Photo Credit: OnePlus
OnePlus 13T 16GB સુધીની RAM અને 1TB સુધીના ઓનબોર્ડ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે
ગયા ગુરુવારે ચીનમાં કરવામાં આવ્યો હતો. 13મી સીરિઝનો આ ફોન Snapdragon 8 Elite ચિપસેટ સાથે બજારમાં આવ્યો છે. ડિવાઇસમાં 16 GB RAM અને 1 TBનું બિલ્ટ ઇન સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6.32 ઇંચની ડિસ્પ્લે સાથે 50MPના કેમેરા સાથે ડ્યુઅલ રીઅર કેમરા યુનિટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 6260mAhની બેટરી આપવામાં આવી છે જે 80Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાંથી એલર્ટ સ્લાઇડરને હટાવીને તેમ નવી શોર્ટકટ કી આપવામાં આવી છે.OnePlus 13T કિંમત,ડિવાઇસના 12GB RAM + 256GB સ્ટોરેજવાળા બેઝ મોડેલની કિંમત અંદાજે 39000 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 16GB+256GB, 12GB+512GB અને 16GB+512GBવાળા મોડેલની કિંમત અનુક્રમે 41000, 43000 અને 46000 રાખવામાં આવી છે. આ બધાની સાથે ગ્રાહકો ફોનનું ટોપ મોડલ જે 16GB+1TB સાથે આવે છે તેણે 52000 રૂપિયામાં ખરીદી શકશે.
ડિવાઈસ આપને બ્લેક, મિસ્ટ ગ્રેમ અને પાઉડર પિન્ક તેમ ત્રણ કલરમાં જોવા મળશે. હાલના સમયમાં દેશમાં પ્રિ-ઓર્ડર અને ફોનની ડિલિવરી 30મી એપ્રિલથી શરૂ થશે.
ફોનમાં આપને ડ્યુઅલ સિમ જોવા મળશે. ડિવાઈસ એન્ડ્રોઈડ 15 સાથે ColorOS 15.0 પર કાર્યરત રહેશે. ફોનમાં 6.32 ઇંચની ફુલ ડિસ્પ્લે સાથે 120Hzની રિફ્રેશ રેટ જોવા મળશે. સાથો સાથ 94.1%નો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, 240Hzનો ટચ સેમ્પલિંગ રેટ સાથે પિક બ્રાઇટનેસ ડિવાઇસમાં આપવામાં આવી છે. Oneplusનો આ લેટેસ્ટ ફોન કોમ્પેક્ટ મેટલ ફ્રેમથી બનેલો છે.
હેન્ડસેટમાં Andreno 830 GPU સાથે Snapdragon 8 Elite SoC આપવામાં આવ્યું છે. જે મહત્તમ 16GB LPDDR5X રેમ અને 1TB UFS 4.0 સુધીનું સ્ટોરેજ જોવા મળશે. ડિવાઇસમાં થર્મલ મેનેજમેન્ટ માટે તેમ 4400 સ્ક્વેર MM ગ્લેશિયર VC કૂલિંગ એરિયા અને 37335નો ડિસીપેશન એરિયા આપવામાં આવ્યો છે.
ફોનના કેમેરા યુનિટની વાત કરી તો તેમ ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ આપવામાં આવ્યું છે. જેની અંદર OIS અને f/1.8 અપર્ચર સાથેનો 50MPનો વાઈડ એંગલ સેન્સર સાહિતનો કેમેરા તેમજ f/2.0 અપર્ચર સાથેનો ઓટોફોકસ સાથેનો 50MPનો બીજો કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં ટેલિફોનિક સેન્સર આપવામાં આવ્યું છે. HD વીડિયો કોલ અને સુંદર સેલ્ફી માટે તેમ 16MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં કંપની દ્વારા Wi-Fi 7, Bluetooth 5.4, Beidou, GLONASS સહિત NFC આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં એકસેલોમીટર, જાયરોસ્કોપ, જીઓમેગ્નેટિક સેન્સરથી લઈને પ્રોક્સિમિટી સુધીના સેન્સર આપવામાં આવ્યા છે.
ડિવાઇસમાં સૃક્ષા માટે ઈન-ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનને ડસ્ટ અને પાણીથી રક્ષણ આપવા માટે IP65 રેટિંગ આપવામાં આવ્યું છે. તેમાં કેમેરો શરૂ કરવા, DND જેવી સુવિધાઓનો ઉપયોગ કરવા નવી શોર્ટકટ કી આપવામાં આવી છે. ફોનમાં 6260mAhની બેટરીની સાથે 80Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. ફોન 150.81×71.70×8.15mmની સાઈઝ ધરાવે છે જેનું વજન લગભગ 185g જેટલું છે.
જાહેરાત
જાહેરાત