Infinix Smart 10 ભારતમાં લોન્ચ 2 ઓગસ્ટથી વેચાણ શરૂ
Photo Credit: Infinix
ઇન્ફિનિક્સ સ્માર્ટ 10 ને ધૂળ અને છાંટા પ્રતિકાર માટે IP64 રેટિંગ છે
ઇન્ફિનિક્સે ભારતમાં શુક્રવારે તેનો સ્માર્ટફોન Infinix Smart 10 લોન્ચ કર્યો છે આ ફોનમાં Unisoc T7250 પ્રોસેસર અને 5,000mAh બેટરી છે. કંપનીએ ફોન ચાર વર્ષ સુધી લેગ નહીં કરે તેવો દાવો કર્યો છે. ફોનમાં AI ફીચર પણ આપવામાં આવ્યા છે. ફોનમાં કંપનીનું અલ્ટ્રાલિંક ફીચર પણ આપવામાં આવ્યું હોવાથી તેના દ્વારા સેલ્યુલર નેટવર્ક વિના પણ કોલ કરી શકશે. તેને ધૂળ અને પાણી સામે રક્ષણ અંગેનું IP64 રેટિંગ પ્રાપ્ત છે. ભારતમાં 2 ઓગસ્ટથી તેનું વેચાણ શરૂ કરાશે.ભારતમાં Infinix Smart 10નું મૂલ્ય અને કલર વિકલ્પ,Infinix Smart 10ના 4GBરેમ અને 64GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 6,799 રાખવામાં આવી છે, જે ભારતમાં 2 ઓગસ્ટથી તેનું વેચાણ શરૂ કરાશે અને તે ફ્લિપકાર્ટ તેમજ વિવિધ સ્ટોર દ્વારા લઈ શકાશે. કંપનીએ આ સ્માર્ટફોનમાં ચાર કલર વિકલ્પ આપ્યા છે જેમાં આઇરિશ બ્લુ, સ્લિક બ્લેક, ટાઇટેનિયમ સિલ્વર અને ટ્વાઇલાઇટ ગોલ્ડનો સમાવેશ થાય છે.
કંપનીએ આ ફોનમાં ઓક્ટાકોરનું Unisoc T7250 પ્રોસેસર આપ્યું છે અને તેને TÜV SÜD સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું છે જેના કારણે ચાર વર્ષ સુધી ફોન લેગ ફ્રી અનુભવ આપશે તેવો દાવો કંપની કરી રહી છે. ફોનમાં 6.67 ઇંચ એચડી+ (720x1,600 pixels) IPS LCD સ્ક્રીન અપાઇ છે અને તેનો રિફ્રેશ રેટ 240Hz રહેશે. ફોનમાં બ્રાઈટનેસ લેવલ 700 નિટ્સ સુધીનું રહેશે. ફોનમાં 4GB ની LPDDR4x રેમ તેમજ સાથે 64GB ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે આ ઉપરાંત તેમાં મેમરી વધારી શકાય તે microSD કાર્ડને પણ સપોર્ટ કરે છે જેના ઉપયોગથી તેમાં સ્ટોરેજ વધારીને 2TB સુધી કરી શકાશે
Infinix Smart 10માં 8 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી શૂટર આપવામાં આવ્યું છે. ફોન ફિનિક્સ AI features જેમકે Folax AI વોઇસ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે. ગૂગલ આસિસ્ટન્ટથી અલગ આ ફીચર ઈન્ફિનિક્સ દ્વારા જે વિકસાવાયું છે અને તેના દ્વારા સ્માર્ટ કોલ સ્ક્રીનિંગ અને રિયલ ટાઇમ ટ્રાન્સલેશન જેવી સુવિધા આપે છે. ફોન ડોક્યુમેન્ટ આસિસ્ટન્ટ અને રાઇટિંગ આસિસ્ટન્ટ જેવા ટૂલને પણ સપોર્ટ કરે છે. જે AI આધારિત છે.
Infinix Smart 10માં Android 15 આધારિત XOS 15.1 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ સ્માર્ટ ફોનની સાઈઝ જોઈએ તો 165.62 x 77.01 x 8.25mm અને તેનું વજન 187 ગ્રામ જેટલું રહેશે. Infinix Smart 10 માં 5,000mAh બેટરી છે અને 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનની કનેક્ટિવિટી જોઈએ તો તે, 4G, વાયફાય, બ્લૂટૂથ, FM રેડિયો, ઓટીજી અને 3.5mm ઓડિયો જેકના વિકલ્પ સાથે આવે છે.
જાહેરાત
જાહેરાત