HMD બાર્બી ફોનના બોક્સને તમે જ્વેલરી બોક્સ તરીકે પણ વાપરી શકશો
Photo Credit: HMD
HMD બાર્બી ફોન ગયા વર્ષે ઓગસ્ટમાં પસંદગીના વૈશ્વિક બજારોમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ભારતમાં આજે પહેલી વખત HMD બાર્બી ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ ફ્લિપ સ્ટાઈલ ફોન ગયા મહિને સ્થાનિક બજારમાં 2.8 ઈંચની ઇન્ટરનલ ડિસ્પ્લે અને 1.77 ઈંચની કવર સ્ક્રીન ડિસ્પ્લે સાથે જોરદાર લોન્ચ કરવામાં આવ્યો હતો. નામ પ્રમાણે જ, hmd ફોનમાં બાર્બી થીમ આપવામાં આવી છે. જે ગુલાબી રંગમાં કેટલીક મેચિંગ એક્સેસરીઝ સાથે આવે છે. કંપની દ્વારા આપવામાં આવતા ફોન કેસનો ઉપયોગ તમે જ્વેલરી બોક્સની જેમ પણ કરી શકો છો. ગયા વર્ષે ઓગસ્ટમાં વિશ્વમાં ઘણા બજારોમાં તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ફોન 1450 mAh બેટરી બેકઅપ સાથે આવશે.ભારતમાં HMD બાર્બી ફોનની કિંમત,ભારતમાં HMD બાર્બી ફોનની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. જે આજે ભારતીય સમય પ્રમાણે બપોરે HMD ઈન્ડિયા વેબસાઇટ દ્વારા વેચાણ માટે શરૂ કરવામાં આવશે. કલરની વાત કરીએ તો ફોન માત્ર ગુલાબી કલરમાં જોવા મળશે.HMD બાર્બી ફોન સાથે જે બોક્સ કંપની દ્વારા આપવામાં આવશે તેની ઉપયોગ જ્વેલરી બોક્સ તરીકે ઉપયોગ કરી શકશો. કંપનીએ હેન્ડસેટને બાર્બી થીમ પર આધારીટ બેક કવર, સ્ટીકરો અને મણકાવાળો સ્ટ્રેપ પણ આપ્યો છે. આ ફ્લિપ ફોન ગયા વર્ષે અમેરિકામાં પણ લોન્ચ કરવામાં આવ્યો હતો જેની કિંમત $129 અંદાજે 10,800 રૂપિયા રાખવામાં આવી હતી.
આ હેન્ડસેટમાં આપને ડ્યુઅલ સીમ આપવામાં આવ્યા છે જે S30+ના ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ચાલશે. સાથે જ ફોનમાં બાર્બી થીમ પર આધારિત વોલપેપર્સ અને સાથે મેચિંગ એપ આઇકન્સ પણ સાથે આવી છે. ફોનમાં આપને 2.8 ઈંચની QVGA ની ઇન્ટરલ સ્ક્રીન અને 1.77 ઈંચની QQVGAકવર સ્ક્રીન આપવામાં આવી છે, સાથે જ ફોન બહારની સ્ક્રીનને મિરર T107 સોક દ્વારા સંચાલક કરાઈ છે.હેન્ડસેટ 64GB RAM અને 128GB જેટલું સ્ટોરેજ મળશે.
કનેક્ટિવિટી માટે ઓપશન્સમાં બ્લૂટૂથ 5.0 સાથે 3.5mmનો ઓડિયો જેક અને USBનો ટાઈપ C port મળશે. ડીવાઈસ વાયર અને વાયરલેસ કનેક્શન સાથે ફમ અને MP 3 પ્લેયર સાથે આવે છે ફોનમાં LED ફ્લેશલાઈટ અને 0.3 મેગપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 1450mAhની રીમુવેબળ બેટરી પણ જોવા મળશે. ડીવાઈસ જ્યારે ફોલ્ડેડ એટલે કે બંધ હશે ત્યારે 18.9 x 108.4 x 55.1mm ની સાઇઝ ધરાવે છે. ડીવાઈસનું વજન 123.5 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket