ઓક્ટોબરમાં મિડરેન્જમાં નવો સ્માર્ટફોન Nothing Phone 3a Lite વૈશ્વિક બજારમાં લોન્ચ કરાયો. તેની ભારતમાં રજૂઆતની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી છે
Photo Credit: Nothing
Nothing Phone 3a Lite ડાયમેન્સિટી 7300 Pro ચિપસેટ
બ્રિટિશ સ્માર્ટફોન બનાવતી કંપની નથિંગ દ્વારા ઓક્ટોબરમાં મિડરેન્જમાં નવો સ્માર્ટફોન Nothing Phone 3a Lite વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યો હતો. તેની ભારતમાં રજૂઆતની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી છે. Nothing Phone 3a સિરીઝમાં આ નવી રજૂઆત છે. Nothing Phone 3a Lite હાલમાં કંપનીની વેબસાઇટ દ્વારા પસંદગીના બજારોમાં ખરીદી શકાય છે. Nothing Phone 3a Lite ડાયમેન્સિટી 7300 Pro ચિપસેટ, 8GB રેમ અને 256GB સુધીના ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે. તેમાં એલર્ટ્સ માટે નવી Glphy લાઇટ આપવામાં આવી છે.
Nothing એ X પર એક પોસ્ટ દ્વારા ભારતમાં Phone 3a Lite લોન્ચ કરવાની જાહેરાત કરી. કંપનીએ પોસ્ટ કર્યું, "લાઈટનિંગ હંમેશા કંઈક નવું લાવે છે." જેના કારણે તેમાં કંઈક વિશેષ હશે તેવું લાગી રહ્યુછે. તેમાં પ્રમાણમાં કિફાયતી એવા ફોન અંગેની માહિતી. હજુ જાહેર કરાઈ નથી. તેમજ તે હાલમાં ‘ટૂંક સમયમાં આવી રહ્યો છે' તે રીતે લિસ્ટેડ છે.
ટીઝર પ્રમાણે આ ફોન બે કલર વ્હાઇટ અને બ્લેકમાં આવશે. તેમાં વિશ્વના અન્ય દેશોમાં આપવામાં આવેલા ફીચર્સ જ આપવામાં આવશે.
Nothing Phone 3a Lite ડ્યુઅલ-સિમ (નેનો + નેનો) સાથે આવશે. Nothing Phone 3a Lite Android 16 પર આધારિત Nothing OS 3.5 પર ચાલે છે. તેમાં, 5,000mAh બેટરી રહેશે જે 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ત્રણ મુખ્ય Android અપડેટ્સ અને છ વર્ષ માટે SMR સપોર્ટ આપવામાં આવ્યું છે. તેમાં 6.77-ઇંચ ફુલ-HD+ (1,080 × 2,392 પિક્સલ્સ) ફ્લેક્સિબલ AMOLED સ્ક્રીન છે જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 3,000 નિટ્સ પીક HDR બ્રાઇટનેસ છે.
Nothing Phone 3a Lite MediaTek Dimensity 7300 Pro ચિપસેટ, 8GB રેમ અને 256GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવશે. આ હેન્ડસેટ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધીના એક્સપાન્ડેબલ સ્ટોરેજને સપોર્ટ કરે છે.
3a Lite ટ્રિપલ-રીઅર કેમેરા સિસ્ટમથી સજ્જ છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક શૂટર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા તેમજ ત્રીજો સેન્સરનો સમાવેશ થાય છે જેના અંગેની માહિતી હજુ પ્રાપ્ત નથી. તેમાં સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ છે.
Nothing Phone 3a Lite પર કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 6, Bluetooth 5.3, GPS, GLONASS, BDS, Galileo અને QZSSનો સમાવેશ થાય છે. ધૂળ અને પાણી સામે રક્ષણ માટે તેને IP54 રેટિંગ અને આગળ અને પાછળના પેનલ પર Panda Glass આપવામાં આવ્યા છે
જાહેરાત
જાહેરાત
Redmi Turbo 5 Design Revealed in Leaked Render; Tipped to Feature Snapdragon 8 Gen 5 Chip