UMANG DigiLocker ઈન્ટિગ્રેશન પણ આપે છે જે યુઝર્સને તેમના ડિજિટલ દસ્તાવેજો જોવા અને ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે
જો તમારી ધોરણ 10 કે 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ હોય અથવા તમને તેની ડિજિટલ કોપીની જરૂર હોય , તો હવે શાળા કે બોર્ડની ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નથી . સરકારની UMANG એપ દ્રારા તમે જુદા જુદા શિક્ષણ બોર્ડની માર્કશીટ અને અન્ય બીજા દસ્તાવેજો ઓનલાઈન મેળવી શકો છો . UMANG એપ DigiLocker સાથે સંકલિત હોવાથી યુઝર્સ સરળતાથી તેમના ડિજિટલ દસ્તાવેજો જોઈ અને ડાઉનલોડ કરી શકે છે .
માર્કશીટ ડાઉનલોડ કરતા પહેલા કેટલીક જરૂરી વિગતો તમારી પાસે હોવી જોઈએ . તેમાં UMANG એપ સાથે નોંધાયેલ મોબાઈલ નંબર , DigiLocker એકાઉન્ટ ( જો પહેલેથી ન હોય તો તેને બનાવી શકાય છે ) અને બોર્ડ પરીક્ષાનો રોલ નંબર સામેલ છે . કેટલાક કિસ્સાઓમાં શાળા નંબર , એડમિટ કાર્ડ ID અથવા પરીક્ષાનું વર્ષ જેવી વધારાની માહિતી પણ જરૂરી બની શકે છે .
સ્ટેપ 1: તમારા સ્માર્ટફોનમાં UMANG એપ ખોલો અને લોગિન કરો . જો તમારું એકાઉન્ટ ન હોય તો મોબાઈલ નંબર દ્રારા નોંધણી કરો .
સ્ટેપ 2: એપના સર્ચ બોક્સમાં ' DigiLocker ' અથવા તમારા શિક્ષણ બોર્ડનું નામ , જેમ કે ' CBSE ' શોધો .
સ્ટેપ 3: DigiLocker સેવા પસંદ કરો અને જરૂરી હોય તો તમારા DigiLocker એકાઉન્ટને UMANG એપ સાથે લિંક કરો .
સ્ટેપ 4: ' Education ' વિભાગમાં જઈને માર્કશીટ અથવા પ્રમાણપત્ર સંબંધિત સેવા પસંદ કરો .
સ્ટેપ 5: હવે તમારો રોલ નંબર , પરીક્ષાનું વર્ષ , શાળા નંબર અથવા માંગવામાં આવેલી અન્ય વિગતો દાખલ કરો .
સ્ટેપ 6: માહિતી સફળતાપૂર્વક ચકાસાઈ ગયા બાદ તમારી ડિજિટલ માર્કશીટ સ્ક્રીન પર દેખાશે .
સ્ટેપ 7:ત્યારબાદ તમે માર્કશીટને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો અથવા DigiLockerમાં સેવ કરી શકો છો .
CBSE સહિત દેશના અનેક શિક્ષણ બોર્ડ DigiLocker અને UMANG પ્લેટફોર્મ મારફતે ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો ઉપલબ્ધ છે .
DigiLocker દ્રારા જારી કરવામાં આવેલી માર્કશીટ અને પ્રમાણપત્રોને કાનૂની રીતે માન્ય ડિજિટલ દસ્તાવેજો તરીકે સ્વીકારવામાં આવે છે . તેનો ઉપયોગ જુદા જુદા શૈક્ષણિત સંસ્થાઓ , નોકરીની પ્રક્રિયાઓ અને સરકારી સેવાઓ માટે થઈ શકે છે . તેમ છતાં , જરૂર પડયે વિધાર્થીઓ મૂળ હાર્ડ કોપી શાળા અથવા બોર્ડની ઓફિસમાંથી મેળવી શકે છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹40,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999