Realme GT 7 ને 39,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો

સ્ક્રીન સ્માર્ટ વોટર ટચ 3.0ની ટેકનોલોજી સાથે લોન્ચ થયો Motorola Edge 60.

Realme GT 7 ને 39,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો

Photo Credit: Motorola

મોટોરોલા એજ 60 પેન્ટોન જિબ્રાલ્ટર સી અને પેન્ટોન શેમરોક શેડ્સમાં આવે છે

હાઇલાઇટ્સ
  • Motorola Edge 60 ને 50-મેગાપિક્સલનો સોની LYTIA 700C મુખ્ય રીઅર સેન્સર મળે
  • સુરક્ષા માટે હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે
  • Motorola Edge 60 68W ટર્બોપાવર ચાર્જિંગને સપોર્ટ કરે છે
જાહેરાત

મંગળવારે ભારતમાં Motorola Edge 60 લોન્ચ થયો. આ મોડેલ થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ 60 પ્રો નું જ વર્ઝન છે આ બેઝ મૉડલમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ, 50-MPટ્રિપલ રીઅર કેમેરા યુનિટ, 1.5K પોલેડ ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે અને 5,500mAh બેટરી ક્ષમતા સાથે જોવા મળશે.જાણો Motorola Edge 60 ની ભારતમાં કિંમત અને તેના ફિચર્સ ,ફોનના ફિચર્સ જોવા જઈએ તો તે 6.67-ઇંચ 1.5K (1,220×2,712 પિક્સેલ્સ) પોલેડ ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે સાથે 120Hz સુધીનો રિફ્રેશ રેટ ધરાવે છે એમાં પણ 300Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ જોવા મળશે અને સ્ક્રીન સ્માર્ટ વોટર ટચ 3.0ની ટેકનોલોજી સાથે, પ્રોટેક્શન માટે એન્ટી ફિંગર પ્રિન્ટ કોતિંગ તેમજ કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન મળશે, બ્રાઇટનેસ લેવલ જોઈએ તો તે 4,500 nits સુધીનો, 20:09 આસ્પેક્ટ રેશિયો, 96.32 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો
મળશે જે 100 ટકા DCI-P3 કલર ગેમ કવરેજ ધરાવે છે.

આ ફોનમાં ચાર્જીગ માટે 68W ટર્બોપાવર ચાર્જિંગ સપોર્ટ તેમજ 5,500mAh બેટરી ક્ષમતા મળી રહે છે. સુરક્ષા માટે ફિંગર પ્રિન્ટ અને આ મોડેલ MotoAI 2.0 સ્યુટથી સજ્જ મળી રહેશે. હેન્ડસેટ 161.2×73.08×8.25mm માપે છે અને તેનું વજન 181g છે.

Motorola Edge 60 સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.0 એપરચર સાથે 50-MP નો ફ્રન્ટ-ફેસિંગ સેન્સર જોવા મળશે. ઓપ્ટિક્સ માટે આ મોડેલ ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ સાથે આવશે જેમાં f/1.8 એપરચર અને OIS સાથે 50-MP નો Sony LYTIA 700C પ્રાઇમરી સેન્સર મળી રહેશે મેક્રો ક્ષમતાઓ સાથે f/2.0 એપરચર સાથે અલ્ટ્રાવાઇડ-એંગલ લેન્સ સાથે જોડાયેલ બીજો 50-MP નો સેન્સર, તેમજ 3x ઓપ્ટિકલ ઝૂમ અને f/2.0 એપરચર સાથે 10-MP નો ટેલિફોટો શૂટર જોવા મળે છે. IP68+IP69-રેટેડ ધૂળ અને પાણી-પ્રતિરોધક બિલ્ડ અને લશ્કરી-ગ્રેડ MIL STD-810H ટકાઉપણું મળશે. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ 5.4, GPS અને USB ટાઇપ-C પોર્ટનો મળશે.

ભારતમાં Motorola Edge 60ની કિંમત દરેક સ્ટોરેજ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે હાલમાં 12GB + 256GB RAM અને સ્ટોરેજ માટે રૂ. 25,999 છે. આ મોડેલ ખરીદી માટે ફ્લિપકાર્ટ, રિલાયન્સ, ઓફલાઇન રિટેલ સ્ટોર તેમજ મોટોરોલા ઇન્ડિયાના ઈ - સ્ટોર પર મળી રહેશે જે ખરીદી માટે 17 જૂનના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ સાથે તેમણે મર્યાદિત સમય માટે ડિસ્કાઉન્ટ ઑફર પણ મળી રહેશે જેમાં તે આ મોડેલ રૂ.24,999 માં મેળવી શકશે અને કલરમાં તેમને પેન્ટોન જિબ્રાલ્ટર સી અને પેન્ટોન શેમરોક વિકલ્પો મળી રહેશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »