ભારતમાં OnePlus Nord CE 6 Lite ની કિંમત રૂપિયા 23,000 કરતાં ઓછી હોઈ શકે
Photo Credit: Gadgets 360
OnePlus Nord CE 6 Lite, OnePlus Nord CE 4 Lite ને વધુ સફળ બનાવશે
OnePlus ટૂંક જ સમયમાં ભારતમાં તેની Nord સીરીઝનો વિસ્તાર કરી શકે છે , કારણ કે આવનારો OnePlus Nord CE 6 Lite હવે Geekbench પર મુખ્ય સ્પેસિફિકેશન્સ સાથે જોવા મળ્યો છે .આ લિસ્ટિંગ પરથી એવું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં Media Tek Dimensity ચિપસેટ મળી શકે છે . અહેવાલો મુજબ , આ સ્માર્ટફોન આગામી મહિનાની શરૂઆતમાં OnePlus Nord CE 6 સાથે લોન્ચ થઈ શકે છે . લીક્સ મુજબ , તેમાં મોટી બેટરી , હાઈ રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને બજેટ ફ્રેન્ડલી પ્રાઇસિંગ જોવા મળી શકે છે .
CPH2943 મોડલ નંબર ધરાવતો એક નવો OnePlus ફોન Geekbench પર જોવા મળે છે . એક ટિપસ્ટર અભિષેક યાદવ અનુસાર , આ હેન્ડસેટ ભારતમાં OnePlus Nord CE 6 Lite તરીકે લોન્ચ થવાની શક્યતા છે . Geekbench લિસ્ટિંગ મુજબ , આ ફોનમાં Media Tek Dimensity 7400 SoC મળવાની શક્યતા છે , જેમાં 2.60GHz પર ચાર કોર અને 2.00GHz પર ચાર કોર હશે .ગ્રાફિક્સ માટે Mali - G615 MC2 GPU મળી શકે છે . સાથે જ ફોન 8GB RAM સાથે આવશે અને Android 16 આધારિત OxygenOS પર ચાલશે .
પરફોર્મન્સની વાત કરીએ તો, આ સ્માર્ટફોનને Geekbench સિંગલ કોર ટેસ્ટમાં 1,068 અને મલ્ટી કોર ટેસ્ટમાં 2,953 સ્કોર નોંધાવ્યો છે .
અન્ય વિગતો :
જૂન 2024 માં લોન્ચ થયેલા OnePlus Nord CE 4 Lite 5G પછી , Nord CE Lite સિરીઝ હવે લગભગ બે વર્ષ પછી કમબેક કરી રહી છે . પહેલાના લીક્સ મુજબ , OnePlus Nord CE 6 અને OnePlus Nord CE 6 Lite બંને મે મહિનામાં ભારતમાં રજૂ થઈ શકે છે .
ફીચર્સની વાત કરીએ તો , OnePlus Nord CE 6 Lite માં 6.7 ઈંચનું 120Hz LCD ડિસ્પ્લે , 7,000mAh બેટરી , 50MP ડયુઅલ રિયર કેમેરા અને 16MP સેલ્ફી કેમેરા મળવાની શક્યતા છે . આ ઉપરાંત તેમાં સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી શકે છે .
કિંમત :
ભારતમાં આ ફોનની કિંમત રૂપિયા 23,000 થી ઓછી હોવાની શક્યતા છે . બેંક ઓફર્સ સાથે તેની અસરકારક કિંમત રૂપિયા 20,000 થી પણ નીચે જઈ શકે છે .
જાહેરાત
જાહેરાત