iPhone 17e આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. એપલ આ ફોનમાં ડિઝાઈન અપગ્રેડ કરશે તેવું જણાઈ રહ્યું છે અને પાતળા સ્ક્રીન બેઝલ્સ હોઈ શકે છે.
BOE, Samsung Display અને LG Display iPhone 17e માટે ~8 મિલિયન OLED યુનિટ આપે
iPhone 17e આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. કોરિયાથી એક નવી લીક પ્રમાણે આગામી મોડેલમાં iPhone 15 જેવું જ OLED પેનલ હશે. એપલ આ ફોનમાં ડિઝાઈન અપગ્રેડ કરશે તેવું જણાઈ રહ્યું છે અને iPhone 17eમાં પાતળા સ્ક્રીન બેઝલ્સ હોઈ શકે છે.તે ડાયનેમિક આઇલેન્ડ ડિઝાઇન અપનાવે તેવી પણ ધારણા છે અને તે A19 ચિપ સાથે આવી શકે છે.
iPhone 17e માં ડાયનેમિક આઇલેન્ડ તેમજ પાતળા ડિસ્પ્લે બેઝલ્સ પણ હોઈ શકે છે. The Elec (કોરિયન) ના એક અહેવાલ મુજબ, BOE ને iPhone 17e માટે પ્રાથમિક OLED પેનલ સપ્લાયર તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જે આવતા વર્ષની શરૂઆતમાં સત્તાવાર રીતે રજૂ થવાનું છે. BOE, સેમસંગ ડિસ્પ્લે અને LG ડિસ્પ્લે સાથે, 2026 ના પહેલા ભાગમાં iPhone 17e માટે લગભગ 8 મિલિયન OLED યુનિટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
આગામી iPhone 17e અહેવાલ મુજબ iPhone 16e ના LTPS OLED પેનલનો ફરીથી ઉપયોગ થોડા પાતળા બેઝલ્સ સાથે કરશે. આ સૂચવે છે કે Apple ફરી એકવાર બજેટ iPhone મોડેલમાં 6.1-ઇંચ ડિસ્પ્લે પેનલ પેક કરશે, જે iPhone 14 પર જોવા મળ્યું હતું. પાતળા સ્ક્રીન બેઝલ્સ ફોનને નવો દેખાવ આપે તેવી અપેક્ષા છે અને તેના ડાયમેન્શન્સ ઘટે તેવી શક્યતા છે.
એપલ સ્ટાન્ડર્ડ iPhone 17 મોડેલો માટે LTPO પેનલ્સનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. BOE પણ iPhone 16e OLED પેનલ્સ માટે મુખ્ય સપ્લાયર હતું, જ્યારે બાકીનો સપ્લાય સેમસંગ અને LG દ્વારા કરાતો હતો.
અગાઉના લીક્સ સૂચવે છે કે iPhone 17e માં નોચ ડિઝાઇન દૂર કરીને ડાયનેમિક આઇલેન્ડ આપશે. જેથી iPhone 16 અને આગામી iPhone 17 મોડેલોની ડિઝાઇનની લેંગ્વેજ સાથે તે મેચ કરી શકે. તે 60Hz રિફ્રેશ રેટ સાથે 6.1-ઇંચ OLED ડિસ્પ્લે સાથે આવવાની અપેક્ષા છે. તેની કિંમત CNY 4,499 (આશરે રૂ. 57,000) હોઈ શકે છે.
iPhone 17e આવતા વર્ષે મે મહિનામાં A19 ચિપ સાથે સ્ટાન્ડર્ડ iPhone 17 કરતા ઓછા GPU કોર સાથે રિલીઝ થવાની અપેક્ષા છે. તેમાં 48-મેગાપિક્સલનો રીઅર કેમેરા અને 12-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા મળી શકે છે.
જાહેરાત
જાહેરાત