ક્રોમમાં નવી ' Skills ' ફીચર : Gemini AI હવે પ્રીસેટ કમાન્ડ્સ સાથે વધુ સ્માર્ટ

ગૂગલની નવી Skills in Chrome સુવિધા યુઝર્સને Gemini માટે એક ક્લિક AI પ્રોમ્પ્ટ બનાવવા માટે ઉપયોગી થશે

ક્રોમમાં નવી ' Skills ' ફીચર : Gemini AI હવે પ્રીસેટ કમાન્ડ્સ સાથે વધુ સ્માર્ટ

Photo Credit: Unsplash

ગૂગલનું કહેવું છે કે યુઝર્સ આનાથી ખરીદી અને બીજા કર્યો પણ સરળતાથી કરી શકે

હાઇલાઇટ્સ
  • વારંવાર ઉપયોગમાં લેવાતી કવેરીઝ માટે પ્રીસેટ કમાન્ડ્સ એક જ ક્લિકમાં ઉપયોગ
  • યુઝર્સ Gemini માટે પોતાના પ્રીસેટ પ્રોમ્પ્ટ બનાવી શકે
  • યુઝર્સ પ્રોમ્પટને એડિટ કરી શકે
જાહેરાત

ગૂગલે આ વર્ષની શરૂઆતમાં તેના Google Chrome માં Gemini AI ચેટબોટને સિસ્ટમ સાથે જોડીને જાતે કામ કરી શકે તેવી AI ક્ષમતાઓ રજૂ કરી હતી , જે  Perplexity AI Comet બ્રાઉઝર સાથે સીધી સ્પર્ધા કરે છે . શરૂઆતમાં આ સુવિધા અમુક પસંદગીના વિસ્તારોમાં ઉપલબ્ધ હતી , પરંતુ હવે તે દુનિયાભરમાં  ફેલાઈ છે . આ ફીચર દ્રારા યુઝર્સ જે વેબપેજ પર છે તેના વિશે પ્રશ્નો પૂછી શકે છે , તેના આધારિત માહિતી મેળવી શકે છે અને સીધા બ્રાઉઝરમાંથી પ્રોડક્ટ્સ શોધી શકે છે . ગૂગલનું કહેવું છે કે યુઝર્સ આનાથી ખરીદી અને બીજા કર્યો પણ સરળતાથી કરી શકે છે.

" Skills in Chrome "

હવે કંપનીએ " Skills in Chrome "  નામની નવી સુવિધા રજૂ કરી છે , જે યુઝર્સને વારંવાર ઉપયોગમાં લેવાતી કવેરીઝ માટે પ્રીસેટ કમાન્ડ્સ એક જ ક્લિકમાં ઉપયોગ કરવાની સુવિધા આપે  છે . આ ફિચરનો મુખ્ય હેતુ સમય બચાવવાનો  અને કામને વધુ સરળ બનાવવાનો છે .

ગૂગલના બ્લોગ અનુસાર, હવે યુઝર્સ Gemini માટે પોતાના પ્રીસેટ પ્રોમ્પ્ટ બનાવી શકે છે . જયારે યુઝર્સ Geminiમાં કોઈ પ્રોમ્પ્ટ નાખે અને તેનો જવાબ મેળવે , ત્યારબાદ તે પ્રોમ્પટને " Skill " તરીકે સેવ કરી શકાય છે . " Save this prompt as a Skill " વિકલ્પ પર ક્લિક કરતાં એક ડાયલોગ બોક્સ ખુલે  છે , જ્યાં યુઝર્સ પ્રોમ્પટને એડિટ કરી શકે છે અને તેને નામ આપી શકે છે  . સેવ કર્યા પછી , આ Skill લાઈબ્રેરીમાં એડ થઈ જાય છે .

પછી જયારે આ કવેરી ફરી ઉપયોગમાં લેવી હોય , ત્યારે યુઝર ફક્ત " / " ટાઈપ કરીને Skillનું નામ લખી શકે છે અથવા " + " આઈકન પર ક્લિક કરીને પસંદ  કરી શકે છે .

આ ઉપરાંત ગૂગલ પોતાની તૈયાર Skills લાઈબ્રેરી પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે , જેથી યુઝર્સને દરેક વખતે નવી કવેરી બનાવવાની જરૂર ન પડે . ઉદાહરણ  તરીકે , એક Skill દ્રારા AI ને પ્રોડક્ટના ફીચર્સ સમજાવવા માટે કહેવામાં આવી શકે છે  અથવા " પરફેક્ટ ગિફ્ટ " શોધવા માટે અલગ-અલગ વેબસાઇટ્સ પરથી  કિંમતોની તુલના કરવામાં મદદ મળે છે .

કંપનીએ જણાવ્યું હતું કે શરૂઆતના પરીક્ષણ દરમિયાન યુઝર હેલ્થ , ખરીદી અને પ્રોડક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં કસ્ટમ વર્કફ્લો બનાવવા માટે આ ફીચરનો ઉપયોગ  કર્યો હતો . કેટલાક લોકોએ રેસિપી માટે પ્રોટીન કાઉન્ટ , અલગ અલગ ટેબ્સમાં સ્પેક્સની સરખામણી અને લાંબા દસ્તાવેજોમાંથી મહત્વપૂર્ણ માહિતી  શોધવા માટે પણ Skills નો ઉપયોગ કર્યો હતો .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. June Android Drop અપડેટ લોન્ચ , Quick Share અને Fasion Tool સહિત અનેક નવી સુવિધાઓ
  2. 5200 nits બ્રાઇટનેસ અને Dimensity 7450 ચિપસેટ સાથે આવ્યો Motorola Edge 2026
  3. Excel થી PDF બનાવવું હવે સરળ , જાણો Word , Adobe અને ઓનલાઈન ટૂલ્સની મદદથી રીત
  4. WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ
  5. 8000mAh બેટરી સાથે આવ્યું Portronics  Kinetics 8K, 5 કલાક સુધી આપશે પાવર બેકઅપ 
  6. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  7. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  8. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
  9. Facebook , Instagram અને TikTok પર સગીરો માટે કડક નિયમો , મલેશિયામાં ઉંમર ચકાસણી ફરજિયાત
  10. Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »