Photo Credit: Motorola
મોટોરોલા એજ 60 પ્રોમાં 1.5K રિઝોલ્યુશન સાથે 6.7-ઇંચ ડિસ્પ્લે છે
ભારતમાં મોટોરોલા એજ 60 બુધવારના રોજ લોન્ચ કર્યો હતો. લીનોવોનો કંપનીનો નવો સેમ જ સીરીઝનો ફોન પર નજર નાખીએ તો મીડિયાટેક ડાયમેન્સિટી 8350 એક્સ્ટ્રીમ પ્રોસેસર તેમજ રેમ 12GB સુધી અને 256GB બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આવે છે. મોટોરોલા એ જ 60 પ્રોમાં કેમેરો એ ત્રીપલ રીઅર કેમેરા તેમજ 50MP સાથે આવે છે. એ સાથે 1.5K રિઝોલ્યુશન અને 6.7-ઇંચની ડિસ્પ્લે જોવા મળશે. અનેક વાયર્ડ, વાયરલેસ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે જોવા મળશે એ સાથે 6,000mAh બેટરી ધરાવે છે.ભારતમાં Motorola Edge 60 Proની કિંમત ,ભારતમાં Motorola Edge 60 Proની કિંમત જોવા જઈએ તો દરેક સ્ટોરેજ તેમજ રેમ મુજબ અલગ અલગ રહેશે 8GB રેમ અને 256GB માટે 29,999 રૂપિયા છે. જ્યારે 12GB + 256GBના મોડેલનો ભાવ 33,999 રૂપિયા છે. આ મોડેલ ભારતમાં ફ્લિપકાર્ટ તેમજ મોટરોલા ઇન્ડિયાની વેબસાઈટ પરથી પ્રીઓર્ડર કરી શકાશે. જે 7 મેના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.
કલરમાં તમને પેન્ટોન ડેઝલિંગ બ્લુ, પેન્ટોન સ્પાર્કલિંગ ગ્રેપ અને પેન્ટોન શેડો કલર મળી રહેશે.
Motorola Edge 60 Proની સુરક્ષા માટે કંપની જણાવે છે કે ત્રણ વર્ષ સુધી આ ફોનમાં એન્ડ્રોઇડ અપડેટ્સ અને ચાર વર્ષ સુધી આ ફોનમાં સુરક્ષા મળી રહેશે.ડિસ્પ્લે 6.7-ઇંચ, 1.5K (1,220×2,712 પિક્સેલ્સ) ક્વોડ કર્વ્ડ પોલેડ સ્ક્રીન જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ, 446ppi પિક્સેલ સાથે ઉપલબ્ધ છે અને બ્રાઇટનેસ 4,500 nits પીકની છે.
પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i છે જે મીડિયાટેક ડાયમેન્સિટી 8350 એક્સ્ટ્રીમ SoC પર કાર્યરત છે.
ટ્રિપલ રીઅર કેમેરો 50MPનો છે જે f/1.8 એપરચર, LYTIA 700C સેન્સર તેમજ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) દ્વારા સંચાલિત છે અને f/2.0 એપરચર સાથે 50MP નો સેલ્ફી શૂટર છે.બેક કેમેરા સેટઅપમાં f/2.0 એપરચર તેમજ 50MPનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ જે 3x ઓપ્ટિકલ ઝૂમ અને f/2.0 એપરચર સાથે ઉપલબ્ધ છે. 10MPનો ટેલિફોટો કેમેરા આ મોડેલમાં જોવા મળશે.
આ મોડેલ 5G, 4G LTE, Wi-Fi 6E, બ્લૂટૂથ 5.4, GPS, ગ્લોનાસ, ગેલિલિયો અને USB ટાઇપ-C પોર્ટ એ સાથે આ મોડેલમાં ધૂળ અને પાણીથી રક્ષણ મળી રહેશે. એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર અને SAR સેન્સર છે ને ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ તેમજ ઓથેન્ટિકેશન માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર જોવા મળશે.
6,000mAh બેટરી સાથે આ મોડેલ 90W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટને સાથે આવશે. જે હેન્ડસેટ 5W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જેનું માપ 160.69×73.06×8.24mm અને વજન 186g જેટલું છે.
જાહેરાત
જાહેરાત