Samsung Browser હવે PC પર AI ફીચર્સ સાથે સ્માર્ટ બ્રાઉઝિંગ અનુભવ

Windows માટે Samsung Browser મોબાઈલ અને PC બ્રાઉઝિંગ વચ્ચેનો અંતર દૂર કરવા માટે રજૂ થયો છે

Samsung Browser હવે  PC પર AI ફીચર્સ સાથે સ્માર્ટ બ્રાઉઝિંગ અનુભવ

Photo Credit: Samsung

AI થી ચાલતી સેવાઓ હાલમાં સાઉથ કોરિયા અને યુએસમાં સપોર્ટેડ છે .

હાઇલાઇટ્સ
  • Perplexity AI સાથે મળીને વિકસાવવામાં આવી
  • Samsung Browser માં એજન્ટિક AI ક્ષમતાઓ ઉમેરવામાં આવે
  • કંપનીનો હેતુ મોબાઈલ અને ડેસ્કટોપ વચ્ચે seamless browsing અનુભવ
જાહેરાત

Samsung Internet હવે મોબાઈલ જ નહિ પરંતુ Windows PC પર પણ ઉપલબ્ધ બનવા જઈ રહ્યો છે . Samsung એ તેના બ્રાઉઝરને વધુ મોટો બનાવવા માટે આ  નવું પગલું ભર્યું છે . અત્યાર સુધી આ બ્રાઉઝર મુખત્વે Samsung સ્માર્ટફોનમાં જ માર્યાદિત હતો , પરંતુ હવે તે PC યુઝર્સ માટે પણ ખુલ્લો થશે . કંપનીનો  હેતુ મોબાઈલ અને ડેસ્કટોપ વચ્ચે seamless browsing અનુભવ આપવાનો છે , જેથી યુઝર્સ જ્યાંથી બ્રાઉઝિંગ છોડે ત્યાંથી જ બીજી ડિવાઇસ પર ચાલુ  રાખી શકે . Samsung Internet હવે Windows 11 અને Windows 10 પર ઉપલબ્ધ બનશે .  Samsung Browser માં એજન્ટિક AI ક્ષમતાઓ ઉમેરવામાં આવે છે , જે Perplexity AI સાથે મળીને વિકસાવવામાં આવી છે .

ક્રોસ ડિવાઇસ :
આ બ્રાઉઝર Windows 11 અને Windows 10 (વર્ઝન 1809 અને તેની ઉપર )પર ચાલશે . યુઝર્સ તેમના ઓપન ટેબ્સ , બુકમાર્ક્સ અને બ્રાઉઝિંગ હિસ્ટ્રીને સરળતાથી  સિંક કરી શકાશે . આ ઉપરાંત Samsung Pass ઇન્ટિગ્રેશનથી લોગીન વિગતો અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રીતે સંગ્રહિત અને ઓટોફિલ થઈ શકે છે  . આ ફીચર યુઝર્સને અલગ અલગ સાઇટ્સ માટે પાસવર્ડ યાદ રાખવાની જરૂરિયાત ઘટાડે છે . 

AI Features અને Smart Browser 
 આ નવા તરીકે , Samsung Browser માં એજન્ટિક AI ક્ષમતાઓ ઉમેરવામાં આવે છે , જે Perplexity AI સાથે મળીને વિકસાવવામાં આવી છે . આ બિલ્ટ - ઈન - AI સહાયક કુદરતી ભાષામાં પૂછાયેલા પ્રશ્નોને સમજી શકે છે અને વિવિધ ટેબ્સમાંથી માહિતી એકસાથે મેળવીને યુઝર્સને સરળ રીતે રજૂ કરે છે .Windows માટે Samsung Browser મોબાઈલ અને PC બ્રાઉઝિંગ વચ્ચેનો અંતર દૂર કરવા માટે રજૂ થયો છે

યુઝર્સ બ્રાઉઝર છોડ્યા વગર કન્ટેન્ટનું નાનું રૂપ મળી શકે છે , ટેબ્સ મેનેજ કરી શકે છે અને બ્રાઉઝિંગ હિસ્ટ્રી શોધી શકે છે . આ ઉપરાંત AI વેબપેજ ના આધાર  પર ટ્રાવેલ પ્લાન બનાવવું , વીડિયોમાં ચોક્કસ પળને શોધવી અને પહેલાની ભાષા દ્રારા અગાઉના પેજ શોધવા જેવી સુવિધાઓ પણ આપે છે . કંપનીના  અનુસાર ,આ AI ફીચર્સ હાલમાં કેટલીક જગ્યાએ  ઉપલબ્ધ છે અને થોડા સમય પછી એનો વિસ્તાર વધી જશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »