Moto X70 Air ટૂંક સમયમાં ભારતીય સ્ટોર્સમાં આવવાની ધારણા

મોટોરોલા ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. સોમવારે કંપનીએ તેના અંગે સોશિયલ મીડિયા પર એક ટીઝર રજૂ કર્યું હતું.

Moto X70 Air ટૂંક સમયમાં ભારતીય સ્ટોર્સમાં આવવાની ધારણા

Photo Credit: Motorola

મોટો X70 એરની જાડાઈ 5.99mm છે

હાઇલાઇટ્સ
  • Moto X70 Airમાં Snapdragon 7 Gen 4 ચિપસેટ
  • Moto X70 Air એન્ડ્રોઇડ 16 પર ચાલે છે
  • 68W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ
જાહેરાત

મોટોરોલા ભારતમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. સોમવારે કંપનીએ તેના અંગે સોશિયલ મીડિયા પર એક ટીઝર રજૂ કર્યું હતું. જેમાં, આગામી સ્માર્ટફોનની બેકસાઇડ બતાવવામાં આવી છે. તેના નામ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી જો કે, તે ટૂંક સામ્યમાં લોન્ચ કરાય તેવો અંદાજ છે. તે પહેલાથી જ ચીનમાં ઉપલબ્ધ એવો Moto X70 Air હોવાનું અનુમાન છે.મોટોરોલા ભારતમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરશે,મોટોરોલા ઇન્ડિયાએ દેશમાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની X પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે. તેના ટીઝરમાં ફોનના રીઅર કેમેરા સેટઅપને હાઇલાઇટ કરે છે, જેમાં ચાર ગોળાકાર નાનાં કટઆઉટ છે, જેમાં કેમેરા સેન્સર અને LED ફ્લેશ છે. પોસ્ટ સાથે એક કેપ્શન પણ છે જેમાં, "બેટરી જે ઘડિયાળને હરાવે છે, ટૂંક સમયમાં આવી રહી છે. પોસ્ટમાં સ્માર્ટફોનનું ચોક્કસ નામ કે લોન્ચ તારીખનો ઉલ્લેખ નથી, પરંતુ ચીનમાં ઉપલબ્ધ મોટો X70 એર ટૂંક સમયમાં ભારતીય સ્ટોર્સમાં આવવાની ધારણા છે. તે 5 નવેમ્બરના રોજ મોટોરોલા એજ 70 તરીકે પસંદગીના વૈશ્વિક બજારોમાં લોન્ચ થવાની તૈયારીમાં છે, અને તેના સ્પેસિફિકેશન અંગે અગાઉથી માહિતી પ્રાપ્ત છે.

મોટોરોલા એજ 70 ફોનના કલર અને કિંમત મોટો X70 એર કરતા અલગ હોય તો પણ, આંતરિક અને એકંદર ડિઝાઇન સમાન હશે. તેની સાઇઝ 159.87 x 74.28 x 5.99mm અને વજન 159 ગ્રામ છે. તે વજનમાં હળવો અને પાતળી ડિઝાઇનને કારણે iPhone Air અને Galaxy S25 Edge ના હરીફ તરીકે આવશે.

Moto X70 Air ની કિંમત

Moto X70 Air ના 12GB રેમ અને 256 GB સ્ટોરેજ વર્ઝનની કિંમત ચીનમાં CNY 2,399 (આશરે રૂ. 30,000) છે, જ્યારે 12GB રેમ અને 512 GB સ્ટોરેજ વર્ઝનની કિંમત CNY 2,699 (આશરે રૂ. 33,500) છે. ભારતમાં ફોનની કિંમત ચીનમાં છે તેવી જ રહેશે.

Moto X70 Airનાં સ્પેસિફિકેશન્સ

Moto X70 Air એન્ડ્રોઇડ 16 પર ચાલે છે અને તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ 1.5K પોલેડ સ્ક્રીન છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 7 Gen 4 prosesar છે, જે 12GB સુધીની RAM અને 512GB સુધીની ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ છે.

Moto X70 Air માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 50-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ છે. ફ્રન્ટમાં, તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP68 + IP69-રેટેડ બિલ્ડ છે. તેમાં ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
તેની પ્રોફાઇલ Samsung Galaxy S25 Edge અને iPhone Air જેવી જ છે. Moto X70 Air Snapdragon 7 Gen 4 ચિપસેટ પર ચાલે છે અને તેમાં 4,800mAh બેટરી છે તેમજ તે 68W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે આવે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »