AI ફોક્સ સાથે એપલના "ડિસ્પ્લે ફ્રી " સ્માર્ટ ગ્લાસિસ મેટાને ટક્કર આપશે

એપલ 2027ની શરૂઆતમાં પોતાના સ્માર્ટ ચશ્મા પ્રોજેક્ટની જાહેરાત કરશે

AI ફોક્સ સાથે એપલના

Photo Credit: Meta

એપલ 2027માં કંપની પોતાના સ્માર્ટ ચશ્મા માટે જાહેરાત કરશે .

હાઇલાઇટ્સ
  • એપલ પોતાના M5 ચિપસેટ સાથે Apple Vision Pro ને અપડેટ કર્યો
  • એપલ હાલ "ડિસ્પ્લે ફ્રી " સ્માર્ટ ચશ્માના પ્રોટોટાઈપ પર કામ કરી રહી
  • આ સ્માર્ટ ચશ્મા કાળા , આછા ભૂરા અને સમુદ્રી વાદળી જેવા વિવિધ કલરમાં
જાહેરાત

ઓક્ટોબર 2025 માં ક્યુપરટિનો સ્થિત ટેક જાયન્ટ એપલ પોતાના M5 ચિપસેટ સાથે Apple Vision Pro ને અપડેટ કર્યો હતો , જેમાં વધુ શક્તિશાળી SoC  અને નવી ડિઝાઈનવાળો હેડબેન્ડ રજૂ થયો હતો . ત્યારબાદ એક આંતરિક સ્ટાફ મિટિંગમાં , કંપનીના CEO Tim Cook એ જણાવ્યું હતું કે એપલ હવે AI  આધારિત નવા પ્રોડક્ટ કેટેગરીમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે  . આ દિશામાં , કંપની સ્માર્ટ ચશ્મા પર પણ કામ કરી રહી છે , જે "ડિસ્પ્લે ફ્રી " ડિઝાઈન સાથે આવશે  અને Ray- Ban Meta Glasses  સાથે સ્પર્ધા કરી શકે છે .

અહેવાલો મુજબ , એપલ હાલ "ડિસ્પ્લે ફ્રી " સ્માર્ટ ચશ્માના પ્રોટોટાઈપ પર કામ કરી રહી છે , જેમાં પહેલાના  ચશ્મા જેવી ચાર અલગ અલગ ફ્રેમ ડિઝાઈનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે . બ્લૂમબર્ગના પત્રકાર Mark Gurmanના જણાવ્યા મુજબ , કંપની પોતાની ફ્રેમ્સ જાતે ડિઝાઈન કરી રહી છે , જયારે મેટા જેવી કંપનીઓ EssilorLuxottica  પર આધાર રાખે છે .

ડિઝાઈનની વાત કરીએ તો , એપલ મોટા લંબચોરસ ફ્રેમ , પાતળી લંબચોરસ ડિઝાઈન , મોટા ગોળાકાર કે નાના ફ્રેમ , વધુ સારા ગોળાકાર વિકલ્પો પર કામ  કરી રહી છે  . આમાંથી કેટલાક ડિઝાઈન Steve Jobs અને ટિમ કૂક દ્રારા પહેરવામાં આવેલા ચશ્માથી પ્રેરિત હોવાનું કહેવાય છે .

આ સ્માર્ટ ચશ્મા કાળા , આછા ભૂરા અને સમુદ્રી વાદળી જેવા વિવિધ કલરમાં આવી શકે છે . તાજેતરના પ્રોટોટાઈપમાં "એસીટેટ " નામની પ્રીમિયમ સામગ્રીનો  ઉપયોગ કરવામાં આવ્યો છે , જે લકઝરી ફિનિશ માટે જાણીતી છે .

ફીચર્સની વાત કરીએ તો , એપલ આ ચશ્મામાં કેમેરા સિસ્ટમ ઉમેરવાની યોજના બનાવી રહી છે . તેમાં વર્ટિકલ આવેલ લેન્સ સાથે રિંગ લાઈટ હોઈ શકે છે , જે રેકોર્ડિંગ  ફીચર્સ તરીકે કામ કરશે . આ ડિઝાઈન મેટાના સ્માર્ટ ચશ્મા જેવી હોઈ શકે છે .

આ ઉપરાંત , કંપની પોતાના AI આધારિત વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ ફીચર્સ લાવી શકે . જોકે એપલે હજી સુધી આ સ્માર્ટ ચશ્માના લોન્ચ અંગે કોઈ સત્તાવાર તારીખ  જાહેર કરી   નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Airtel Thanks App પર ખાસ ઓફર : LinkedIn Premium અને EazyDiner Prime સબ્સ્ક્રિપ્શન ફ્રી
  2. Google Pixel 10 ડીલ ધમાકેદાર : Amazon પર કિંમતમાં કાપ , બેંક ઓફર અને એક્સચેન્જથી વધુ બચત
  3. ભારતમાં Amazon Now સેવાનો મોટો વિસ્તરણ , ડિલિવરી કર્મચારીઓ માટે ' સમ્માન ' યોજના જાહેર
  4. Vivo X Fold 6 માં 200MP કેમેરા , 8.02 ઇંચ ડિસ્પ્લે અને નવી Dimensity 9500 ચિપ મળવાની શક્યતા
  5. Samsung Galaxy S26+ ખરીદવાનો સારો મોકો , ડિસ્કાઉન્ટ બાદ કિંમત ઘટીને રૂપિયા 82,450 સુધી
  6. 1 જુલાઈથી આધાર એપમાં મળશે મોટી રાહત , ઇમેઇલ ID અપડેટ પર નહીં લાગે કોઈ ચાર્જ
  7. 13MP કેમેરા , Helio G81 અલ્ટ્રા ચિપ અને 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે Redmi 17C રજૂ
  8. 160W અને 120W મોડેલ સાથે itelની એન્ટ્રી , iThumpX BASS અને Bluetooth 5.3 જેવી સુવિધાઓ
  9. NEET વિવાદ બાદ ટેલિગ્રામને રાહત , પરંતુ 30 જૂન સુધી કેટલાક નિયંત્રણો યથાવત
  10. Coolpadનો નવો બજેટ ફોન cool 80 રજૂ , iPhone જેવી ડિઝાઈન સાથે મળશે 128GB સ્ટોરેજ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »