Lavaનો નવો Lava Bold N2 Pro એન્ટ્રી લેવલનું ફોન આવ્યો : 50MP કેમેરા અને 5000mAh બેટરી

આ સ્માર્ટફોન તમને Aurora Gold અને Eclipse Gray જેવા બે કલર ઓપ્શનમાં મળી રહેશે

Lavaનો નવો Lava Bold N2 Pro એન્ટ્રી લેવલનું ફોન આવ્યો : 50MP કેમેરા અને 5000mAh બેટરી

Photo Credit: Lava

Lava Bold N2 Pro ને 8MP મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે .

હાઇલાઇટ્સ
  • કિંમત ભારતમાં 7,999 રૂપિયા
  • આ સ્માર્ટફોન ને Unisoc T7250 ઓક્ટા કોર પ્રોસેસર સાથે 4GB RAM અને 128GB સ
  • Aurora Gold અને Eclipse Gray જેવા બે કલર ઓપ્શનમાં
જાહેરાત

મંગળવારે  સ્માર્ટફોન Lava Bold N2 Pro ભારતમાં 31 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થયો છે  . આ એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં   120Hz ડિસ્પ્લે ની સાથે સાથે 50MP રિયર અને 8MP સેલ્ફી  કેમેરા આપવામાં આવ્યો છે . 5,000mAh બેટરી આપવામાં આવી છે જે USB Type-C દ્રારા 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે .  આ સ્માર્ટફોન ને Unisoc T7250 ઓક્ટા કોર પ્રોસેસર સાથે 4GB RAM અને 128GB સ્ટોરેજ વિકલ્પ આપવામાં આવ્યા છે .  6 એપ્રિલ બપોરે 12 વાગ્યેથી વેચાણ માટે ઉપલબ્ધ બનશે અને આનું વેચાણ ફ્લિપકાર્ટ મારફતે થશે .

કિંમત અને ઉપલબ્ધતા :
Lava Bold N2 Pro ની કિંમત ભારતમાં 7,999 રૂપિયા રાખવામાં આવી છે . આ ફોન 6 એપ્રિલ બપોરે 12 વાગ્યેથી વેચાણ માટે ઉપલબ્ધ બનશે અને આનું વેચાણ ફ્લિપકાર્ટ મારફતે થશે . વાત કરીએ આ સ્માર્ટફોનના કલર વિકલ્પોની તો આ સ્માર્ટફોન તમને Aurora Gold અને Eclipse Gray જેવા બે કલર ઓપ્શનમાં મળી રહેશે 

સ્પેસિફિકેશન્સ :
આ સ્માર્ટફોન ડયુઅલ સિમ સાથે આવે છે અને આ ડિવાઇસ Android 15 પર ચાલશે અને તેમાં બ્લોટવેર અથવા જાહેરાતો નહીં આવે . કંપનીના જણાવ્યા અનુસાર આ ફોનને 2 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ્સ મળશે . 

Lava Bold N2 Pro 4G માં Unisoc T7250 પ્રોસેસર આપવામાં આવ્યું છે , જે 4GB RAM સાથે આવશે અને તેમાં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે .  ફોનમાં વર્ચ્યુઅલ RAM ફીચર આપવામાં આવ્યું છે જેથી તમે સ્ટોરેજને વધારી શકો .

કેમેરા અને ડિસ્પ્લે :
 હવે વાત કરીએ કેમેરાની તો આ ફોનમાં 50MP રિયર કેમેરા આપવામાં આવ્યો છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલ માટેનો 8MP  સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે . આ ફોનમાં 6.75 ઈંચનું HD+LCD ડિસ્પ્લે છે , જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે . આ ફોન તમને સ્મૂથ સ્ક્રોલિંગ નો અનુભવ આપશે .

બેટરી અને ક્વોલિટી :
આ ફોનને 5,000mAhની બેટરી આપવામાં આવી છે . જે USB Type-C દ્રારા ચાર્જ કરવામાં આવે છે . આની સાથે જ આ ફોનને IP54 રેટિંગ આપવામાં આવ્યું  છે , એટલે કે ધૂળ અને પાણીના છાંટા સામે થોડો રક્ષણ આપે છે .

કનેક્ટિવિટી માટે આ ફોનમાં Wi-Fi, 4G LTE, Bluetooth અને GPS જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે .
 

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »