iQOO Z10 Turbo સિરીઝના બે આકર્ષક મોબાઈલ હાલમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા

iQOO Z10 ફોનની આ નવી સીરિઝ Android 1 આધારિત OriginOS 5 પર કાર્યરત રહેશે.

iQOO Z10 Turbo સિરીઝના બે આકર્ષક મોબાઈલ હાલમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા

Photo Credit: iQOO

iQOO Z10 ટર્બો શ્રેણીના હેન્ડસેટ IP65 ડસ્ટ અને સ્પ્લેશ-પ્રતિરોધક રેટિંગ ધરાવે છે

હાઇલાઇટ્સ
  • iQOO Z10ના Turbo મોડેલમાં મળશે 7,620mAhની બેટરી
  • Turbo Pro મોડેલમાં 8MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરો આપવામાં આવ્યો છે
  • આ સ્માર્ટફોન 120Wના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ ધરાવે છે
જાહેરાત

ગત સોમવારના રોજ ચીનમાં iQOO Z10 Turbo અને Turbo Pro હેન્ડસેટ લોન્ચ કરવામાં આવ્યા હતા. ડિવાઇસમાં 50MPનો મુખ્ય રીયર કેમેરા આપવામાં આવ્યો છે જ્યારે 16MPનો ફ્રન્ટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં Q1 ગેમિંગ ચિપ આપવામાં આવી છે. iQOO Z10 Turboના સ્ટાન્ડર્ડ મોડેલમાં MediaTek ડાયમેન્સિટી 8400 SoC આપવામાં આવી છે, જ્યારે Proમાં Snapdreagon 8s Gen 4 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.iQOO Z10 Turbo અને Proની કિંમત,iQOO Z10 Turbo ફોનના 12GB + 256GBના વેરિયન્ટની કિંમત ચીનમાં લગભગ 21,100 રાખવામાં આવી છે. જ્યારે 16GB + 256GB, 12GB+512GB, 16GB+512GBના વેરિયન્ટની કિંમત અનુક્રમે 23,400, 25,800 અને 28,100 રૂપિયાની કિંમત રાખવામાં આવી છે.

જ્યારે Turbo Proના 12GB + 256GB બેઝ વેરિઅન્ટની કિંમત 23,400 રાખવામાં આવી છે. જ્યારે 16GB + 256GBના વેરિયન્ટની કિંમત 25,800 છે. 12GB + 512GB, 16GB + 512GBના વેરિયન્ટની કિંમત અનુક્રમે 28,100 અને 30,500 રૂપિયા રાખવામાં આવી છે.

ડિવાઇસ બર્નટ, ડેઝર્ટ-કલર, સી-ઓફ-ક્લાઉડ્સ વ્હાઇટ અને સ્ટેરી-સ્કાય-બ્લેક કલર્સમાં મળશે. જેને તમે ચીનના લોકલ બજારના Vivo E Store પરથી ખરીદી શકશો.

iQOO Z10 Turbo અને Proના ફીચર્સ:

iQOO Z10 Turbo અને Turbo Pro આ બંને હેન્ડસેટમાં 6.78 ઈંચની 1.5K AMOLED સ્ક્રીન સાથે 144Hzનો રિફ્રેશરેટ આપવામાં આવ્યો છે. જેનો ટચ રેટ 3000Hzનો આપવામાં આવ્યો છે જ્યારે બ્રાઇટનેસ લેવલ 4400nitsનું છે. તેમાં PWM ડિમિંગ રેટ 4320Hz, HDR 10+, SGS લો બ્લુ-લાઇટ અને લો-ફ્લિકર સર્ટિફિકેટનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

iQOO Z10 Turbo મોડેલમાં 4nm Octa-Core MediaTek ડાયમેન્સિટી 8400 SoC સાથે આપવામાં આવ્યું છે. જ્યારે Pro Modelમાં સ્નેપડ્રેગન 8s Gen 4 ચિપસેટ આપવામાં આવ્યો છે. આ બંને હેન્ડસેટ 16GB સુધીનું LPDDR5X RAM અને 512 GB સુધીનું UFS 4.1 સ્ટોરેજ ધરાવે છે. જે એન્ડ્રોઇડ 15ના OriginOS 5 દ્વારા કાર્યરત રહેશે.

આ સિરીઝના સ્માર્ટફોનમાં 50MPનો સોનીનો LYT 600 મુખ્ય સેન્સર સાથેનો રિયર કેમેરો અને 16MPનો ફ્રન્ટ કેમેરા જોવા મળશે. બીજો 2 MPનો ડેપ્થ સેન્સર સાથે અને પ્રો વર્ઝનમાં 8 MPનો અલ્ટ્રાવાઇડ કેમેરો આપવામાં આવ્યો છે.

Turbo મોડેલમાં 7,620mAhની લોંગ લાઇફ બેટરી આપવામાં આવી છે જેને 90Wના વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જ્યારે Turbo Pro મોડેલમાં 7000mAhની બેટરી લાઈફ સાથે 120Wના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો ડિવાઇસમાં 5G, Wi-Fi, બ્લૂટૂથ 6.0, GPS, Galileo GLONASS Beidou QZSS NFC અને USB Type-C 2.0 પોર્ટ આપવામાં આવ્યા છે. જ્યારે ડસ્ટ અને પાણી સામેના રક્ષણ માટે તેમાં IP65નું રેટિંગ આપવામાં આવ્યું છે. સાથે જ સુરક્ષાને ધ્યાનમાં લઈને ફોનમાં ઇન્ફ્રારેડ ફિંગરપ્રીન્ટની સિક્યોરીટી આપવામાં આવી છે. ડિવાઇસ 163.72x75.88x8.09mmની સાઇઝમાં આવશે. જ્યારે Turbo વર્ઝનનું વજન 212ગ્રામ છે, જ્યારે Turbo Proનું વજન 206 ગ્રામ જેટલું છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ભારતમાં ફ્લિપકાર્ટ અને વીવો ઇન્ડિયાના ઈ સ્ટોર અને પસંદગીના ઓફલાઈન રિટેઇલ સ્ટોરમાં મળશે
  2. Vivo X200 FE ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે
  3. અનેક કનેક્ટીવીટી વિકલ્પો સાથે આવશે OnePlus Bullets.
  4. એકચેંજ ઑફર સાથે મળશે રૂ.75000 સુધીની છૂટ
  5. 6.7 ઇંચની LTPO OLED સ્ક્રીન સાથે આવશે Nothing Phone 3
  6. અનેક કનેક્ટીવીટી વિકલ્પો અને ફ્રન્ટ અને બેક સાઈડ કેમેરામાં 4K વિડિયો રેકોર્ડીંગ સાથે આવશે Galaxy M36 5G
  7. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo X200 FE
  8. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo T4 Lite 5G
  9. WhatsApp કહે છે કે તે ક્યારેય યુઝર્સના ફોન નંબર શેર કે વેચશે નહીં
  10. IP64-રેટેડ ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ અને MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ટકાઉપણું પ્રમાણપત્ર સાથે આવશે Realme Narzo 80 Lite 5G
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »