OnePlus 15T નજીકના ભવિષ્યમાં ચીનમાં લોન્ચ થવાની શક્યતા છે. આ સ્માર્ટફોન થોડા ફેરફાર સાથે ભારતમાં OnePlus 15s નામથી રજૂ થાય તેવી શક્યતા છે.
Photo Credit: OnePlus
OnePlus 13T (ચિત્રમાં) 6,260mAh બેટરી સાથે લોન્ચ થયો
OnePlus 15T નજીકના ભવિષ્યમાં ચીનમાં લોન્ચ થવાની શક્યતા છે. આ સ્માર્ટફોન થોડા ફેરફાર સાથે ભારતમાં OnePlus 15s નામથી રજૂ થાય તેવી શક્યતા છે. જે OnePlus 13s ના અનુગામી તરીકે હશે. જો કે હજુસુધી કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. OnePlus 15T આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલની આસપાસ, એટલે કે 2026 માં ચીનમાં રજૂ કરવામાં આવશે. OnePlus 15T એપ્રિલમાં ચીનમાં લોન્ચ થયેલા OnePlus 13Tનું સ્થાન લેશે તેમ લાગે છે.
OnePlus 15T માં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર હોઈ શકે છે તેમાં, 7,000mAh કે તેથી વધુ ક્ષમતા ધરાવતી બેટરી અપાશે. OnePlus 15T માં ગોળાકાર ખૂણાઓ સાથે 6.3 ઇંચનો ફ્લેટ AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. તેમાં મેટલ મિડલ ફ્રેમ અને એકદમ ખૂબ મોટો નહીં તેવો કેમેરા મોડ્યુલ ડિઝાઇન હશે. તે કસ્ટમાઇઝ કરી શકાય તેવા મલ્ટી-ફંક્શન બટનોથી સજ્જ હશે. તેમ ટિપસ્ટર સ્માર્ટ પિકાચુ (ચાઇનીઝમાંથી અનુવાદિત) Weibo પોસ્ટમાં જણાવે છે. હાલનું OnePlus 13T મોડેલ, જે ચીનમાં ઉપલબ્ધ છે, તેની ડાબી ધાર પર કસ્ટમાઇઝ કરી શકાય તેવી શોર્ટકટ કી છે, જેણે Alert Slider ને બદલ્યું છે. સુરક્ષા માટે, તેમાં ઇન-ડિસ્પ્લે, અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે.
એક ટિપસ્ટર અનુસાર, આગામી સ્માર્ટફોનના હાર્ડવેરમાં નોંધપાત્ર અપગ્રેડ કરવામાં આવશે અને તેની કોમ્પેક્ટ ફ્લેગશિપ ઓળખ જાળવી રાખે તેવી શક્યતા છે.
OnePlus 15T ભારતમાં OnePlus 15s તરીકે લોન્ચ થઈ શકે છે, જેમાં નાની બેટરી આપવામાં આવે તેમ લાગે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, OnePlus 13s માં 5,850mAh બેટરી છે, જ્યારે OnePlus 13T માં 6,260mAh બેટરી છે.
OnePlus 13T માં 6.32 ઇંચ ફુલ HD+ ડિસ્પ્લે રહેશે અને તેમાં રિફ્રેશ રેટ 120Hz સુધી મળશે. 1,600 નિટ્સ સુધીનો પીક બ્રાઇટનેસ લેવલ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્નેપડ્રેગન 8 Elite SoC અને Android 15-આધારિત ColorOS 15 છે. તેમાં 50 મેગાપિક્સલનું મુખ્ય સેન્સર અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર છે, સાથે 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને તેની સ્ટાન્ડર્ડ મોડેલ 12GB રેમ અને 256GB સ્ટોરેજ માટેની કિંમત CNY 3,399 (આશરે રૂ. 39,000) થી શરૂ થાય છે.
જાહેરાત
જાહેરાત