Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે

Moto G Maxમાં 6.72 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે

Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે

Photo Credit: Flipkart

Moto G Maxમાં Snapdragon 6s Gen 4 ચિપસેટ મળે છે.

હાઇલાઇટ્સ
  • 6.72 ઇંચની Full HD+ ડિસ્પ્લે
  • Moto G Maxમાં Snapdragon 6s Gen 4 ચિપસેટ
  • ફોનમાં 7000mAhની બેટરી
જાહેરાત

Motorola કંપની પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન Moto G Max  ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે . આ ફોનની લોન્ચ તારીખ નક્કી થઈ ગઈ છે . આવતા અઠવાડિયામાં આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં એન્ટ્રી લેશે . આ ફોનમાં Full HD+ રિઝોલ્યુશનવાળો ડિસ્પ્લે મળે છે . ફોનમાં કંપનીએ ડયુઅલ કેમેરા સેટઅપ આપ્યો છે , જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળે છે . આના સિવાય IP64 રેટિંગ પણ આપવામાં આવ્યો છે જેથી ફોન વધારે મજબૂત બને . તો ચાલો જાણીએ Moto G Maxના ભારતમાં લોન્ચ થવા પહેલાની મુખ્ય સ્પેસિફિકેશન્સ .


Moto G Max ભારતમાં  લોન્ચ તારીખ :
Moto G Max  ભારતમાં 14મી ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહ્યું છે . કંપની આ ફોનને Flipkart મારફતે લોન્ચ કરશે . આ ફોન માટેની માઈક્રોસાઇટ લાઈવ થઈ છે . આ ફોન બપોરના 12 વાગ્યે લોન્ચ થશે અને બધી ડિટેલ્સ કંપનીના સોશિયલ મીડિયા ચેનલ્સ પર ઉપલબ્ધ થશે .

Moto G Max ભારતમાં કિંમત :
Moto G Maxની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી . આ ફોન મિડ - રેન્જ સેગમેન્ટમાં લોન્ચ થશે .

Moto G Max સ્પેસિફીકેશન્સ :
Moto G Max પહેલા જ કંપનીએ લગભગ બધી જ સ્પેસિફિકેશન્સ જાહેર કરી દીઘી  છે . આ ફોનમાં 6.72 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે . ફોનમાં 120Hzનું રિફ્રેશ રેટ જેમાં 1,050 nits પીક બ્રાઇટનેસ છે અને આ HBM મોડમાં મળે છે . આના સાથે જ કંપનીએ Water Touch 2.0 ટેક્નોલોજી આપી છે જે વરસાદમાં ભિંજાય તો પણ ફોનની સ્ક્રીન સ્મૂથલી કામ કરે છે .

Moto G Maxમાં Snapdragon 6s Gen 4 ચિપસેટ મળે છે . આમાં કંપનીએ 18GB RAM આપવાનું કહ્યું છે જેમાં વર્ચ્યુઅલ RAM પણ સામેલ હશે . આ ફોનમાં UFS 3.1 સ્ટોરેજ સાથે આવશે અને Android 16 પર ચાલશે . કંપનીએ 2 વર્ષ સુધી Android અપડેટ અને 3 વર્ષ સુધીની સિક્યોરિટી અપડેટ આપવાની ખાતરી આપી છે .

ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા હશે જેમાં Sony LYTIA 600 સેન્સર  સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા - વાઈડ કેમેરા પણ આપવામાં આવ્યો છે . સેલ્ફી અને વિડીયો કોલ માટે 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ મળશે . કંપનીએ બીજા ઘણા AI ફીચર્સ આપ્યા છે જેનાથી તમારો ફોટોગ્રાફીનો અનુભવ સારો થાય .


હવે વાત કરીએ બેટરીની તો આ ફોનમાં 7000mAhની બેટરી આવશે . કંપનીએ દાવો કર્યો છે કે આ સિલિકોન કાર્બન બેટરી 1000 સાઇકલ પૂરું કરવા ટેસ્ટ કરવામાં આવી છે . સાઉન્ડ માટે ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ હશે . સાથે જ Dolby Atmos સપોર્ટેડ છે . આના સિવાય 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યું છે .

આ ફોનને IP64 રેટિંગ પણ મળેલ છે જે પાણીના છાંટા સામે રક્ષણ મેળવે છે . સ્ક્રીન પર Corning Gorilla Glass Ceramic સેફ્ટી અને મજબૂતી માટે MIL - STD 810H મિલિટ્રી ગ્રેડ સર્ટિફિકેશન પણ મળશે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. AI ફિચર્સવાળા OLED TV ખરીદવાની તક ! Amazon સેલમાં લાખો રૂપિયાની બચત
  2. Google Pixel 6a સસ્તામાં ખરીદવાની તક , Amazon સેલમાં જંગી ઓફર સાથે ઉપલબ્ધ
  3. Moto G Max લોન્ચ ડેટ કન્ફ્રર્મ! Snapdragon 6s Gen 4, 120Hz ડિસ્પ્લે અને IP64 રેટિંગ મળશે
  4. લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન
  5. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  6. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  7. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  8. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  9. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  10. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »