Virat V1માં Unisoc SC9863A પ્રોસેસર પર ચાલે છે
Photo Credit: Lava
Lava Virat V1 5G Arya Blue અને Sonar Gold કલર વિકલ્પોમાં આવે છે
ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Lava એ દેશમાં પોતાના નવા બજેટ સ્માર્ટફોન Lava Virat V1 5G અને Virat V1 લોન્ચ કર્યા છે . બંને ફોન મોટા ડિસ્પ્લે , AI આધારિત ડયુઅલ રિયર કેમેરા અને Android OS સાથે આવે છે . કંપનીએ બંને ડિવાઈસને અલગ અલગ કલર વિકલ્પોમાં રજૂ કર્યા છે . આ સ્માર્ટફોનનું વેચાણ 31 જુલાઈથી Flipkart અને Lavaની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે . કંપની બંને ફોન સાથે ડોરસ્ટેપ આફ્ટર સેલ્સ સર્વિસ પણ આપશે .
Lava Virat V1 5Gની કિંમત રૂપિયા 12,999 રાખવામાં આવી છે , પરંતુ લોન્ચ ઓફર હેઠળ પહેલા દિવસે તેને રૂપિયા 11,999માં ખરીદી શકાય છે . બીજી તરફ Lava Virat V1ની કિંમત રૂપિયા 9,999 છે , જયારે લોન્ચ ઓફર હેઠળ તે રૂપિયા 8,999માં ઉપલબ્ધ રહેશે . આ ખાસ કિંમત માત્ર 31 જુલાઈના પ્રથમ દિવસના વેચાણ માટે જ માન્ય રહેશે .
બંને સ્માર્ટફોનમાં 6.75 ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે . Lava Virat V1 5G Android 16 પર ચાલે છે , જયારે Lava Virat V1 Android 15 સાથે આવે છે . 5G મોડલમાં Unisoc T8200 પ્રોસેસર આપવામાં આવ્યો છે , જેમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ મળે છે . વર્ચ્યુઅલ RAM દ્રારા તેને વધારાના 4GB સુધી વિસ્તારી શકાય છે અને સ્ટોરેજને microSD કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે .
Virat V1માં Unisoc SC9863A પ્રોસેસર આપવામાં આવ્યો છે . તેમાં પણ 4GB RAM , 4GB વર્ચ્યુઅલ RAM સપોર્ટ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે . દૈનિક ઉપયોગ માટે બંને ફોન એન્ટ્રી - લેવલ પરફોર્મન્સ ઓફર કરે છે .
ફોટોગ્રાફી માટે બંને ફોનમાં AI આધારિત ડયુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે , જેમાં 13MPનો મુખ્ય કેમેરા સામેલ છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે . આ ઉપરાંત બંને ફોન IP64 રેટિંગ સાથે આવે છે , જે તેને ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષા આપે છે .
Lava Virat V1 5Gમાં 6,000mAhની બેટરી આપવામાં આવી છે , જયારે Lava Virat V1માં 5,000mAhની બેટરી મળે છે . મોટી બેટરીને કારણે બંને ફોન લાંબા સમય સુધી ઉપયોગ માટે યોગ્ય વિકલ્પ બની શકે છે .
જાહેરાત
જાહેરાત