અનેક અટકળો વચ્ચે એપલ તેના આગામી ફોલ ઈવેન્ટમાં iPhone Air 2 રજૂ કરશે, આ કાર્યક્રમ સામાન્ય રીતે સપ્ટેમ્બરની શરૂઆતમાં થાય છે.
Photo Credit: iPhone Air
વધુ એક કેમેરા આપવા અને કિંમત ઘટાડવા પર વિચારણા
iPhone Air 2 લોન્ચ થવા અંગેની રોજ નવી અટકળો સામે આવી રહી છે. દરેક અહેવાલો અલગ જ કહાની કહે છે. અનિશ્ચિત વિલંબ અને સમયપત્રક બદલવાની ચર્ચા વચ્ચે હવે આ સેકન્ડ જનરેશન મોડેલ નજીકના જ ભવિષ્યમાં આપણી સમક્ષ હશે તેવી ચર્ચા જોર પકડી રહી છે.
વેઇબો પર લીકર ફિક્સ્ડ ફોકસ ડિજિટલ અનુસાર, એપલ તેના આગામી ફોલ ઈવેન્ટમાં iPhone Air 2 રજૂ કરશે, આ કાર્યક્રમ સામાન્ય રીતે સપ્ટેમ્બરની શરૂઆતમાં થાય છે.
ધ ઇન્ફોર્મેશનના બે તાજેતરના અહેવાલોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. પ્રથમમાં, પ્રકાશનમાં કહેવામાં આવ્યું હતું કે એપલે "ઇજનેરો અને સપ્લાયર્સને સૂચિત કર્યા છે કે તેઓ નવી રિલીઝ ડેટ આપ્યા વિના આગામી iPhone Air ને શેડ્યૂલમાંથી દૂર કરી રહ્યા છે."
બીજા દિવસે, ધ ઇન્ફર્મેશન દ્વારા બીજો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં "કેટલાક એપલ એન્જિનિયરો સ્પ્રિંગ 2027 માં બીજા કેમેરા લેન્સ સાથે ફરીથી ડિઝાઇન કરેલું સંસ્કરણ રિલીઝ કરવાની આશા રાખી રહ્યા છે, સાથે સાથે તે સમયે સ્ટાન્ડર્ડ આઇફોન 18 અને આઇફોન 18e રિલીઝ કરવાની હાલની યોજનાઓ પણ છે."
તેમના iPhone Air 2 દાવાઓની સાથે, ફિક્સ્ડ ફોકસ ડિજિટલે અગાઉના અહેવાલોને સમર્થન આપ્યું હતું કે આઇફોન 17e એપલના સ્પ્રિંગ ઇવેન્ટમાં રજૂ થવાની અપેક્ષા છે, જે સામાન્ય રીતે માર્ચમાં યોજાય છે.
iPhone Air 2 માં પહેલી જનરેશનના મોડેલમાં રહેલી બે મુખ્ય ખામી પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું માનવામાં આવે છે. ધ ઇન્ફર્મેશન અનુસાર એપલ દ્વારા તેના ડિવાઈઝને ફરી ડિઝાઇન કરવાની શરૂઆત કરી છે. તેમાં વધુ એક કેમેરા આપવા સાથે તેની કિંમત પણ ઘટાડવા પર વિચારણા ચાલી રહી છે. જ્યાં સુધી
iPhone 17e ની વાત છે તો તે 16eની સરખામણીમાં નાનો અપડેટ લાગે છે. તેમાં, C1X મોડેમ આપવામાં આવશે તેમજ ગ્લાસ બેક હશે જે મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ જ એક ફિચર વપરાશકારને તેના iPhone 16eમાં ખૂટતી જણાઈ હતી. અન્ય અપગ્રેડમાં હળવા બિલ્ડ, વેપર ચેમ્બર કૂલિંગ અને મોટી બેટરીનો સમાવેશ થાય છે, જોકે એપલે આમાંથી કોઈપણ વિગતોની પુષ્ટિ કરી નથી.
આઇફોન એર 2, 2026 ના ફોલમાં લોન્ચ થાય કે પછી પરંતુ નવા લીક સૂચવે છે કે એપલ હજુ પણ તેની સ્લિમ ફોન વ્યૂહરચનાને સક્રિય રીતે આકાર આપી રહ્યું છે
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
BGMI Air Set to Launch in India on December 10; Closed Beta Testing to Begin Later This Month
WhatsApp Rolls Out Recent Media Suggestions Feature for Android and iOS Users: Report