OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16

8,000mAh બેટરી , 120Hz ડિસ્પ્લે , MediaTek Dimensity પ્રોસેસર અને 50MPના કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો OnePlus N6

OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16

Photo Credit: OnePlus

ભારતમાં OnePlus N6ની શરૂઆતની કિંમત રૂપિયા 22,999 રાખવામાં આવી છે

હાઇલાઇટ્સ
  • OnePlus એ ભારતમાં પોતાનું નવું બજેટ 5G સ્માર્ટફોન OnePlus N6 લોન્ચ કર્યો
  • OnePlus N6 માં 8000mAhની મોટી બેટરી આપવામાં આવી
  • OnePlus N6માં 6.75 ઇંચ HD + LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું
જાહેરાત

OnePlus એ ભારતમાં પોતાનું નવું બજેટ 5G સ્માર્ટફોન OnePlus N6 લોન્ચ કર્યો છે . કંપનીનો દાવો છે કે આ તેના હાલ સુધીના સ્માર્ટફોન્સમાંથી સૌથી સસ્તો સ્માર્ટફોન છે . તેની  સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્માર્ટફોનમાં 8,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે . કંપનીનું એવું કહેવું છે કે આ ફોનની બેટરીને  ફક્ત એક જ વખતના ચાર્જ પર 3 દિવસ સુધી ચાલી શકે છે . ફોનમાં MediaTek Dimensity 6360 Apex પ્રોસેસર , 120Hz ડિસ્પ્લે અને Android 16 આધારિત OxygenOS 16 પર ચાલે છે .

કિંમત :

OnePlus ના 4GB + 128GB વેરિઅન્ટની કિંમત રૂપિયા 22,999 રાખવામાં આવી છે . જયારે 6GB + 128GB વેરિઅન્ટ રૂપિયા 24,999માં આવશે . સ્માર્ટફોન Fresh Mint અને Midnight Black કલર ઓપ્શનમાં મળી રહેશે . ફોન માટેની સેલ 4 જુલાઈથી OnePlus.in  અને Amazon India પર શરૂ થશે 

ઓફર્સ :

સ્માર્ટફોનના લોન્ચ ઓફર હેઠળ ICICI Bankની સાથે પસંદગીના બેંક કાર્ડ પર રૂપિયા 2000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યો છે .  આના સિવાય Amazon પર ચાલતી Prime Day Saleમાં પણ 1000 રૂપિયા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યો છે . ડિસ્કાઉન્ટ પછી ફોનની અસરકારક કિંમત રૂપિયા 19,999 થઈ જાય છે .

સ્પેસિફિકેશન્સ :

સ્પેસિફિકેશન્સની વાત કરીએ, તો OnePlus N6માં 6.75 ઇંચ HD + LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે , જો 120Hz રિફ્રેશ રેટ અને 1200 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે . આ સ્માર્ટફોન Android 16 આધારિત OxygenOS 16 પર ચાલે છે . કંપની તેના  માટે Android અપડેટ અને 3 વર્ષની સિક્યોરિટી અપડેટની ખાતરી આપે છે .પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Dimensity 6360 Apex પ્રોસેસર મળે છે . આ ફોનમાં 5,300m㎡ વેપર કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે .

બેટરી :

OnePlus N6 માં 8000mAhની મોટી બેટરી આપવામાં આવી છે , જે 45W ફાસ્ટ ચાર્જિંગ , બાયપાસ ચાર્જિંગ અને 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે . કંપની દાવો કરે છે કે એક વખતના ચાર્જ પર ફોનની બેટરી 3 દિવસ સુધી ચાલી શકે છે .

કેમેરા :

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP નો પ્રાઈમરી રિયર કેમેરા છે . જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે .  ફોનમાં AI Eraser , AI Unblur , AI Ultra Clarity , Google Gemini જેવા ફીચર્સ પણ આપેલ છે . કનેક્ટિવિટી માટે 5G, Dual 4G VoLTE , Wi - Fi 5 , Bluetooth 5.3 , GPS, USB Type -C, OTG અને Dual SIM આપેલ છે . ફોનની જાડાઈ 8.88mm અને વજન 224 ગ્રામ છે .


 


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OnePlus Prime Day Sale શરૂ 4 જુલાઈથી , OnePlus 13 થી લઈને Pad અને Nord Buds સુધી મળશે ખાસ ડીલ્સ
  2. OnePlus N6 ની એન્ટ્રી ! 22,999 રૂપિયામાં 120Hz ડિસ્પ્લે , 50MP કેમેરા અને Android 16
  3. 50MP કેમેરા અને Dimensity 8350 પ્રોસેસરવાળો Lava Agni 4 હવે ઓછી કિંમતે ઉપલબ્ધ
  4. NotebookLMનું નવું ફીચર , લાંબા દસ્તાવેજોને મિનિટમાં બનાવશે શોર્ટ વિડીયો
  5. પાણીની કટોકટીનો અનોખો ઉકેલ , ઓસ્ટ્રેલિયાના જળાશયો પર લગાવવામાં આવી રહી છે ફ્લોટિંગ સોલાર પેનલ્સ
  6. Tata Sierra EVની એન્ટ્રી માટે તૈયાર પૂર્ણ , 75kWh બેટરી અને ડયુઅલ મોટર સાથે આપશે જોરદાર પરફોર્મન્સ
  7. Galaxy M47 5Gની ભારતમાં એન્ટ્રી , Snapdragon 6 Gen 3 અને 50MP કેમેરા સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ
  8. OnePlus 15, Nord 6 અને Pad 4 સસ્તા થશે , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડીલ્સ
  9. Samsung Galaxy S25 Ultra ખરીદવાની સુવર્ણ તક , Prime Day સેલમાં મળશે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
  10. AI , Dolby Atmos અને 4K ડિસ્પ્લે સાથે Sony BRAVIA 9 ll અને BRAVIA 7 ll ભારતમાં લોન્ચ , જાણો કિંમત અને ઓફર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »