OnePlus એ સોમવારે ચીનમાં OnePlus 15 લોન્ચ કર્યો છે. તેમાં ઘણા અપગ્રેડ કરાયા છે
Photo Credit: OnePlus
OnePlus 15 માં 50-મેગાપિક્સલનો ટ્રિપલ-રીઅર કેમેરા સેટઅપ છે
OnePlus એ સોમવારે ચીનમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન, OnePlus 15 લોન્ચ કર્યો છે. આ ફોન તેના દમદાર સ્પેસિફિકેશન્સ અને વધુ સારા ફિચર્સને કારણે મોબાઈલ બજારમાં માંગમાં રહેશે. તેમાં ઘણા અપગ્રેડ કરાયા છે જેના કારણે તેના પ્રદર્શનમાં અગાઉના સ્માર્ટફોન કરતાં સુધારો જોવા મળશે.OnePlus 15નાં સ્પેસિફિકેશન્સ,OnePlus 15, Qualcomm ના ઓક્ટા-કોર 3nm સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે Adreno 840 GPU સાથે જોડાયેલ છે. ચિપસેટમાં 2 પર્ફોર્મન્સ કોર અને છ કાર્યક્ષમતા કોર છે, જે 4.608GHz ની પીક ક્લોક સ્પીડ પ્રદાન કરે છે. તે 16GB સુધીની LPDDR5X RAM અને 1TB સુધીની UFS 4.1 ઓનબોર્ડ સ્ટોરેજથી સજ્જ છે.
તેમાં, 7,300mAh બેટરી છે અને 120W સુપર ફ્લેશ ચાર્જ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ફ્લેશ ચાર્જને સપોર્ટ કરે છે.
OnePlus 15 ચીનમાં એન્ડ્રોઇડ 16-આધારિત ColorOS 16 પર ચાલે છે. તેમાં 165Hz સુધીના રિફ્રેશ રેટ અને 1.5K (1,272x2,772 પિક્સલ્સ) રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચની થર્ડ જનરેશનની BOE ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે, 1,800 નિટ્સ પીક બ્રાઇટનેસ, 330Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ અને 450 ppi પિક્સલ ડેન્સિટી છે. સ્ક્રીન 100 ટકા DCI-P3 કલર ગેમટ અને 1.07 બિલિયન કલર્સને પણ સપોર્ટ કરે છે.
OnePlus 15 માં ટ્રિપલ-રીઅર કેમેરા યુનિટ છે, જે 24mm ફોકલ લેન્થ સાથે 50-મેગાપિક્સલ (f/1.8) પ્રાથમિક શૂટર દ્વારા સંચાલિત છે. તેમાં 50-મેગાપિક્સલ (f/2.0) અલ્ટ્રાવાઇડ કેમેરા અને 50-મેગાપિક્સલ (f/1.8) ટેલિફોટો કેમેરા પણ છે. આગળના ભાગમાં, તે 32-મેગાપિક્સલ (f/2.4) સેલ્ફી કેમેરાથી સજ્જ છે. પાછળનો કેમેરા સેટઅપ 30 fps પર 8K રિઝોલ્યુશન વિડિઓઝ શૂટ કરવામાં સક્ષમ છે.
OnePlus 15નાં 12GB રેમ અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ ધરાવતા બેઝ મોડેલની કિંમત CNY 3,999 (આશરે રૂ. 50,000) થી શરૂ થાય છે. 16GB રેમ અને 256GB સ્ટોરેજ, 12GB રેમ અને 512GB સ્ટોરેજ તેમજ 16GB રેમ અને 512GB સ્ટોરેજવાળા હાઇ એન્ડ વેરિઅન્ટ્સની કિંમત અનુક્રમે CNY 4,299 (આશરે રૂ. 53,000), CNY 4,599 (આશરે રૂ. 57,000) અને CNY 4,899 (આશરે રૂ. 61,000) રાખવામાં આવી છે.
16GB રેમ અને 1TB સ્ટોરેજવાળા ટોપ-ઓફ-ધ-લાઇન OnePlus 15 વેરીઅન્ટની મોડેલની કિંમત CNY 5,399 (આશરે રૂ. 67,000) છે. તે એબ્સોલ્યુટ બ્લેક, મિસ્ટી પર્પલ અને સેન્ડ ડ્યુન (ચાઇનીઝમાંથી અનુવાદિત) કલરમાં મળશે. તે 28 ઓક્ટોબરથી ચીનમાં કંપનીના ઓનલાઈન સ્ટોરથી ખરીદી શકાશે.
જાહેરાત
જાહેરાત