Nothing Phone 3 ભારતમાં લોન્ચ કારાયો છે. તેમાં, Snapdragon 8s Gen 4 પ્રોસેસાર આપવામાં આવ્યું છે.
Photo Credit: Nothing
Nothing Phone 3 માં 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે
Nothing Phone 3 ભારતમાં લોન્ચ કારાયો છે. તેમાં, Snapdragon 8s Gen 4 પ્રોસેસાર આપવામાં આવ્યું છે સાથે તેમાં કેમેરા સેટઅપ જોઈએ તો, 50-megapixel રેર કેમેરા સાથે OIS સપોર્ટવાળો મેઈન લેન્સ, 3x optical zoom વાળો પેરિસ્કોપીક ટેલિફોટો અને એક અલ્ટ્રાવાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં પણ 50 megapixel સેલ્ફી કેમેરા છે. આ ફોનમાં 6.67 ઇંચનો ડિસ્પ્લે કે જે 1.5K રિસોલ્યુશન ધરાવે છે. OnePlusનાં અગાઉનાં સહ સ્થાપક કાર્લ પેઇ આ નવા હેન્ડસેટની આગેવાની કરી રહયા છે. યુકે બ્રાન્ડ નથિંગનાં આ ફોનમાં 5,500mAh બેટરી આપવામાં આવી છે.Nothing Phone 3ની ભારતમાં કિંમત,ભારતમાં Nothing Phone 3, 12GB + 256GB RAM અને સ્ટોરેજ ધરાવતા વેરિયેન્ટની કિંમત રૂ. 79,999 રાખવામાં આવી છે. તેમાં ટોપ એન્ડ મોડેલ કે જેમાં 16GB RAM + 512GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે તેની કિંમત રૂ. 89,999 રાખવામાં આવી છે. તેમાં બે કલર વિકલ્પ વ્હાઇટ અને બ્લેક રહેશે અને તેનું 15 જુલાઈ થી ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિન્ટ્સ, વિજય સેલ્સ, ક્રોમા અને અન્ય અગ્રણી રિટેઇલ સ્ટોર દ્વારા વેચાણ કરાશે. પ્રિ બુકીંગ કરતા લોકો માટે સ્પેશિયલ લોન્ચ ઓફર હેઠળ નથિંગ એર પેર ફ્રી મળશે. યુકેમાં Nothing Phone 3નાં બેઝ મોડેલની કિંમત GBP 799 એટલે કે, લગભગ 93000 છે.
ડ્યુઅલ સીમ (nano+eSIM)ધરાવતા Nothing Phone 3 એન્ડ્રોઇડ 15 બેઝડ નથીંગ OS 3.5 પાર ચાલે છે. તેના વપરાશકારને પાંચ વર્ષ સુધી એન્ડ્રોઇડ અપડેટ અને સાત વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ પેચ અપડેટ્સ આપવાની પણ ખાતરી આપી છે. ફોનમાં 6.67 ઈંચનું 1.5K (1,260 x 2,800 pixels) AMOLED ડિસ્પ્લે છે સાથે આવશે જે 120Hz રિફ્રેશ રેટ અને 4500 નીટસ સુધીની પીકઅપ બ્રાઇટનેસ પુરી પાડશે.
Nothing Phone 3માં ડિસ્પ્લેના પ્રોટેક્શન માટે આગળની બાજુ Gorilla Glass 7i આપવામાં આવ્યો છે જ્યારે બેકસાઇડ Gorilla Glass Victus આપવામાં આવ્યો છે.
Nothing Phone 3 ના ભારતીય વેરિએન્ટમાં 5,500mAh battery , તે 65W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેના દ્વારા 1 ટકાથી બેટરી 100 ટકા થવામાં માત્ર 54 મિનિટ લેશે તેવો દાવો કરવામાં આવે છે. તેમાં 15Wનું વાયરલેસ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે, તે 7.5Wના રિવર્સ વાયર્ડ ચાર્જિંગ અને 5Wનાં રિવર્સ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. હેન્ડસેટની સાઈઝ 160.60x75.59x8.99mm અને વજન 218g રહેશે.
જાહેરાત
જાહેરાત