Photo Credit: Motorola
ભારતમાં લોન્ચ થયો Motorola Razr 60 Ultra ફોન, જાણો ફીચર્સ
ગત મંગળવારે ભારતમાં Motorola Razr 60 Ultra લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસ ક્લેમશેલ ફોલ્ડેબલ જોવા મળશે જેમાં Qualcommના ફ્લેગશીપ Snapdragon 8 Elite ચિપસેટ પર કાર્યરત રહેશે. ફોન 16GB RAM સાથે ફોન માર્કેટમાં મળશે. જેમાં 4 ઈંચના કવર ડિસ્પ્લે અને 7 ઈંચની ફોલ્ડેબલ ઇન્ટરનલ સ્ક્રીન આપવામાં આવ્યું છે. ફોનમાં 50MPનો સેન્સરવાળો કેમેરાની સાથે 50MPનો intarnal સેલ્ફી કેમેરો સાથે આપવામાં આવ્યો છે. Razr 60 અલ્ટ્રાને એપ્રિલમાં તેના બેઝ Motorola Razr 60 હેન્ડસેટની સાથે વૈશ્વિક બજારમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.
મોટોરોલા Razr 60 Ultra ની કિંમત ભારતમાં 99,999 રૂપિયા રાખવામાં આવ્યું છે. જેમાં કંપની દ્વારા 16GB + 512GB RAM સાથેના સ્ટોરેજનું કન્ફર્મેશન આપ્યું છે. કેટલીક બેન્કોના ગ્રાહકો માટે 10000 રુપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. કસ્ટમર 7,500 રુપિયાના પ્રતિ માસથી શરૂ થતાં નો કોસ્ટ EMI પર ડીવાઈસ લઈ શકશે.
749 રૂપિયા અને તેનાથી વધુના પ્લાન પર તમે ડીવાઈસ દ્વારા રિલાયન્સ જીયો પોસ્ટપેડ યુઝર્સ 15,000 રૂપિયા સુધીના લાભનો આનંદ પણ માણી શકે છે. જેની અંદર Netflix, Amazon Prime, Jio TV, JioAIClodનો સમાવેશ થાય છે.
આ હેન્ડસેટ માઉન્ટેન ટ્રેલ, રિયો રેડ અને સ્કારબના કલર વેરિયંટ્સમાં જોવા મળશે. જેમાં FSC પ્રમાણિત લાકડું, વિગન ચામડું અને અલ્કાંટારા ફિનીશનો સમાવેશ થાય છે. દેશમાં એમેઝોન, રિલાયન્સ ડિજિટલ અને કેટલાય સત્તાવાર વેબસાઈટ સાથે કેટલાક ઓફલાઈન રિટેલર દ્વારા 21 મે ના રોજ 12 વાગ્યાથી ખરીદીમાં મૂકવામાં આવશે.
ડીવાઈસમાં આપને 7 ઇંચની સ્ક્રીન સાથે 1.5K pOLED LTPO ફોલ્ડેબલ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 165Hz રીફ્રેશ રેટ સાથે 4000nits સુધીની પિક બ્રાઇટનેસ લેવલ સાથે આવશે. જેમાં HDR10+ અને ડોલ્બી વિઝનનો પણ સપોર્ટ છે. તેમાં 4 ઇંચની સેમ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 3000nits સુધીની પિક બ્રાઇટનેસ આપવામાં આવી છે. તેમાં કોર્નિંગ ગોરીલા ગ્લાસ સિરામિક પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
Motorola Razr 60 Ultra માં સ્નેપડ્રેગન 8 Elite SoC અને 16GB સુધી LPDDR5X RAM અને 512GB UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજ છે. તે એન્ડ્રોઇડ 15-આધારિત હેલો UI સાથે આવશે જેમાં ત્રણ મુખ્ય OS અપગ્રેડ મળશે.
કેમેરાની વાત કરીએ તો ડીવાઈસમાં f/1.8 અપર્ચર સાથે 50MPનો પ્રાથમિક રિઅર સેન્સર અને f/2.0 અપર્ચર સાથે 50MPનો અલ્ટ્રા-વાઇડ શૂટર કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં સાથોસાથ સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 50MPનો ઇન્ટરનલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
સિક્યોરિટી માટે ડીવાઈસમાં ફેસ અનલોકનો ફીચર આપવામાં આવ્યો છે. જેની સાથે સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ડસ્ટ અને વોટર સ્પ્લેશથી સુરક્ષા માટે તેમાં IP48નું રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટીમાં આપને 5G, Wi-Fi, Bluetooth 5.4 થી લઈને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે.
ડીવાઈસમાં 4700mAhની બેટરી આપવામાં આવી છે જેમાં 68Wનું વાયર્ડ ટર્બોપાવર, 30Wનું વાયરલેસ અને 5Wનું રિવર્સ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત