Photo Credit: iQOO
iQOO 13 (ચિત્રમાં) ભારતમાં ડિસેમ્બર 2024 માં લોન્ચ કરવામાં આવ્યું હતું
iQOO 13 દ્વારા 4 જુલાઈથી ભારતમાં ગ્રીન કલરમાં પણ ઉપલબ્ધ કરાશે. અગાઉ આ કંપની દ્વારા ભારતીય બજારમાં Legend and Nardo Grey કલર વિકલ્પો રજુ કરાયા હતા. કંપનીએ અગાઉ ડિસેમ્બર 2024માં iQOO 13 લોન્ચ કર્યો હતો ત્યારે તેમાં બે કલર લોન્ચ કરાયા હતા. જેમાં હવે બે કલર ઓપશન્સ ઉમેરવામાં આવ્યા છે. આ ફોન Snapdragon 8 Elite chipset, a 6,000mAh battery સાથે આવે છે જેમાં, 120Wનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. તેના ડિસ્પ્લેની વાત કરીએ તો તે 6.82-inch 2K 144Hz LTPO AMOLED છે. જેમાં, 50-megapixel ત્રીપલ રેર કેમેરા તેમજ 32 -megapixel સેલ્ફી શૂટર છે.iQOO 13 ભારતીય બજારમાં નવો ગ્રીન કલર રજુ કરશે.આ નવા કલરના ફોન 4 જુલાઈથી મળી રહેશે. તેના ટીઝરમાં દર્શાવાયેલો હળવો લાઈટ કલર અત્યન્ત સરસ લાગી રહ્યો છે. હાલમાં iQOO 13ના Legend અને Nardo Grey કલરના ફોન બજારમાં છે. ફોનના હાર્ડવેરમાં કોઈ જ બદલાવ કરાયો નહિ હોવાનું પણ એમેઝોન ઇન્ડિયાની માઈક્રોસાઇટ દ્વારા જણાવાયું છે.
ફોનમાં 12GB + 256GB અને 16GB + 512GB RAM અને સ્ટોરેજની સુવિધા સાથે આવે છે અને તેની ભારતમાં કિંમત અનુકમે રૂ. 54,999 રૂ. 59,999 છે.
iQOO 13 Snapdragon 8 Elite પ્રોસેસર અને Q2 gaming chip થી સજ્જ છે. તેમાં LTPO AMOLED display આપવામાં આવ્યો છે. તેમાં 6,000mAh battery આપવામાં આવી છે જે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન 144 HZ રિફ્રેશ રેટ વધારાવતી સ્ક્રીન સાથે આવે છે.
iQOO 13ના કેમરાની વાત કરીએ તો તેમાં, 50-megapixel ધરાવતું Sony IMX921 sensor આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન ગુગલના સર્કલ ટુ સર્ચ અને અન્ય AI ફીચર જેવાકે AI ઈરેઝને પણ સપોર્ટ કરે છે તેને ધૂળ અને પાણીથી સુરક્ષા માટે IP68+IP69 રેટિંગ પણ પ્રાપ્ત થયું છે.
તેમાં 32-megapixel ફ્રન્ટ કેમેરા સેન્સર છે અને 50-megapixel ટ્રિપલ રેર કેમેરા અલ્ટ્રાવાઈલ્ડ લેન્સ મળે છે અને 50-megapixel ટેલીફોટો લેન્સ પણ આપવામાં આવ્યું છે જે 2x optical ઝૂમને પણ સપોર્ટ કરે છે. આ સ્માર્ટ ફોન 6.8ર ઇંચ ની 2K LTPO AMOLED ડિસ્પ્લે સાથે આવે છે.
જાહેરાત
જાહેરાત