OnePlus સુધી, Prime Day સેલમાં રૂપિયા 40 હજારની અંદરના ફોન પર મોટી બચત
  5. પાવર બેંકથી મિની કૂલર સુધી , Prime Day સેલમાં બજેટ ગેજેટ્સ ખરીદવાની તક
  6. Prime Day સેલમાં Xiaomi 17 Ultra થી Redmi A7 સુધી ફોન થયા સસ્તા
  7. AI અને 4G સાથે આવ્યા Nokia ના નવા ફીચર ફોન , વોઇસ કમાન્ડથી થશે અનેક કામ
  8. Prime Day Sale શરૂ : બેંક ઓફર અને કેશબેક સાથે આ 5 સ્માર્ટફોન પર મોટી બચત
  9. iPhone 17 Pro ખરીદવાની સુવર્ણ તક ! Flipkart GOAT Saleમાં ભારે ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર
  10. Realme થી Motorola સુધીના ફોન પર જબરદસ્ત ઓફર્સ ,Flipkart GOAT Saleમાં બેંક અને એક્સચેન્જ લાભ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »