Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999

જો તમે Google Pixel 9a ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારો બચતનો મોકો છે

Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999

Photo Credit: Google

Google Pixel 9a માં 6.3 ઇંચની Actua pOLED ડિસ્પ્લે છે

હાઇલાઇટ્સ
  • ફ્લિપકાર્ટ પર Google Pixel 9a ના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ
  • ઓફર બાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 37,999
  • Google Pixel 9a માં 6.3 ઇંચની Actua pOLED ડિસ્પ્લે આપવામાં આવી
જાહેરાત

જો તમે Google Pixel 9a ખરીદવાનું મન બનાવી રહ્યા છો , તો આ તમારા માટે સારો સમય સાબિત થઈ શકે છે . Google નો આ લોકપ્રિય સ્માર્ટફોન હાલમાં ફ્લિપકાર્ટ પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે . બેંક ઓફર્સ અને એક્સચેન્જ ડીલ્સનો લાભ લઈને ગ્રાહકો ફોનને તેની લોન્ચ કિંમત કરતા ઘણા ઓછા ભાવે ખરીદી શકે છે . ઓફર બાદ ફોનની કિંમત માત્ર રૂપિયા 37,999 રહે છે . Google Pixel 9a માર્ચ 2025 માં રૂપિયા 49,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો .

Google Pixel 9a કિંમત અને ઉપલબ્ધતા :

ફ્લિપકાર્ટ પર Google Pixel 9a ના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત હાલમાં રૂપિયા 39,999 રાખવામાં આવી છે . આ ઉપરાંત , SBI બેંકના ક્રેડિટ કાર્ડ દ્રારા ખરીદી કરનાર ગ્રાહકોને રૂપિયા 2,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે . આ ઓફર બાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂપિયા 37,999 રહે છે . આ વાત નોંધનીય છે કે Google Pixel 9a માર્ચ 2025 માં રૂપિયા 49,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો . એટલે કે હાલની ઓફર હેઠળ ગ્રાહકોને સીધો રૂપિયા 12,000 સુધીનો લાભ મળી રહ્યો છે .

કંપની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે , જેના દ્રારા ગ્રાહકો તેમના જુના સ્માર્ટફોનને ટ્રેડ - ઈન કરીને રૂપિયા 35,600 સુધીની વધારાની બચત  મેળવી શકે છે . જોકે , એક્સચેન્જનું અંતિમ મૂલ્ય જુના ફોનની સ્થિતિ , મોડેલ અને તેના કામ પર આધારિત રહેશે .

Google Pixel 9a ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ :

ફીચર્સની વાત કરીએ તો Google Pixel 9a માં 6.3 ઇંચની Actua pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે , જે 1080x 2424 પિક્સેલ રિઝોલ્યુશન , 120Hz રિફ્રેશ રેટ અને 2700 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે . સ્માર્ટફોન Googleના Tensor G4 પ્રોસેસરથી સંચાલિત છે અને Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે  છે .

ફોટોગ્રાફી માટે ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા OIS સપોર્ટ સાથે અને 13MPનો અલ્ટ્રા - વાઈડ કોલિંગ માટે 13MP નો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે . કનેકિટવિટી  માટે 5G , Wi - Fi 6E , Bluetooth 5.3 , NFC , GPS , NavIC અને USB Type- C જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે , જે તેને એક શક્તિશાળી  અને પ્રીમિયમ મિડ - રેન્જ સ્માર્ટફોન બનાવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999
  2. Googleનું Android 17 આવ્યું : Bubbles, Foldable Gaming અને Privacy Features સાથે
  3. ફોન ખરીદવાનો પ્લાન છે ? Vivo અને Lava એ વધારી સ્માર્ટફોનની કિંમતો
  4. Gmailની આ ટ્રિકથી ઈમેઈલ પહોંચશે યોગ્ય સમયે , જાણો Schedule Send ફિચરનો સરળ ઉપયોગ
  5. મધરાત્રિની એલર્ટ બાદ CBS પર બ્રેક ? NDMA એ ચેતવણી સેવા રોકી
  6. WhatsApp એકાઉન્ટ હેક થવાથી બચવા જાણો મહત્વપૂર્ણ સુરક્ષા ટિપ્સ
  7. IPL ની લોકપ્રિયતા શિખરે : ફાઇનલ મેચ બની ઇતિહાસની સૌથી વધુ જોવાયેલી મેચ
  8. ઓનલાઈન સુરક્ષા પર ભાર : બ્રિટન અને મલેશિયાએ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર લગામ કસી
  9. Apple નું મોટું અપડેટ ! iOS 27 સાથે iPhone રિકવરી બનશે વધુ સરળ
  10. એક જ રિચાર્જમાં આખું વર્ષ ! Jio ના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 પ્લાનમાં મળે છે અનેક લાભો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »