iPhone યુઝર્સ Appleના બીટા પ્રોગ્રામમાં નોંધણી કરાવ્યા પછી યુઝર્સ તેનો અનુભવ કરી શકે છે
iOS 26.5 બીટા 1 નવા અપડેટ્સ માટે લાઈવ એક્ટિવિટીઝને સપોર્ટ કરે છે .
iOS 26.5 નું પહેલું બીટા વર્ઝન Apple દ્રારા ડેવલપર્સ અને બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ અપડેટ iOS 26.4 પછી આવ્યું છે અને તેમાં અનેક નવા ફીચર્સ તથા સુધારાઓ સામેલ છે . ખાસ કરીને iPhone અને Android વચ્ચે RCS મેસેજિંગ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફરીથી ચાલુ થવાની માહિતી સામે આવી છે . સાથે સાથે Apple Maps , કનેક્ટિવિટી , વેરેબલ સપોર્ટ અને યુઝર એક્સપીરિયન્સમાં સુધારા કરવા માટે પણ કેટલીક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે . iPhone યુઝર્સ Appleના બીટા પ્રોગ્રામમાં નોંધણી કરાવ્યા પછી યુઝર્સ તેનો અનુભવ કરી શકે છે
RCS મેસેજિંગ :
આ નવા અપડેટમાં iPhone અને android વચ્ચે RCS ટેક્સ્ટ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફરીથી ચાલુ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે . આ ફીચર બંને પ્લેટફોર્મ વચ્ચેના મેસેજને વધુ પ્રાઇવેટ અને સુરક્ષિત બનાવશે . આ સુવિધા ડિફોલ્ટ રૂપે ચાલુ રહેવાની શક્યતા છે .
Apple Maps :
Apple Maps માં "suggested Places " નામની નવી સુવિધા આવી છે .આ ફીચર યુઝરની લોકેશન અને સર્ચ હિસ્ટ્રીના આધારે નજીકના ટ્રેન્ડિંગ અથવા ઉપયોગી થશે . આ સાથે આ સુવિધા ભવિષ્યમાં સર્ચ - આધારિત જાહેરાતો માટે પણ ઉપયોગી બની શકે છે , જ્યાં બિઝનેસ Apple Maps પર પોતાના લિસ્ટિંગને પ્રમોટ કરી શકશે . આવી જાહેરાતોને લેબલ કરવામાં આવશે .
કનેક્ટિવિટી અને ડિવાઇસ:
iOS 26.5 માં બીજા બ્રાન્ડના TWS ડિવાઇસ માટે પ્રોક્સિમિટી પેરિંગનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે . જે AirPods જેવી સરળ અને ઝડપી કનેક્ટિવિટી આપે છે . આ ઉપરાંત હવે બીજી કંપનીઓના સ્માર્ટવોચ પણ iPhone સાથે વધુ સારી રીતે કામ કરી શકશે અને Apple Watch જેવી નોટિફિકેશન્સ મેળવી શકશે .
નવા સુધારાઓ :
આ અપડેટમાં Live Activities હવે થર્ડ પાર્ટી વેરેબલ્સ સાથે પણ સિંક થશે , જે યુઝર્સને વધુ સુવિધા આપશે . USB Type-C પોર્ટ થી Magic Keyboardને કનેક્ટ કરતી વખતે , ડિવાઇસ જાતે જ બ્લૂટૂથથી જોડાઈ જશે . વધુમાં iPhone થી Android ડિવાઈસ પર સ્વિચ કરતે વખતે યુઝર્સ ચોક્કસ મેસેજ એટેચમેન્ટ્સ પસંદ કરીને ટ્રાન્સફર કરી શકશે , જે ડેટા મેનેજમેન્ટને વધુ સરળ બનાવે છે .
જાહેરાત
જાહેરાત