Social Headline: લાવા ટૂંક સમયમાં AI સંવર્ધિત કેમેરાવાળો Lava Shark 2 સ્માર્ટફોન લોન્ચ કરશે

ભારતીય મલ્ટીનેશનલ કંપની લાવા દ્વારા ટૂંક સમયમાં Lava Shark 2 સ્માર્ટફોન લોન્ચ કરાશે.

Social Headline: લાવા ટૂંક સમયમાં AI સંવર્ધિત કેમેરાવાળો Lava Shark 2 સ્માર્ટફોન લોન્ચ કરશે

Photo Credit: Lava

આ હેન્ડસેટ બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે

હાઇલાઇટ્સ
  • 50 મેગાપિક્સલના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવશે
  • કેમેરા સેટઅપ iPhone 16 Pro Max જેવું લાગે છે
  • Lava Shark 5G ના અનુગામી તરીકે Lava Shark 2 રજૂ કરાશે
જાહેરાત

ભારતીય મલ્ટીનેશનલ કંપની લાવા દ્વારા ટૂંક સમયમાં Lava Shark 2 સ્માર્ટફોન લોન્ચ કરાશે. આ ફોન હાલમાં ડેવલપિંગ સ્તરે છે અને તે 50 મેગાપિક્સલના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવશે. તેમજ તેમાં વધુ સારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ અપાશે. મે મહિનામાં ભારતમાં લોન્ચ થયેલા Lava Shark 5G ના અનુગામી તરીકે Lava Shark 2 રજૂ કરાશે.લાવાએ અગાઉ Lava Shark 2ની ડિઝાઇન જાહેર કરી હતી, જે તેના અગાઉના ફોનથી ખાસ અલગ નથી. તેમાં, ફ્રન્ટ સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ કટઆઉટ છે. પાવર અને વોલ્યુમ બટનો ફ્રેમની જમણી બાજુએ હોય તેવું લાગે છે, જ્યારે ડાબી બાજુએ કશું નથી. નીચેની તરફ માઇક્રોફોન, સ્પીકર ગ્રિલ, 3.5mm હેડફોન જેક અને ચાર્જિંગ માટે USB ટાઇપ-સી પોર્ટ છે. Lava Shark 2 બે કલરમાં મળશે જેમાં, બ્લુ અને સિલ્વરનો સમાવેશ થાય છે. તેની ફ્રેમ મેટાલિક શેડમાં આપવામાં આવી છે. નવા આવી રહેલા ફોનના ફીચર્સમાં સુધારા કરાશે તેમ લાગે છે. જો કે, જેમ લોન્ચ નજીક આવશે તેમ આ બાબતે વધુ જાણકારી મળશે.

Lava Shark 2 ના કેમેરા

આગામી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો AI ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે. તેનું ટીઝર પણ તે જ દર્શાવે છે. જે iPhone 16 Pro Max જેવું લાગે છે. ડેકોની અંદર "50MP AI કેમેરા" બ્રાન્ડિંગ હોય તેવું લાગે છે, અને તેમાં LED ફ્લેશ પણ છે.

Lava Shark 5G ના સ્પેસિફિકેશન્સ

Lava Shark 5G માં 6.75 ઇંચ HD+ (720 × 1,600 પિક્સલ્સ) સ્ક્રીન 90Hz રિફ્રેશ રેટ સાથે છે. તે ઓક્ટા-કોર 6nm Unisoc T765 SoCથી ચાલે છે અને તેમાં, 4GB રેમ અને 64GB ઓનબોર્ડ સ્ટોરેજ આવે છે. આ ઉપરાંત તેમાં 4GB વર્ચ્યુઅલ રેમ વધારી શકાશે અને તે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી એક્સટર્નલ સ્ટોરેજને સપોર્ટ કરે છે.

તેમાં, AI-સમર્થિત 13 મેગાપિક્સલ ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ અને LED ફ્લેશ છે. સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

Lava Shark 5G માં કનેક્ટિવિટી જોઈએ તો, 5G, 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 5.0, GPS, GLONASS, USB ટાઇપ-C પોર્ટ અને 3.5mm ઓડિયો જેકનો સમાવેશ થાય છે. તેમાં, 5,000mAh બેટરી આવે છે અને તે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સેલમાં નવા શીખનારા માટે ગેમર્સ લેપટોપ પર ડિસ્કાઉન્ટ
  2. Social Headline: લાવા ટૂંક સમયમાં AI સંવર્ધિત કેમેરાવાળો Lava Shark 2 સ્માર્ટફોન લોન્ચ કરશે
  3. OnePlus 15T નજીકના ભવિષ્યમાં ચીનમાં લોન્ચ થવાની શક્યતા છે
  4. એપલે સોમવારે તેનું નવું iOS 26.1 ડેવલપર બીટા રોલ આઉટ કર્યું
  5. વીવોએ ભારતમાં વધુ એક ફોન Vivo V60e લોન્ચ કર્યો
  6. 23 સપ્ટેમ્બરથી ચાલી રહેલા એમેઝોન સેલમાં અનેક આકર્ષણ: સ્માર્ટ કિડ્સ વોચ લેવાની તક
  7. iQOO Neo 11માં સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર હોઈ શકે છે, 7,500mAh બેટરી હોઈ શકે છે
  8. એપલ દ્વારા મહિનાના અંતમાં લોન્ચ ઈવેન્ટ યોજાવાની શક્યતા
  9. અન્ય ફીચર્સ Realme 15 Pro 5G જેવા જ રહેવાની શક્યતા છે
  10. છેલ્લા અઠવાડિયાથી, એમેઝોન વિવિધ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »