એરટેલે તેના પ્રી પેઇડ ગ્રાહકોને માટે આગામી છ મહિના માટે મફત એપલ મ્યુઝિક ઓફર કર્યું છે. આ ઓફર ગ્રાહકને એરટેલ થેન્ક્સ એપ હેઠળ મળશે.
Photo Credit: આ ઓફર અગાઉ એરટેલના વાઇ-ફાઇ અને પોસ્ટપેઇડ ગ્રાહકો માટે જ હતી
ભારતી એરટેલ દ્વારા ગ્રાહકોને આકર્ષવા નિતનવી યોજનાઓ જાહેર કરાતી રહે છે. હાલમાં, એરટેલે તેના ગ્રાહકોને ફ્રી એપલ મ્યૂઝિકની ઓફર કરી છે. આગામી છ મહિના માટે જાહેર કરેલી આ યોજનાનો લાભ તેના પ્રી પેઇડ ગ્રાહકોને મળશે. ગ્રાહકોને આ માટે કોઈ અલગથી ચાર્જ ભરવાનો રહેશે નહીં. ટેલિકોમ ઓપરેટર એરટેલે એપલ કંપની સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું હોવાની ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી. જેના અંતર્ગત કંપનીએ તેના વાય ફાય અને પોસ્ટપેઇડ વપરાશકારને Apple TV+ અને એપલની મ્યુઝિક સર્વિસ વિનામૂલ્યે ભેટરૂપે આપવાની જાહેરાત કરી હતી. આ લાભને આગળ વધારીને કંપનીએ હવે તેના પ્રી પેઇડ ગ્રાહકોને માટે પણ આગામી છ મહિના માટે મફત એપલ મ્યુઝિક ઓફર કર્યું છે. આ ઓફર ગ્રાહકને એરટેલ થેન્ક્સ એપ હેઠળ મળશે.
એપલ થેન્ક્સ એપ દ્વારા રિચાર્જ કરાવનારને એરટેલ દ્વારા ફ્રી એપલ મ્યુઝિકનો લાભ આપવાની જાહેરાત કરી છે. યોજનાનો લાભ છ મહિના સુધી મળશે. આ અંગેના બેનરમાં લખવામાં આવ્યું છે કે, “એપલ મ્યુઝિક મેળવો, વધારાના ખર્ચ વિના” આ વાતને ઘણા પ્રિપેઇડ ગ્રાહકોએ પુષ્ટિ આપી હતી. તેમણે તેમના દરેક પ્રકારના ડિવાઇઝ પર આ ઓફર માન્ય હોવાનું જણાવ્યું હતું. એકવાર ઓફર સમય પૂરો થઈ જતા ગ્રાહક એપલ મ્યુઝિક ચાલુ રાખવા માસિક ચાર્જ ચૂકવવો પડશે.
એરટેલ દ્વારા આ અગાઉ ફેબ્રુઆરીમાં તેના હોમ વાઈ ફાઈ અને પોસ્ટ પેઇડ ગ્રાહકો માટે એપલ ટીવી+ના ફ્રી સબસ્ક્રિપ્શન સાથે એપલ મ્યુઝિક પણ ફરી આપવાની જાહેરાત કરી હતી.
એપલ મ્યુઝિકનો લાભ લેવો હોય તો તેનું મૂલ્ય વ્યક્તિગત પ્લાન હેઠળ રૂ. 99 છે. વિદ્યાર્થીને માટે એપલ મ્યુઝિક મેળવવા માટે રૂ. 59નો પ્લાન છે. આ માટે વિદ્યાર્થી પાસે તેની આઈકાર્ડ હોવું જરૂરી છે. ફેમિલી પ્લાન હેઠળ તેનું મૂલ્ય રૂ. 149 છે. જેમાં, કુટુંબના એકથી વધારે વ્યક્તિ તેનો લાભ મેળવી શકે છે. જે હાલમાં એરટેલ દ્વારા ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.
યોજના હેઠળ એરટેલના એક્સ્ટ્રીમ ફાઈબર અને તેના પોસ્ટપેઈડ ગ્રાહકો જે રૂ. 999નો અથવા તેથી વધુની રકમનો પ્લાન લે તેમને માટે એપલ ટીવી+ અને એપલ મ્યુઝિકનું સબ્સ્ક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે.
આ ઉપરાંત ટેલિકોમ ઓપરેટર એરટેલ દ્વારા ગૂગલ સાથે પણ ભાગીદારી કરી છે. જેમાં,આ વાયફાય અને પોસ્ટપેઈડ ગ્રાહકોને ગુગલ વનનું પણ સ્બસ્ક્રિપ્શન આપવામાં આવશે. જેના માટે કોઈ વધારાનો ખર્ચ લેવામાં આવશે નહીં. આ યોજના પણ છ મહિના માટે ચાલુ રહેશે. આ સાથે એરટેલ કંપનીના વાઈ ફાઈ, મોબાઇલ અને ડીટીએચ ગ્રાહકો પરપ્લેક્સીટી પ્રો ફ્રીમાં એક્સસ કરી શકશે.
જાહેરાત
જાહેરાત