Noise એ ભારતમાં પોતાની પ્રથમ સ્ક્રીનલેસ સ્માર્ટ બેન્ડ REP Band લોન્ચ કરી છે
Photo Credit: Noise
Noise REP Bandની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે
ભારતીય બ્રાન્ડ Noise એ દેશમાં પોતાની નવી REP Band રજૂ કરી છે . કંપનીની આ પહેલી સ્ક્રીનલેસ વેરેબલ ડિવાઈસ છે , જેને ખાસ કરીને હેલ્થ મોનિટરિંગ માટે તૈયાર કરવામાં આવી છે . ડિસ્પ્લેના બદલે તમામ હેલ્થ સંબંધિત માહિતી NoiseFit એપમાં ઉપલબ્ધ થાય છે . કંપનીનો દાવો છે કે યુઝર્સને સ્લીપ એનાલિસિસ , રિકવરી સ્કોર , સ્ટ્રેસ ટ્રેકિંગ અને AI આધારિત હેલ્થ ઈનસાઇટ્સ જેવી સુવિધાઓ માટે કોઈ વધારાનું સબ્સ્ક્રિપ્શન લેવાની જરૂર નહીં પડે .
Noise REP Bandની શરૂઆતની કિંમત 9,999રૂપિયા રાખવામાં આવી છે . આ ખાસ કિંમત માત્ર પ્રી - બુકીંગ 8 જુલાઈથી કંપનીની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત Amazon અને Flipkart પર શરૂ થઈ છે . કંપનીએ આ બેન્ડને Vivid Orange, Navy Blue , Classic Black અને Sand Beige એમ ચાર કલર વિકલ્પોમાં લોન્ચ કરી છે .
આ સ્માર્ટ બેન્ડમાં કોઈ ડિસ્પ્લે આપવામાં આવ્યું નથી . યુઝર્સ પોતાની તમામ હેલ્થ માહિતી અને એનાલિટિક્સ NoiseFit એપ દ્રારા જોઈ શકશે . તેમાં Sleep Analysis, Daily Recovery Score, Stress Tracking અને AI Coaching જેવી સુવિધાઓ કોઈપણ વધારાના ચાર્જ વિના મળશે . AI સિસ્ટમ દર 24 કલાકે યુઝરના સ્લીપ અને સ્ટ્રેસ ડેટાનું વિશ્લેષણ કરીને વ્યક્તિગત હેલ્થ ઈનસાઇટ્સ અને ઉપયોગી સૂચનો પણ આપશે .
Noise REP Bandમાં Circular Multi-PD Multi- LED Optical Sensor આપવામાં આવ્યો છે , જેને ખાસ ભારતીય સ્કિન ટોનને ધ્યાનમાં રાખીને કેલિબ્રેટ કરવામાં આવ્યો છે . કંપનીના જણાવ્યા મુજબ , આ સેન્સર વિવિધ સ્કિન ટોન પર વધુ ચોક્કસ બાયોમેટ્રિક ટ્રેકિંગ કરવામાં મદદરૂપ બને છે .
આ ઉપરાંત , તેમાં 6-Axis Motion Engine પણ આપવામાં આવ્યું છે , જે દોડવું , ચાલવું , સાયકલિંગ , એલિપ્ટિકલ ટ્રેનિંગ અને રોઇંગ જેવી અનેક ફિટનેસ એક્ટિવિટીને આપમેળે ઓળખી શકે છે . તેથી વર્કઆઉટ શરૂ કરતા પહેલા યુઝર્સને તેને મેન્યુઅલી ચાલુ કરવાની જરૂર રહેતી નથી .
Noise REP Bandનું વજન માત્ર 27 ગ્રામ છે . તેમાં સ્ટેનલેસ સ્ટીલ બોડી અને હાઇપોએલર્જેનિક સ્ટ્રેપ આપવામાં આવ્યો છે , જેથી લાંબા સમય સુધી પહેરવામાં પણ આરામદાયક અનુભવ મળે . કંપનીએ તેમાં એક જ ચાર્જ પર 10 દિવસ સુધીની બેટરી લાઈફ મળવાનો દાવો કર્યો છે .
જાહેરાત
જાહેરાત
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands