Photo Credit: CMF By Nothing
CMF ફોન 2 પ્રો 256GB સુધીના ઓનબોર્ડ સ્ટોરેજથી સજ્જ છે
CMF 2 Pro ફોન ભારતમાં ગયા સોમવારે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ હેન્ડસેટ આપણે ચાર રંગમાં જોવા મળશ. ફોન MediaTek Dimensity 7300 Pro ચિપસેટ દ્વારા કાર્યરત રહેશે. હેન્ડસેટમાં આપણે 6.77 ઈંચની AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. જે આપને 120Hz રિફ્રેશ રેટ સાથે આપવામાં આવી છે. ફોનમાં 50 MPના મુખ્ય કેમેરા સહિત ટ્રીપલ રિયર કેમેરા યુનિટ આપવામાં આવ્યું છે.CMF Phone 2 Proની કિંમત,ભારતમાં CMF Phone 2 Proના 8GB+128GB RAMના બેઝ વેરિયન્ટનીકિંમત 18,999 રૂપિયા છે. જ્યારે 8GB+256GBના વેરિયન્ટની કિંમત 20,999 રૂપિયાની રાખવામાં આવી છે. આ હેન્ડસેટ બ્લેક, લાઈટ ગ્રીન, ઓરેન્જ અને વ્હાઈટ રંગમાં આપને મળશે. ફોન ફ્લિપકાર્ટ, CMF Indiaની વેબસાઈટ અને રિટેલ સ્ટોર્સ પર 5 મેથી ખરીદી શકશો.Axis, HDFC, ICICI અને SBI કાર્ડ યુઝર્સને આ ફોન ખરીદવા પર 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ સાથે ફોન પર 1000 રૂપિયાની એક્સ્ચેન્જ ઓફર પણ આપવામાં આવશે.
CMF Phone 2 પ્રો હેન્ડસેટમાં ડ્યુઅલ નેનો સીમ જોવા મળશે. જે Android 15 આધારિત NothingOS 3.2 પર કાર્યરત રહેશે. ફોનને ત્રણ વર્ષ માટે Androindની અપડેટ્સ અને 6 વર્ષ માટેની સિક્યોરીટી અપડેટ આપવામાં આવશે. ફોનમાં 6.77 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hzની રિફ્રેશ રેટ સાથે આવશે. ડિસ્પ્લેમાં 2160Hzની PWM ફ્રિક્વન્સી, 3000nitsનું પિક બ્રાઇટનેસ લેવલ ધરાવે છે. સાથોસાથ HDR10+ સપોર્ટ અને પાંડા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
હેન્ડસેટમાં નવો ચિપસેટ ગયા વર્ષના CMF Pone 1ની સરખામણીમાં 10% ઝડપી CPU અને 5% વધુ સારા ગ્રાફિક્સ આપવાનો કંપની દ્વારાદાવો કરવામાં આવ્યો છે. ફોનમાં આપેલી ઓનબોર્ડ રેમને RAM બૂસ્ટર સુવિધા દ્વારા 16GB સુધી વધારી શકશે.
કેમેરાની વાત કરી તો તેમાં ટ્રીપલ રીયર કેમેરા જોવા મળશે. જેની સાથે EIS સાથે 50 MPનો મુખ્ય કેમેરો જે 1/1.57-ઇંચ સેન્સર સાથે આપવામાં આવ્યો છે. સાથે f/1.88 અપર્ચર સાથેનો 50 MPનો ટેલિફોટો કૅમેરો અને f/2.5-12ના ફીલ્ડ વ્યૂ સાથેનો 8 MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. ટેલિફોટો કેમેરો 2xના ઓપ્ટિકલ ઝૂમ અને 20x ઝૂમની સુવિધા પૂરી પાડે છે. સેલ્ફી માટે ફોનમાં f/2.45 અપર્ચર સાથે 16MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
કનેક્શન માટે ફોનમાં 5G, WiFi 6, Bluetooth 5.3 અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રીન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
ડિવાઇસને ડસ્ટ અને પાણીથી રક્ષણ આપવા માટે તેમ IP54નું રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં બે માઇક્રોફોન પણ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં યુઝર્સ માટે ‘એસેન્શિયલ કી' આપવામાં આવી છે.
ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જેમાં 33Wનું ફાસ્ટ ચાર્જિંગ તેમજ 5Wનું રિવર્સ વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની બેટરી એક ચાર્જ ઉપર 47 કલાક સુધીનો કોલિંગ સમય અને Youtubeના વીડિયો પ્લેબેક 22 કલાક સુધીનું આપી શકશે તેવો દાવો છે.
જાહેરાત
જાહેરાત