Netflix પર આવી રહ્યું છે 'યુથ ' : ટીનએજ જીવનની ભાવનાત્મક સફર હવે ઘરે બેઠા જુઓ

યુથ એ એક તમિલ રોમેન્ટિક ડ્રામા છે જે 16 એપ્રિલ , 2026થી Netflix પર સ્ટ્રીમિંગ માટે તૈયાર છે

Netflix પર આવી રહ્યું છે 'યુથ ' : ટીનએજ જીવનની ભાવનાત્મક સફર હવે ઘરે બેઠા જુઓ

Photo Credit: Netflix

યુથ 16 એપ્રિલ , 2026ના રોજ Netflix પર રિલીઝ થશે .

હાઇલાઇટ્સ
  • યુથ એ એક તમિલ રોમેન્ટિક ડ્રામા છે
  • ફિલ્મ 16 એપ્રિલ , 2026 ના રોજ Netflix પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ
  • 7.4 નું રેટિંગ પણ મળેલ
જાહેરાત

યુથ હવે OTT પર આવી રહી છે . આ એક પ્રકારની સંવેદનશીલ રોમેન્ટિક ડ્રામા છે , જે કિશોરાવસ્થાની લાગણીઓ , પોતાની ઓળખ અને સંબંધોના સમજ પર આધારિત છે  .આ ફિલ્મનું દિગ્દર્શન કેન કરુણાસ દ્રારા કરવામાં આવ્યું છે . આ વાર્તા એક યુવાન છોકરાની આસપાસ ફરે છે , જે પોતે સ્કૂલમાં ભણે છે અને તે  જીવનમાં આવતી મૂંઝવણો , લાગણીઓ અને પ્રેમને સમજવાનો પ્રયાસ કરે છે . ફિલ્મમાં કિશોરાવસ્થાના ભાવનાત્મક પડકારો અને વ્યક્તિગત વિકાસને  ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે . આ ફિલ્મ થિયેટરમાં 19 માર્ચે રિલીઝ થઈ હતી અને હવે તે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે .

ક્યારે અને ક્યાં જોવી 
યુથ ફિલ્મ 16 એપ્રિલ , 2026 ના રોજ Netflix પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે . જેમણે Netflix નું પેઈડ સબ્સ્ક્રિપ્શન લીધું છે , તેઓ આ ફિલ્મને ઓનલાઇન સરળતાથી જોઈ શકશે . OTT પર આવવાથી આ ફિલ્મ વધુ લોકો સુધી પહોંચશે .

ટ્રેલર અને પ્લોટ 
ફિલ્મના ટ્રેલરમાં પ્રવીણ નામનો  એક કિશોર દેખાય છે , જે સ્કૂલ પૂરું થાય એ પહેલા પ્રેમનો અનુભવ કરવા ઈચ્છે છે . તેનો સફર સરળ હોતો નથી અને પછી તે પ્રેમમાં પડે છે . છેવટે તેને બ્રેકઅપનો પણ સામનો કરવો પડે છે . આ અનુભવ તેને અંદરથી હચમચાવી નાખે છે , પરંતુ સમય જતા તેને આ વાત સમજાય છે કે  આ  બધું તો તેની વૃદ્ધિનો એક ભાગ છે અને આ અનુભવથી તેને સાચા પ્રેમ વિશે સમજણ પડે છે . જેથી તે પોતાના જીવનમાં આગળ વધે છે .

કાસ્ટ અને ક્રૂ 
આ ફિલ્મમાં કેન કરુણાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે . તેમની સાથે અનિષમા અનિલ કુમાર , દેવદર્શિની , પ્રિયાંશી યાદવ અને સૂરજ વેંજારામુડુ પણ મહત્વપૂર્ણ  ભૂમિકાઓમાં છે . આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કેન કરુણાસે જ કર્યું છે .આ ફિલ્મનું સંગીત જી .વી .પ્રકાશ કુમાર દ્રારા કરવામાં આવ્યું છે . જે ફિલ્મના ભાવનાત્મક તત્વોને વધુ અસરકારક બનાવે છે .

અભિપ્રાય :
આ ફિલ્મને દર્શકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે . ખાસ કરીને તેની ભાવનાત્મક વાર્તા અને વાસ્તવિક રજૂઆતને પ્રશંસા મળી છે . યુથને 10 માંથી 7.4 નું રેટિંગ મળ્યું છે  , જે તેની લોકપ્રિયતા દર્શાવે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »