લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન

આ ફોનના રિયરમાં ટ્રિપલ કેમેરા સિસ્ટમ દેખાય છે

લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન

ફોનમાં 200 મેગાપિક્સલનો રિયર કેમેરાની સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ જોવા મળશે

હાઇલાઇટ્સ
  • Motorola Edge 70 Neoએ Edge 60 Neoનું અપગ્રેડેડ મોડેલ
  • ફોનની પાછળ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ
  • Motorola Edge 70 Neo ચાર કલરમાં
જાહેરાત

મોટોરોલા ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન Motorola Edge 70 Neo લોન્ચ કરી શકે છે . તાજેતરમાં સામે આવેલી લીક અનુસાર આ ફોનના રેન્ડર્સ એટલે કે ડિઝાઈન બતાવતી ઇમેજ પણ ઓનલાઈન સામે આવી છે . આ ઈમેજો પરથી ફોનની ડિઝાઈન અને કેટલાક મહત્વના ફીચર્સ વિશે જાણકારી મળી આવી છે .

લીક થયેલા રેન્ડર્સ Mac Observer દ્રારા શેર કરવામાં આવ્યા છે . ઇમેજોમાં Motorola Edge 70 Neo ચાર કલરમાં જોવા મળે છે . જેમાં પિંક , ડાર્ક ગ્રીન , લાઈટ ગ્રીન , લાઈટ બ્લૂ કલરનો સમાવેશ થાય છે . આ ફોનને મેટ ફિનિશ પણ આપવામાં આવ્યો છે , જયારે પિંક કલરના વેરિઅન્ટમાં એક અલગ પ્રકારની ડિઝાઈન જોવા મળે છે . ડિસ્પ્લેની બંને બાજુથી કર્વ્ડ છે , જે Motorolaની Edge સિરીઝની ખાસિયત બતાવે છે .

Latest and Breaking News on NDTV

  Motorola Edge 70 Neo ચાર કલરમાં જોવા મળે છે                                                                                          photo credit :Observer

Motorola Edge 70 Neo કેમેરા સેટઅપ :

ફોનની પાછળ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે . કેમેરા મોડયુલ પર 200MP લખેલું જોવા મળે છે , જે દર્શાવે છે કે ફોનમાં 200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળી શકે છે . જોકે , કંપની દ્રારા  હજુ સુધી ફોનના સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા નથી .

Motorola Edge 60 Neo સ્પેસિફિકેશન્સ અને કેમેરા :

Motorola Edge 70 Neoએ  Edge 60 Neoનું અપગ્રેડેડ મોડેલ હશે . Edge 60 Neoમાં 6.36 ઇંચની 1.5K ફ્લેટ pOLED LTPO ડિસ્પ્લે , 3,000 nits પીક બ્રાઇટનેસ અને MediaTek Dimensity 7400 પ્રોસેસર આપવામાં આવ્યું છે . તેમાં 50 મેગાપિક્સલનો Sony મુખ્ય કેમેરા , 13 મેગાપિક્સલનો અલ્ટ્રા- વાઈડ કેમેરા અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા છે . સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .

Motorola Edge 70 Neo કનેક્ટિવિટી :

કનેક્ટિવિટી માટે તેમાં 4G , 5G , Wi-Fi , બ્લૂટૂથ , GPS અને USB Type -C પોર્ટ જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે . ફોનમાં 5,000mAhની બેટરી છે , જે 68W ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે . હવે આગળ આ જોવાનું રહેશે કે કંપની Motorola Edge 70 Neoમાં બીજા ક્યા ફીચર્સ કે અપગ્રેડ આપશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. લોન્ચ પહેલા Motorola Edge 70 Neoની ડિઝાઈન આવી સામે , ચાર કલરમાં જોવા મળશે ફોન
  2. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  3. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  4. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  5. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  6. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  7. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  8. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  9. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  10. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »