નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો

EPFO માં તમારી નિવૃત્તિ બચતનું સંચાલન કરવા માટે તમારા રેકોર્ડસને અપડેટ કરવા ખુબ જ મહત્વપૂર્ણ છે .

નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date  અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો

Photo Credit: EPFO

EPFO માં તમારા રેકોર્ડ અપડેટ કરવા જરૂરી છે .

હાઇલાઇટ્સ
  • EPFO પોર્ટલ પર એક્ઝિટ ડેટ અપેડટ
  • અપડેટ કરવા માટે તમારો આધાર સાથે લિંક કરાયેલા મોબાઈલ નંબર સક્રિય હોવો જરૂર
  • આ પગલું સર્વિસ હિસ્ટ્રીમાં થતી ભૂલો ઘટાડવામાં મદદ કરે
જાહેરાત

નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષા માટે EPFO સાથે જોડાયેલી માહિતી અપડેટ રાખવી ખુબ જ મહત્વપૂર્ણ છે . સામાન્ય રીતે કર્મચારી નોકરી છોડ્યા બાદ કંપની EPFO  પોર્ટલ પર તેની એક્ઝિટ ડેટ અપડેટ કરે છે , પરંતુ કેટલીક વખત આ પ્રક્રિયામાં મોડું થઈ શકે છે . આવી સ્થિતિમાં કર્મચારીઓ પોતે પણ EPFO પોર્ટલ  દ્રારા પોતાની એક્ઝિટ ડેટ નોંધાવી શકે છે . આ અપડેટથી સર્વિસ રેકોર્ડ યોગ્ય રહે છે , PF ક્લેમ અને ફંડ ટ્રાન્સફર જેવી પ્રક્રિયાઓ સરળ બને છે તેમજ કર્મચારીઓને તેમના PF  ખાતા પર વધુ નિયંત્રણ મળે છે .

EPFO પોર્ટલ પર એક્ઝિટ ડેટ દાખલ કરવાથી તમારા સર્વિસ રેકોર્ડમાં સુધારો થાય છે અને સંબંધિત નોકરીદાતા સાથેનો તમારો કાર્યકાળ સત્તાવાર રીતે પૂર્ણ  ગણાય છે . આ પછી તમે નવા નોકરીદાતા સાથે જોડાઈ શકો છો અને ભવિષ્યમાં PF સંબંધિત પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકો છો .

એક્ઝિટ ડેટ અપડેટ કરવા માટે તમારો આધાર સાથે લિંક કરાયેલા મોબાઈલ નંબર સક્રિય હોવો જરૂરી છે , કારણ કે OTP વેરિફિકેશનની જરૂર પડે છે . ઉપરાંત , નોકરી છોડ્યાને ઓછામાં  ઓછા બે મહિના પૂર્ણ થયેલા હોવા જોઈએ અને તમારો આધાર નંબર EPFO પોર્ટલ પર લિંક તથા ચકાસાયેલ હોવો જોઈએ  .

EPFO પોર્ટલ પર એક્ઝિટ ડેટ કેવી રીતે અપડેટ કરવી ?

  • સૌપ્રથમ EPFO ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ .
  • UAN અને પાસવર્ડની મદદથી તમારા એકાઉન્ટમાં લોગિન કરો .
  • " Manage " વિભાગમાં જઈ " Mark Exit " વિકલ્પ પસંદ કરો .
  • યોગ્ય PF એકાઉન્ટ પસંદ કરો .
  • નોકરી છોડ્યાની તારીખ અને સંબંધિત કારણ દાખલ કરો .
  • OTP વેરિફિકેશન પૂર્ણ કરીને માહિતી સબમિટ કરો .

એક્ઝિટ ડેટ અપડેટ કરવાના મુખ્ય ફાયદા :

EPFO પોર્ટલ પર એક્ઝિટ ડેટ અપેડટ કર્યા પછી કર્મચારીઓ PF ફંડ અથવા પેન્શન સંબંધિત ક્લેમ માટે નોકરીદાતાની મંજૂરી પર ઓછી નિર્ભરતા રાખે છે . આ ઉપરાંત , નોકરી બદલતી વખતે PF ખાતા વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બને છે . આ  પગલું સર્વિસ હિસ્ટ્રીમાં થતી ભૂલો ઘટાડવામાં મદદ કરે છે  અને કર્મચારીઓને પોતાના PF એકાઉન્ટની માહિતી પર વધુ નિયંત્રણ આપે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »