એપલે સોમવારે તેનું નવું iOS 26.1 ડેવલપર બીટા રોલ આઉટ કર્યું છે, જે તમારા iPhone અનુભવને સંપૂર્ણપણે બદલવા માટે સક્ષમ છે.
Photo Credit: Apple
OS 26 એ એક નવી ડિઝાઇન ભાષા રજૂ કરી છે જેને Apple લિક્વિડ ગ્લાસ કહે છે
iPhone વપરાશકર્તાઓ માટે સારા સમાચાર આવી ગયા છે. એપલે સોમવારે તેનું નવું iOS 26.1 ડેવલપર બીટા રોલ આઉટ કર્યું છે, જે તમારા iPhone અનુભવને સંપૂર્ણપણે બદલવા માટે સક્ષમ છે. કંપનીએ હાલમાં આ અપડેટ ડેવલપર્સ અને ટેસ્ટર્સ માટે રોલ આઉટ કર્યું છે. કંપનીએ આ મહિનાની શરૂઆતમાં નવું iOS 26 અપડેટ બહાર પાડ્યું હતું, અને હવે તેણે બે અઠવાડિયા પછી તેનું આગામી સંસ્કરણ, iOS 26.1 ડેવલપર બીટા રિલીઝ કર્યું છે. અહેવાલો અનુસાર, તેમાં ઘણા નાના ફેરફારો કરવામાં આવ્યા છે.
સેટિંગ્સ એપ્લિકેશનમાં પ્રાઇવસી અને સિક્યોરિટીમાં નવો બેકગ્રાઉન્ડ સિક્યોરિટી ઓપ્શન ઉમેરવામાં આવ્યો છે. સિક્યોરિટી અપડેટ્સ આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે એક નવું ટૉગલ છે. iOS 26નું આ ફીચર અગાઉના રેપિડ સિક્યુરિટી રિસ્પોન્સ ફીચરને સ્થાને આવશે.
આઇફોન વપરાશકર્તાઓ વ્યક્તિગત વર્કઆઉટ્સ પણ બનાવી શકે છે. તેઓ વર્કઆઉટ પ્રકાર, અંદાજિત સક્રિય કેલરી, પ્રયાસ, સમયગાળો અને શરૂ કરવાનો સમય પસંદ કરી શકે છે. આ ઉપરાંત ટેક્સ્ટ અને આઇકોન્સના સેટિંગ્સમાં થોડો ફેરફાર અને ઘણું બધું છે. હવે અગાઉના મધ્યમાં ગોઠવણીને બદલે ડાબી બાજુ ગોઠવાયેલ છે. જેમાં, હોમ સ્ક્રીન પર ફોલ્ડરના નામ પણ તે પ્રમાણે દેખાશે.
ફોટો એપમાં ફેવરિટ્સ, પ્લે એઝ સ્લાઇડ શો તેમજ હાઇડ હવે મેનુમાં ઉપર દર્શાવાશે. જે અગાઉ ડ્રોપડાઉન મેનૂમાં દેખાતા હતા.
એપલે, તેની આદત પ્રમાણે પહેલા iOS 26.1 બીટા અપડેટમાં શું આપ્યું છે તે જાહેર કર્યું નથી. આપેલી વિગતમાં માત્ર જણાવાયું છે કે, "iOS 26 બીટા તમને આગામી એપ્સ, સુવિધાઓ અને ટેકનોલોજીનો પ્રારંભિક પૂર્વાવલોકન આપે છે." તે બિલ્ડ નંબર 23B5059e સાથે આવે છે. જો કે,MacRumors દ્વારા કરાયેલી તપાસ ટૂંક સમયમાં સ્થિર iOS 26 વપરાશકર્તાઓને ઓફર કરવામાં આવી શકે છે.
એપલ દ્વારા એલાર્મ સેટિંગમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા મળે છે. સામાન્યરીતે તેને ટેપ ટુ સ્ટોપ ફંક્શનને બદલે, હવે એલાર્મ બંધ કરવા માટે સ્ક્રીન પર આંગળી સ્લાઇડ કરી શકશે. વિકલ્પને ટેપ કરવાથી તે સ્નૂઝ થઈ જશે, પરંતુ એલાર્મ વાગતું અટકાવવા માટે સ્લાઇડની જરૂર પડશે.
iOS 26.1 બીટા 2, iPhone 11 અને તેના પછીના મોડેલો પર નોંધાયેલા Apple ડેવલપર્સ અને બીટા ટેસ્ટર્સ માટે ફ્રી ઓવર-ધ-એર (OTA) સોફ્ટવેર અપડેટ તરીકે ઉપલબ્ધ છે. Apple ના બીટા સોફ્ટવેર પ્રોગ્રામમાં નોંધાયેલા સામાન્ય ગ્રાહકો માટે પણ પબ્લિક બીટા ઉપલબ્ધ છે. તમારા iPhone પર અપડેટ ઇન્સ્ટોલ કરવા માટે, Settings app પર જઈ ટેપ કરો General > Software Update > Install Now કરવાથી મેળવી શકશો.
જાહેરાત
જાહેરાત