Oppo Reno 13 5G ખરીદવાની તક , Flipkart GOAT Saleમાં બેંક ઓફર સાથે મોટી બચત

Flipkart GOAT Saleનો આજે અંતિમ દિવસ છે , જો તમે 35 હજાર રૂપિયાના બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું ઈચ્છતા હોય તો આ તમારી માટે સારો મોકો છે

Oppo Reno 13 5G  ખરીદવાની તક , Flipkart GOAT Saleમાં બેંક ઓફર સાથે મોટી બચત

Photo Credit: Oppo

Oppo Reno 13 5Gમાં 6.59 ઇંચની 1.5K ફ્લેટ OLED કર્વ્ડ ડિસ્પ્લે છે .

હાઇલાઇટ્સ
  • સ્માર્ટફોન જાન્યુઆરી 2026માં રૂપિયા 37,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો
  • ફ્લિપકાર્ટ ગોટ સેલનો આજે છેલ્લો દિવસ
  • Oppo Reno 13 5Gમાં 6.59 ઇંચની 1.5K ફ્લેટ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે
જાહેરાત

ફ્લિપકાર્ટ ગોટ સેલનો આજે છેલ્લો દિવસ છે . જો તમે લગભગ રૂપિયા 35,000ના બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો , તો Oppo Reno 13 5G પર મળતી ઓફર તમારા માટે સારો વિકલ્પ બની શકે છે . ઈ - કોમર્સ પ્લેટફોર્મ પર આ સ્માર્ટફોન હાલમાં લોન્ચ કિંમત કરતા ઓછી કિંમતે ઉપલબ્ધ છે . સાથે જ બેંક ઓફર અને એક્સચેન્જ બોનસનો લાભ લઈને ગ્રાહકો વધુ બચત પણ કરી શકે છે .


Oppo Reno 13 5G પર કેટલી છૂટ મળી રહી છે ?
Flipkart પર Oppo Reno 13 5Gનું 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ હાલમાં રૂપિયા 34,999માં વેચાઈ રહ્યું છે . આ સ્માર્ટફોન જાન્યુઆરી 2026માં રૂપિયા 37,999ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે કે , હાલમાં સીધી રૂપિયા 3,000ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે .

જો ગ્રાહકો Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ દ્રારા ચુકવણી કરે , તો તેમને રૂપિયા 2,225 સુધીનો વધારાનો ડિસ્કાઉન્ટ મળી શકે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 32,774 જેટલી રહે છે . આ ઉપરાંત , જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરવાથી પણ વધારાની બચત શક્ય છે .


Oppo Reno 13 5Gના ફીચર્સ :
Oppo Reno 13 5Gમાં 6.59 ઇંચની 1.5K ફ્લેટ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 2760x1256 પિક્સલ રિઝોલ્યુશન અને તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે . સુરક્ષા માટે તેમાં ઈન - ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે . ફોન Android 15 આધારિત ColorOS 15 પર  કાર્ય કરે છે .

પાવર માટે તેમાં 5,800mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . ફોનનું વજન 181 ગ્રામ છે અને તેની જાડાઈ માત્ર 7.24મીમી છે , જેના કારણે તે પાતળો અને હળવો અનુભવ આપે છે .

કેમેરા અને અન્ય ખાસિયતો :
ફોટોગ્રાફી માટે Oppo Reno 13 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . તેમાં OIS સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરો સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે .

આ સ્માર્ટફોન IP66, IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે , જે તેને ધૂળ અને પાણી સામે વધુ સુરક્ષિતં બનાવે છે . કનેક્ટિવિટી માટે તેમાં 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટ જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Noiseની પ્રથમ સ્ક્રીનલેસ REP Band આવી , 10 દિવસની બેટરી સાથે મળશે સ્માર્ટ હેલ્થ ફીચર્સ
  2. Moto G77 Powerની ભારતમાં એન્ટ્રી , Dimensity 6400 ચિપસેટ અને 120Hz ડિસ્પ્લે મળશે
  3. ઓછા ખર્ચે મનોરંજનનો આનંદ , Jio લાવ્યું રૂપિયા 55નું JioTV Pro Pack
  4. Oppo Reno 13 5G ખરીદવાની તક , Flipkart GOAT Saleમાં બેંક ઓફર સાથે મોટી બચત
  5. Samsung Galaxy A27 5Gની સેલ શરૂ , 6 વર્ષ સુધી મળશે OS અપડેટ અને 5,000mAh બેટરી
  6. AIની વધતી વીજ જરૂરિયાત માટે ગાયના છાણમાંથી બનતી ગેસ બની શકે છે મોટો વિકલ્પ
  7. Realme P3 Ultra 5G પર બેંક અને એક્સચેન્જ ઓફરની ધમાકેદાર તક , જાણો નવી કિંમત
  8. Samsung Galaxy A36 5G હવે બેંક ઓફર સાથે રૂપિયા 25,174માં ખરીદવાની તક
  9. Appleના આગામી iPhone Air 2 ને લઈને નવા ખુલાસા , A20 ચિપ સહિત અનેક અપગ્રેડની ચર્ચા
  10. 6000mAh બેટરી અને 50MP કેમેરાવાળો Samsung Galaxy F70e 5G ભારે ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »