OnePlus એ ચીનમાં OnePlus Ace 6 Ultra માટે પ્રી - ઓર્ડર શરૂ કરી દીધા છે
Photo Credit: OnePlus
OnePlus Ace 6 Ultra માં 6.78 ઇંચ OLED LTPS ડિસ્પ્લે હોવાની સંભાવના છે .
OnePlus એ તેની નવી આવનારી Ace સિરીઝના નવા સ્માર્ટફોન OnePlus Ace 6 Ultra માટે સત્તાવાર ટીઝર જાહેર કર્યા છે , જેના કારણે તેની ટૂંક સમયમાં લોન્ચ થવાની પુષ્ટિ થઈ ગઈ છે . કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોનની ડિઝાઈન , કલર ઓપ્શન અને ઉપલબ્ધતા વિશે ખબર પડે છે . આ ફોનના ગેમિંગ કેન્દ્રિત ડિઝાઈન , " Ace Awakening " કલર અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર થયા છે આ સ્માર્ટફોન ખાસ કરીને ગેમિંગ યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવાયો હોવાનું લાગે છે અને હાલમાં તે ચીનમાં પ્રી - ઓર્ડર માટે ઉપલબ્ધ છે .
OnePlus Ace 6 Ultra ' Ace Awakening '
OnePlus Ace 6 Ultra ' Ace Awakening ' નામથી રજૂ થશે . ટીઝર મુજબ , તેમાં મેટલ ક્યુબ -સ્ટાઈલ કેમેરા ડિઝાઈન સાથે મધ્યમાં રિફ્લેક્ટિવ Ace લોગો આપવામાં આવ્યો છે . પાછળનો કેમેરો ઉપર ડાબી બાજુના ખૂણામાં મુકવામાં આવ્યો છે અને તેમાં LED ફ્લેશ ઇન્ટિગ્રેટેડ છે . આ ફોનનો લુક ગેમિંગ એસ્થેટિક્સ સાથે આવશે અને તેમાં મેટલ ફ્રેમ પણ આપવામાં આવશે .
કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ હેન્ડસેટમાં BOE સાથે 165Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે મળશે , જે સ્મૂથ ગેમિંગ અનુભવ માટે મદદરૂપ બનશે . ગ્રાહકો OnePlus સ્ટોર , Tmall અને JD.com જેવી ઈ- કોમર્સ સાઇટ્સ પરથી પ્રી - ઓર્ડર કરી શકે છે . પ્રી - બુકીંગ કરનારાઓને 20W ફાસ્ટ ચાર્જિંગ પાવર બેંક , બે વર્ષની બેટરી વોરંટી , એક વર્ષની એક્સટેન્ડેડ વોરંટી અને બેક કવર વોરંટી જેવા લાભ મળશે .
સ્પેસિફીકેશન્સની વાત કરીએ તો , આ ફોનમાં 6.78ઇંચ OLED LTPS ડિસ્પ્લે સાથે 1.5K રિઝોલ્યુશન અને તેમાં Media Tek Dimensity 9500 SoC આપવામાં આવશે . બેટરી તરીકે આ ફોનમાં 8,500mAh ક્ષમતા સાથે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળી શકે છે .
હવે વાત કરીએ આ ફોનમાં કેમેરા વિશે તો, આ ફોનના કેમેરા સેટઅપમાં OIS સાથે 50MP મુખ્ય રિયર કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા સામેલ હોઈ શકે છે . આગળના ભાગમાં 16MP સેલ્ફી કેમેરા મળશે . સાથે જ , ફોનમાં " Plus Key " ફીચર પણ હોઈ શકે છે .
આ નવું મોડેલ OnePlus Ace 6 અને OnePlus Ace 6T સાથે જોડાશે . પહેલાના OnePlus Ace 6 ઓક્ટોબર 2025માં Snapdragon 8 Elite SoC અને 7,800mAh બેટરી સાથે લોન્ચ થયો હતો , જયારે Ace 6T ડિસેમ્બર 2025માં Snapdragon 8 Gen 5 SoC અને 8,300mAh બેટરી સાથે રજૂ થયો હતો .
જાહેરાત
જાહેરાત
Sony Xperia 1 VIII Could Feature a Headphone Jack and Support Wireless Charging, FCC Listing Suggests